________________
શ્રી જયાનંદ કેવળી ચરિત્ર સુખને પણ ન્યૂન માનવા લાગે. વળી જાણે સાક્ષાત અપ્સરાઓ જ હોય એવી તે દાસીઓ આદરપૂર્વક પ્રસંગને અનુસરતી મનહર કથાઓ વિસ્તારતી હતી. તે સાંભળવાથી અંતઃકરણમાં અત્યંત આશ્ચર્ય પામી તે સર્વ પ્રકારના રતિસુખને પામ્યા.
પછી સમગ્ર સ્વાદિષ્ટ વસ્તુને મધુર રસને તિરસ્કાર કરે તેવું અત્યંત વિચિત્ર સ્વાદવાળું તાંબૂલ દાસીઓએ તેને આપ્યું, તેને વારંવાર આસ્વાદ લે તે સૂરદત્ત વિષયની પીડા સહિત તૃષાએ કરીને હૃદયમાં અત્યંત પીડા પાપે, તેથી તેણે લક્ષ્મીવડે વિદ્યાધરીઓને જીતનારી તે દાસીઓ પાસે પીવાનું જળ માગ્યું. ત્યારે તે દાસીઓએ તત્કાળ મહેલમાં આવી વિનયવડે નમ્ર થઈ પિતાની સ્વામિની રતિસુંદરીને તેનું તૃષાદિક સર્વ સ્વરૂપ કહ્યું. ત્યારે રતિસુંદરીએ તેને કહ્યું કે
હે દાસીઓ! તમે ઠીક જણાવ્યું. હવે આપણે ઘરમાં પ્રથમથી તૈયાર કરી રાખેલ સ્વાદિષ્ટ રસવાળે આવે છે, તે આસવ અનેક પ્રકારના મદને કરનાર અનેક પદાર્થોવડે સંસ્કાર કરેલ છે, તેને રસ અતિ ઉત્કટ છે, તે અત્યંત પરાક્રમી છે. તેને માદક વિગેરે ગુણને સમૂહ કોઈથી દૂર થઈ શકે તેવું નથી, સાકર અને દ્રાક્ષ વિગેરેના પાણીથી અને ઉકાળેલા ઈશ્કરસથી પણ તે અત્યંત અધિક મધુરતા યુક્ત છે, પંડિતને પણ રંજન કરે તેવે છે, તેમજ શીતળ નિર્મળ અનેક સુગંધી પદાર્થો વડે મને હર છે, તે આસવ તેને જણાવ્યા વિના પાણીને ઠેકાણે પાણીની જેમ તમારે તેને પીવા આપો.” આ પ્રમાણે સ્વામિનીની આજ્ઞા થતાં તે નિપૂણ દાસીએાએ જળની ભ્રાંતિ કરનાર અને અત્યંત સ્વાદિષ્ટ તે આસવ તેને પીવા આપ્યા.
એટલે વૃદ્ધિ પામતી કામની ઈચ્છાની ક્રાંતિવડે જેનાં નેત્ર આચ્છાદિત થયાં હતાં અને અત્યંત તૃષા લાગવાથી જેને ખેદ પ્રાપ્ત થયો હતો એવો તે સૂરદત્ત પણ તે વખતે હર્ષવડે જળ અને આસવના ભેદને જાણ નહિ હોવાથી પાસે મૂકેલા સુવર્ણના પાત્રમાં તે દાસીઓએ આપેલા તે સ્વાદિષ્ટ આસવનું વારંવાર પાન કરવા લાગે. પછી પાપી મનવાળે તે પુરૂષ તૃપ્તિપૂર્વક તેનું પાન કરીને નિવૃત્ત થયે, એટલે ફરીથી પલંગમાં સુતે, તત્કાળ તેનાં નેત્રે ઘેરાવા લાગ્યાં. તેથી તેણે બીજા સર્વ વ્યાપારને ત્યાગ કરી દીધું અને જાણે દુષ્ટ સર્પવડે ડસા હોય તેમ તે આસવથી ઉત્પન્ન થયેલા વિષ જેવા મદવડે તે વ્યાપ્ત થઈ ગયે, તેથી તે તત્કાળ મૂર્શિત થયે, અને જાણે પાપરૂપી પ્રેતે તેના પર કટાક્ષ નાંખ્યા હોય તેમ તે મૃત્યુની દીર્ઘનિદ્રાની બહેન જેવી ગાઢ નિદ્રાને પામે.
I