________________
શ્રી જયાનંદ કેવળી ચરિત્ર વનારી પિતાની સ્વામિનીના મુખની વાણી સાંભળી તે દાસીઓ અત્યંત હર્ષ પામી. પછી તે દાસીઓએ વાણી, કાયા અને કર્મવડે આનંદ પમાડેલી અને સેવાયેલી તે રતિસુંદરીએ સુખનિદ્રાવડે બાકીની રાત્રી નિર્ગમન કરી.
હવે બ્રાહ્મ મુહૂર્તે ઉઠીને તે રતિસુંદરીએ પ્રાતઃકાળના સમયને ઉચિત એવી શારીરિક અને ધાર્મિક અને પ્રકારની સર્વ આવશ્યક ક્રિયાઓ કરી. પછી તેણીએ સુતેલા એવા તે સૂરદત્તને પેલી ઔષધિવડે તત્કાળ વાંદર બનાવી ચાબુક વડે વારંવાર માર માર્યો. ત્યારપછી તેને દાસીઓ દ્વારા નૃત્ય કરાવવા લાગી, અને “અરે ! તને હમણાં જ ચૂલામાં નાંખી દઈશ” એમ કહીને તેને અત્યંત ભય બતાવવા લાગી તથા તાપ પમાડવા લાગી. આ પ્રમાણે ભય બતાવવા ઉપરાંત વારંવાર તે તેને કહેતી હતી કે
હે દુરાચારી! હે દુર્મદી! સ્વામીના દ્રોહનું અને પરસ્ત્રીની ઈચ્છાનું અલ્પ ફળ હમણાં તે તું ભેગવ. બાકી સર્વ દ્રોહમાં સ્વામીને જે દ્રોહ કરવો તે અત્યંત દુસ્તર અને મહા પાપમય છે, તેનું પૂર્ણ ફળ તે કહેવાને પણ કોણ સમર્થ છે? પરસ્ત્રીને ભેગવવાની માત્ર ઈચ્છા કરવાથી પણ જે અશુભ કર્મ ઉત્પન્ન થાય છે, તેના વિપાકને પાર પામવા કે સમર્થ પુરૂષ પણ શક્તિમાન થાય? મનુષ્યને પરસ્ત્રીગમન કરવાની જે આશા છે તે ખરેખર પાશરૂપ જ છે, તેનાથી પીડા પામેલા જ અનંતભવ સુધી જન્મ મરણ પામે છે અને અનંત સંસારમાં પરિભ્રમણ કરે છે. કહ્યું છે કે
કેટલાક વે ભેગને ભગવ્યા વિના પણ તેમાં આસક્તિ માત્ર રાખવાથી પણ અનંત સંસારી થાય છે.” વળી કહ્યું છે કે—
વિષ અને વિષય એ બેની વચ્ચે મોટું અંતર છે; કેમકે વિષ તો ખાધું હોય તેજ હણી શકે છે, અને વિષયો તે સ્મરણ કરવાથી પણ હણે છે. તેથી હે મૂખ ! જે તું આ ભવ અને પરભવને વિષે તારા આત્માનું શુભ ઈરછ હા, તે સર્વ પ્રકારે પરસ્ત્રી સંબંધી વાંચ્છાને ત્યાગ કર.” આ પ્રમાણે તે રતિસુંદરીએ તેને ઘણે પ્રકારે હિતનો ઉપદેશ કર્યો. જો કે તેણીને તેણે ઘણો સંતાપ પમાડ્યો હતો, તોપણ તે તો ઈશુની જેમ મિષ્ટ રસને જ આપતી હતી.
ન આવે તેને ઉપદેશ સાંભળી તથા પિતાનું નિધ કર્મ જાણી તે સૂરદત્ત વારંવાર ઘણે પ્રકારે શોચ કરવા લાગે. હમેશાં બંધાદિક પરાભવને સહન કરતો અને દીન મુખવાળે તે લાંબાકાળ આંખમાંથી આંસુ પાડતે છતે જણાવતો હતો કે—મને હવે મુક્ત કરે, મુક્ત કરે.” ત્યારે વાંદરાપણને પામેલા તે પાપીને તે કહેતી હતી કે—
-
-
-
-
-