________________
૩
શ્રી જયાનઢ કેવળી ચરિત્ર જવા ઈચ્છું છું. કેમકે એને સાથે લઇ જતાં કદાચ મને માર્ગમાં કાંઈ પણ પ્રતિમધ થાય. તે હેતુથી હું તેણીને અહી મૂકીને જાઉં છું. તા તેણીને મારી સાથેની પ્રીતિને લીધે તું હંમેશાં અહીં આવી વાતા કરી આનંદ આપજે.'' તે સાંભળી દાસી તેનાં વચનને અંગીકાર કરી પેાતાને સ્થાને ગઈ.
ત્યારપછી તે બુદ્ધિમાન સરદત્તે રાજાની આપેલી ઔષધિવડે સ્ત્રીરૂપ ધારણ કર્યું. સ્ત્રીના રૂપને ધારણ કરનાર તે સૂરદત્ત પેાતાના સ્થાને જ રહ્યો હતો, તેટલામાં બીજે દિવસે દાસી તેની સાથે વાણીથી બધાઈ હતી, તેથી તેની પાસે આવી અને વાદ કરવા લાગી. તે રીતે હમેશાં આવીને તે દાસી તેણીને આનંદ આપતી હતી. સ્ત્રીરૂપ સૂરદત્ત દિવસે તે દાસીની સાથે વાતેા કરી દિવસ નિગમ ન કરતા હતા અને શત્રે મધુર સ્વરે જૈનધમ સંબધી ગીતા ગાતા હતા.
આ પ્રમાણેના તેણીના ધ સબધી ગીતે સાંભળી તેણીના મધુર સ્વરવડૅ રતિસુંદરી ઘણી પ્રસંન્ન થઈ, તેથી તેણીએ પોતાની દાસીને પૂછ્યુ કે આ પાડોશના ઘરમાં રહેલી કઈ સ્ત્રી રાજ ગાયન ગાય છે?” દાસીએ કહ્યું કે—“ હે માતા ! તે કાઈક ધનિકની પ્રિયા છે, તેણીના ભર્તાર પરદેશ ગયા છે, તેથી તે ગીતાકિવડે પેાતાના આત્માને વિનેદ આપે છે. આથી વધારે તેણીની હકીકત હું જાણતી નથી. ” આ પ્રમાણે દાસીએ કહ્યુ, ત્યારે તે શ્રીજયાનંદ રાજાની રાણી રતિસુ દરીએ હર્ષ પામી દાસીદ્વારા જ તે સ્ત્રીને પોતાની પાસે બેલાવી. એટલે તે માયાવી સ્ત્રી પણ અંતઃકરણમાં હર્ષ પામીને તરત જ તેની પાસે આવી અને તેને પ્રણામ કરી દાસીએ આપેલા આસનપર બેઠી. દુ:ખે કરીને પણ પામી ન શકાય તેવું સ્થાન પામીને તથા તે રાણીનુ અદ્ભુત રૂપ જોઈને તે માયાવી સ્ત્રી અત્યંત હર્ષોં તથા વિસ્મય પામી અને તત્કાળ કામથી વ્યાપ્ત થઈ ગઈ; તેા પણ ચતુરાઈથી તેણીએ તેવા પ્રકારના પેાતાના આકાર ગોપવી દીધા અને જાણે સંચાગિની હાય તેમ શાંત મૂર્તિ ધારણ કરીને રહી.
રતિસુ દરીએ કુશળવાર્તાના પ્રશ્નાદિકવડે સન્માન કરીને તેણીનુ સમગ્ર સ્વરૂપ પૂછ્યુ કે હે મહેન તું કાણુ છે ? હે કલ્યાણવાળી ! તું આટલે લાંબે કાળ કાં રહી હતી ? અને તારૂં પાણિગ્રહણ કાણે કર્યુ છે? ઈત્યાદિ સર્વ હકીકત કહે. ” ત્યારે માયાવી સ્ત્રીએ જવાબ આપ્યા કે
“હે સખી ! મારૂં સ્વરૂપ તમે સાંભળે.—હુ એક રાજપુત્રી છું. મને આનંદથી એક વિદ્યાધર પરણ્યા છે, તે અહીં માત્ર લીલાથી જ આવીને રહેલ છે. ધનવડે યાચક
M