________________
ચીને સગે.
“હે સખી! જે તારા પતિની દાન કરવાની ઉત્તમ શકિત હોય તે નિઃશંકપણે મને એક કરોડનું ધન આપે. જે કદાચ તેને એક સાથે સર્વ ધન આપવાની પ્રતીતિ ન આવે તે પ્રથમ અડધો કરોડ મોકલે, અને બાકીનું અડધે કરડ દ્રવ્ય બીજે દિવસે મારે ઘેર આવે ત્યારે સાથે લેતા આવે.” આ પ્રમાણેનું તેણીનું વચન સાંભળી તે માયાવી સ્ત્રીએ હૃદયમાં હર્ષ પામી તેણીનું વચન માન્ય કર્યું. પછી કામને વશ થયેલી તે માયાવીસ્ત્રી પોતાને ઘેર ગઈ અને તરત જ તેણીએ પ્રથમ આપવાને અંગીકાર કરેલું ધન પિતાની દાસીની સાથે મોકલ્યું.
પછી તેણીએ કહેલે દિવસે તે ઔષધિવડે પુરૂષનું રૂપ કરીને અડધો કરોડ દ્રવ્ય લઈ સૂરદત્ત સતીના મહેલના દ્વાર પાસે આવ્યું. તે વખતે તેણે જાતિવંત સુવર્ણ અને માણિકયના અલંકારવડે પિતાનું શરીર શણગાયું હતું અને અત્યંત અદ્દભુત શોભા આપનાર અને હિતકારક સર્વ પ્રકારના વેષને આડંબર કર્યો હતો. આ પ્રકારે જાણે સાક્ષાત્ કામદેવ હોય તેવા તેને જોઈ દ્વારનું રક્ષણ કરનાર દાસીએ જઈને રાણીને તેના સમાચાર આપ્યા, એટલે તે સતીએ તેને અંદર લાવવા કહ્યું. દાસીના કહેવાથી તે સૂરદત્ત તેના દ્વારની મધ્યે રહેલી ચિત્રશાળામાં આવ્યું. તેને દાસીએ આસન પર બેસાડ્યો. તે વખતે તેણે તે દાસીના હાથમાં અડધે કરડ દ્રવ્યનાં રત્નો આપ્યાં. તેના કહેવાથી તે દાસીએ જઈને તે દ્રવ્ય પિતાની સ્વામિનીને આપ્યું. પછી બંને વખતનું ધન એકઠું કરવા માટે રતિસુંદરીએ પહેલું આવેલું ધન પણ દાસીની પાસે ત્યાં મંગાવ્યું. તે સર્વ ધન એકઠું કરીને રતિસુંદરી જુએ છે તો અત્યંત તેજસ્વી અને ડાઘ વિગેરે દોષ રહિત એકલાં રત્ન જ તેણે જોયાં. તે જોઈને રતિસુંદરી કાંઈક હર્ષ પામી તેમજ અત્યંત વિસ્મય પામી અને વિચારવા લાગી કે–
અહો ! આ રત્ન પૂર્વે નહિ જોયેલાં છતાં જાણે પૂર્વે જેયાં હોય એમ ભાસે છે. બરાબર યાદ આવે છે કે–આવાં આકારવડે, જાણે સૂર્યમંડળથી પ્રાપ્ત થયા હોય તેવા ગાઢ પ્રસરતા તેજના સમૂહવડે અને બીજા પણ સ્નિગ્ધત્વાદિક અનેક ગુણો વડે યુક્ત એવા જે રત્નસમૂહને મેં મારા પતિ પાસે જે હતું, તે જ આ રસમૂહ દેખાય છે. તેવા જ વર્ણાદિક ગુણવાળા આ સર્વ સારભૂત રને જાણે તેજ સમૂહમાંથી
અહીં આવ્યાં હોય એમ મને ભાસે છે; તેથી મારા પતિએ જ મને બોલાવવા માટે પિતાના કેઈ પુરૂષને ઘણાં રને આપીને અહીં મોકલ્યો હોય તેમ જણાય છે.
તેમના આપેલા રત્ન લઈને કોઈ પણ તેને સુભટ અહીં આવ્યું હોય અને મને
i
s
\
\\\
'હે