________________
ચૌદમા સ
૪૪૭
હવે તેને તેવી ગાઢ નિદ્રાએ સુતેલા અને તેથી કરીને મૃતક જેવા થઈ ગયેલા જોઈને દાસીએ નિઃશ'કપણે તેનુ' સવ શરીર શેાધીને જોયુ, તે તેના મસ્તકપરના વેણીદડના વાળને વિષે છુપાવેલી એક ઔષધિ મળી આવી. તે ઔષધિને જોઈ દાસીએ મનમાં હર્ષોં પામી અને તેઓએ પોતાની સ્વામિની રતિસુ દરી પાસે જઈ સાચા ભાવથી તેણીને તે ઔષિધ દેખાડી તથા તે ઔષિધ કેવા ઉપાયથી પ્રાપ્ત થઈ તે વાત માયા– કપટરહિતપણે જણાવી. જાણે સાક્ષાત્ લક્ષ્મી હોય તેવી તે ઔષધિ તેઓએ તેણીના હસ્તકમળમાં મૂકી, એટલે રિતસુંદરી તે ઔષિધને પોતાને કબજે કરી ક્ષણવાર તે ઔષધની સન્મુખ જોઈ રહી. પછી તે ઔષિધને આળખતાં તેણીનું મુખકમળ વિસ્મયવડે વિકસ્યર થયું. તેણીએ હૃદયમાં વિચાર કર્યો કે—
... દિવ્ય પ્રભાવના સ્થાનરૂપ આ તેજ મહા ઔષધિ છે કે જે પ્રથમ મારા પતિના હસ્તના મધ્ય ભાગમાં ક્રીડા કરતી હતી. પહેલાં માયાને ઉત્પન્ન કરનારી મારી માતાને શિક્ષા આપવા માટે જે ઔષિધવડે મારા પતિએ તેને ભુંડણ અનાવી હતી, તેવાજ સ્વરૂપવાળી, તેવાજ વવાળી અને તેવાજ પ્રકારની આ ઔષધિ દેખાય છે, માટે તેજ આ છે એમ મારા મનમાં નિશ્ચય થાય છે. જો કદાચ તેજ આ ઔષધિ ન હેાય તા આ દુષ્ટ હૃદયવાળા વારંવાર શીવ્રપણે સ્ત્રીનું રૂપ કયાંથી કરી શકે? અને સ્ત્રીનું રૂપ કર્યા વિના જેમાં પુરૂષના આગમનના નિષેધ જ છે એવા મારા રમણીય વાસગૃહને વિષે તેના પ્રવેશ પણ શેના થાય ? પરંતુ આ દુષ્ટના હાથમાં આ ઔષધિ કયા ઉપાયથી પ્રાપ્ત થઈ હશે ? શું મારા પતિએ જ તેને આપી હશે કે કેાઈ અન્યથા પ્રકારે તેને મળી હશે? આ બાબત અત્યંત આશ્ચર્યકારક છે; અથવા તે આવે! વિચાર કરવાથી શું ફળ છે? સમય આવશે ત્યારે એની મેળે સ` વાત સત્ય રીતે જણાઈ આવશે. એ પાંતે જ સ` હકીકત કહી આપશે. હમણાં તે। આ ઔષધિના પ્રભાવથી તેને વાંઢરાની આકૃતિવાળા બનાવી ભય વગેરે ખતાવવાના ઉપાયવડે તેને શિક્ષા આપુ'. ” આ પ્રમાણે ચિરકાળ સુધી યુક્તિયુક્ત વિચાર કરી તે રતિસુંદરીએ હર્ષ પામેલી પેાતાની દાસીઓને પ્રશસાવડે નિર્દોષ એવી વાણીથી કુલ્લુ' કે—
“ હે દાસીએ ! કલ્યાણને પામનારી એવી તમાએ આ કાય ઘણુ સારૂં કયુ ́ છે. તમેાએ મારા કહેવા પ્રમાણે સ` વાતને નિર્વાહ કર્યાં છે અને મને આ ઔષધિ પણ મેળવી આપી છે, માટે તમને ધન્ય છે, તમે પુણ્યશાળી છે, કૃતજ્ઞ છે, સ્વભાવથી જ હ વાળી છે, તેમ જ તમે તમારી સ્વામિનીને વિષે વિનયવાળી અને ભકિતવાળી છે, તેથી તમારા જન્મ કૃતા છે. આ પ્રમાણે ઘણા સ્નેહવાળી અને કાનને સુખ ઉપજા