________________
કપ
થીમ સગે. રજેદ્ર પ્રથમ પૂર્વ દિશા તરફ ચાલ્યા. અનુક્રમે માગને ઓળંગતા તે રાજા પૂર્વ દિશાના સમગ્ર રાજાઓને જીતી પૂર્વસમુદ્રને કાંઠે જઈ પહોંચ્યા.
ત્યાં કલિંગ, બંગાલ, પાંચાલ વિગેરે દેશના રાજાઓને અનુક્રમે જીતી તે તે સ્થાને યશના સ્તંભ સ્થાપન કર્યા. મહેંદ્રનાથ વિગેરે અનેક રાજાઓ પાસે તેણે બળાત્કારે પિતાની આજ્ઞા ગ્રહણ કરાવી, એટલે તેઓ દંડ તરીકે મોટાં ભેટણ આપી તેમની આજ્ઞાને માનવા લાગ્યા. તાંબૂલ, એલચી અને સેપારી વિગેરે અનેક પ્રકારના વૃક્ષોવડે શોભતા સમુદ્રના વેળાટને માર્ગે ચાલી તે રાજા દક્ષિણ દિશામાં ગયા. ત્યાં કાબેરી નદીના જળથી સિન્યને સુખ ઉપજાવી તેણે પાંડેયાદિક રાજાઓને જીત્યા, એટલે તેમણે હર્ષથી તામ્રપણ નદીના અને સમુદ્રના સારભૂત મુક્તાફળ વિગેરે ઉત્તમ વસ્તુઓ રાજાને ભેટ કરી. ત્યાંથી તેના સિનિકોએ લાખો જાતિવંત અશ્વો, હજારે ઉત્તમ હાથીઓ, ચંદન, એલાયચી અને મરી વિગેરે ઘણી વસ્તુઓ ગ્રહણ કરી. - પછી દર્દર, મલય અને સહ્ય એ પર્વતને તેમજ કેરલ વિગેરે દેશને ઓળંગી તે રાજા પશ્ચિમ દિશામાં ગયા. ત્યાં પણ તેમણે સાંખ્યાદિક જાતિમાં ઉત્પન્ન થયેલા પારસિકાદિક રાજાઓની સાથે યુદ્ધ કરી તેમને વશ કરી લીધા, એટલે તેઓએ સારભૂત સર્વ ઉત્તમ ઉત્તમ વસ્તુઓની ભેટ કરી. પશ્ચિમ દિશામાં જવાથી સૂર્ય પણ મંદ તેજવાળે થાય છે, પરંતુ આ રાજા તો કઈ નવીન સૂર્ય હતા, કે જેથી તે પગલે પગલે મહા તેજસ્વી થતા હતા.
પછી શત્રુનું મંથન કરનાર તે કુમારરાજે અનુક્રમે ઉત્તર દિશાને પણ સાધી. ત્યાં હણ અને કાંબોજ વિગેરે દેશના રાજાએ તેની સાથે યુદ્ધ કરતાં પરાભવ પામ્યા. તેથી તેમણે સારભૂત હાથી, અશ્વ, દ્રવ્ય વિગેરે ઉત્તમ સામગ્રીની તેમની પાસે ભેટ મૂકી, તેમને નમસ્કાર કરી તેમની સેવા કરવાનું અંગીકાર કર્યું. પછી હિમાચલ પર્વત સુધીના કૈલાસ વિગેરે પર્વતના રાજાઓને જીતી લીધા. આ રીતે સર્વ શત્રુઓને પરાભવ કરી તે કુમારરાજ ત્રણ ખંડના અધિપતિ થયા. આ પ્રમાણે પરાભવ પામવાથી નમેલા સર્વ રાજાઓ અને મેટા સિન્ય સહિત કુમારરાજે સુખેથી પાછા વળી મોટા ઉત્સવ પૂર્વક પિતાના નગરમાં પ્રવેશ કર્યો. ( આ પ્રમાણે ત્રણ ખંડને સાધી તે શ્રીજયાનંદ કુમારરાજ પિતાના નગરમાં આવ્યા. ત્યાં સર્વ રાજાઓએ અને સર્વ વિદ્યાધરરાજાઓએ મળીને દેવે જેમ ઇદ્રને
૧ આ શાશ્વત સુલ હિમવંત પર્વત સમજવો નહી. "