________________
ચૌદમે સગે.
૪૪૫ • સ્વમમાં પણ અસતીપણાની કથાને સ્પર્શ કરનારી થતી નથી. જેમ રત્નના દીવાની શિખા ઘરને મલિન કરતી નથી, તેમ કુળવંત સ્ત્રીઓ કદાપિ પોતાના કુળને મલિન કરતી નથી.
કોઈ ઈન્દ્ર, રાજા, કે દેવથી પણ બીજો મહાન પુરૂષ હોય તે પણ બળાત્કારે સતીઓના શિયળનો લેપ કરવા સમર્થ થઈ શકતો નથી.
શું સિંહના જીવતાં છતાં તેના સ્કંધપર રહેલી કેસરાને ખેંચવા કોઈ સમર્થ થાય છે? અથવા શું સર્પના જીવતાં છતાં તેના મસ્તક પરના મણિને ગ્રહણ કરવા કઈ સમર્થ થાય છે? શું કોઈપણ શૂરવીર શેષનાગના મસ્તક પર રહેલા મણિને, વાઘણના દૂધને કે ચમરી ગાયના પુચ્છને તેના જીવતાં લેવા સમર્થ છે? નથી જ. એ જ પ્રમાણે સતી સ્ત્રીઓ જીવતાં છતાં તેમના જીવનના શ્રેષ્ઠ અલંકારરૂપ શિયળરૂપી માણિકયને લેવા માટે કે પુરૂષ ચતુરાઈને ધારણ કરી શકે તેમ છે ? તે પણ મારા શિયળરૂપી સર્વસ્વને લુંટી લેવા આ ચતુર લંપટ ઈછા કરે છે, તેથી મારે તેને બરાબર શિક્ષા આપવી જોઈએ.”
આ પ્રમાણે વિચાર કરી પિતાના શિયળનું રક્ષણ કરવામાં તત્પર અને સર્વ સતીઓમાં શિરમણિ તે રતિસુંદરીએ પિતાની દાસીઓને કહ્યું કે “તમે તેની પાસે જઈને આ પ્રમાણે કહો કે– સારા સ્વરવાળા! અમારી સ્વામિની સ્નાન, અંગરાગ અને ભોગાદિકની સર્વ સામગ્રીપૂર્વક અદ્દભૂત શૃંગાર સજીને જેટલામાં તારી પાસે આવે ત્યાં સુધી તેણે આપેલા આ મણિમય પલંગને વિષે સુખે કરીને બેસ, તથા મનહર પદાર્થો વડે સંસ્કાર કરેલું તેણીએ આપેલું આ તાંબૂલ તું ગ્રહણ કર, અને આ મુખવાસને આસ્વાદ કર. આવાં આવાં વિવેકવાળાં વચને કહીને તે પુરૂષને બાહ્ય ઉપચારથી પ્રીતિ પમાડવાવડે થોડા વખત પ્રસન્ન કરે; અને આ પ્રમાણેના આદર સહિત સર્વ બાહ્ય ઉપચાર કરીને તેનું વૃત્તાંત મને જણાવજે, પરંતુ તેને આપવાના તાંબૂલમાં આટલું વિશેષ કરે કે–ઘણી તૃષા લાગે તેવા અને ઘણું સુગંધવાળા પદાર્થો તે તાંબૂલમાં ભેળવજે.” આ પ્રમાણે તેમને શિખામણ આપીને ચતુર બુદ્ધિવાળી તે રતિસુંદરી પોતાના આવાસગૃહમાં જઈ પલંગ ઉપર સુખે બેઠી.
તેની દાસીઓ તેણીની શિક્ષા અંગીકાર કરીને ચતુરાઈથી તે જ પ્રમાણે તે પુરૂષની સેવા બરદાસ્ત કરવા લાગી. તેઓના અનેક પ્રકારના મહેર ઉપચારવડે, પ્રીતિ અને વિનય સહિત મધુર વચનેવડે, પગ ધેવા વિગેરેવડે, મણિમય પલંગ ઉપર પાથરેલી તેવા પ્રકારની કમળ તળાઈમાં શયનાદિક કરાવવાવડે અને સર્વ પ્રકારના અદ્ભૂત સુગંધી પદાર્થ મિશ્રિત તાબૂલ આપવાવડે તે સૂરદત્ત અંતઃકરણમાં પ્રસન્ન થઈ સ્વર્ગના
*
Iri
re