________________
Mw ,
પીએસ, જનને પ્રસન્ન કરતા અને મારી સાથે વિષયસુખને અનુભવતાં તેણે અહીં ઘણો કાળ નિર્ગમન કર્યો છે. હમણાં તેણે મને કહ્યું કે હું તીર્થોને વિષે શ્રીજિનેશ્વરેને વંદન કરીને આવું છું, તું અહીં રહેજે.” એમ કહીને તે મને ઘણું વૈભવ સહિત અહીં મૂકીને ગયા છે, અને હજુ આવ્યા નથી. આ ઘરમાં પહેલાં કઈ પરદેશી માણસ રહેતા હત, તે જ્યારે પરદેશ ગયે, ત્યારે તે ઘરમાં મને મારા પતિએ રાખી છે. મારા પતિએ મારા ઘરમાં પુષ્કળ ધન મૂક્યું છે, તેથી પરિવાર સહિત હું લાંબા સમયથી સુખે રહુ છું, કલ્યાણને ભોગવું છું અને શિયળના સુગંધવડે સૌભાગ્યને અનુભવું છું.” આ પ્રમાણે તેણીને વૃત્તાંત સાંભળી તે રાજપત્નીએ કહ્યું કે—
હે ભદ્ર! આપણે બને સમાન દુઃખવાળી અને એક જ ધર્મવાળી છીએ, તેથી આપણું બન્નેનું અહીં સખીપણું છે. હવે હે સખી ! તારે હંમેશાં અહીં મારી પાસે આવવું, સુખેથી રહેવું અને સારી કથા વિગેરેવડે મારા મનને વિનદ આપ.” આ પ્રમાણે રતિસુંદરીની વાણીવડે હર્ષ પામેલી તે માયાવી સ્ત્રી હંમેશાં તેણીને ઘેર જવું આવવું કરવા લાગી; તથા પિતાને ઘેર આવીને પુરૂષવેષે સમગ્ર ચેષ્ટા કરવા લાગી. તે રતિસુંદરીના મનહર રૂપને સંભારી સંભારીને તથા તેણીને ઘેર જાય ત્યારે સાક્ષાત્ તેણીનું રૂપ જોઈ જોઈને તે સૂરદત્ત પુરૂષ હોવાથી અધિકાધિક કામદેવની પરાધીનતાને પામવા લાગ્યો.
હવે તે સૂરદત્ત ચિત્તમાં વિચાર કરવા લાગે કે –“શું એવું મારું કર્મ હશે કે જેથી એકવાર પણ આ રતિસુંદરીના સંગમનું સુખ મને પ્રાપ્ત ન થાય ? ” આવા આવા વિચારથી તેણીના સંગમના મનોરથવાળી તે માયાવી સ્ત્રી તેણીને જ ઘેર ઘણે વખત રહેવા લાગી, અને વિવિધ પ્રકારની કળાઓવડે તેણીના મનને અધિકાધિક હર્ષ આપવા લાગી.
તેમજ ધર્મકથા કહેતી વખતે ઉત્કૃષ્ટ રસને વિસ્તારતી તે વચ્ચે વચ્ચે કામકથા પણ કહેવા લાગી. તેથી ક્ષીરનું ભજન કરનારાને પણ જેમ વચ્ચે વચ્ચે શાક, દાળ વિગેરે અન પણ ખાવાની રૂચિ થાય, તેમ અથવા તે હંમેશાં અંતકાંત આહાર કરનારા મુનિઓને પણ કઈ વખત ક્ષીરના આહારની રૂચિ થાય તેમ તે માયાવીસ્ત્રીની કામક્તિવડે યુક્ત ધર્મના અર્થવાળી વાણી પણ અનુક્રમે તે રતિસુંદરીને રૂચિકર થવા લાગી.
તે માયાવી એ રમણીય, પ્રશંસા કરવા લાયક, ધર્મના તત્ત્વ સહિત, રુચિવાળા અને ઉચિત વચનેવડે તે રતિસુંદરીના મનને ધીમે ધીમે રસવડે વૃદ્ધિ પમાડ્યું. જેમ જેમ તેની વાણુ વડે તે રાણી હૃદયમાં પ્રસન્ન થવા લાગી, તેમ તેમ તે રાણી તેને અધિક