________________
શ્રી જયાનદ કેવળી ચરિત્ર
અનુક્રમે ત્યાં જઇ રાજાએ યથાયોગ્ય પૂજાદિકવડે સ તાપસાને પ્રસન્ન કર્યાં, તેમની પ્રિયા તાપસસુંદરી તેમને જોઇને રૂદન કરવા લાગી, તેણીને રાજાએ આશ્વાસન આપ્યું. પછી જ્ઞાનવડે તે તાપસાના વ્રતગ્રહણના સમય જાણી, તેમના ઉપર અનુગ્રહ કરવા માટે શ્રી હેપ્રભુ નામના ગુરૂ મહારાજ ત્યાં પધાર્યા. તે વખતે તે હેમજટ વિગેરે તાપસેાએ તે ગુરૂની પાસે ચારિત્ર ગ્રહણ કર્યું અને ગિરિચૂડ દેવે તથા શ્રીજયાન ંદ રાજાએ તેમને દીક્ષા મહાત્સવ કર્યો, પછી તે ગુરૂને નમસ્કાર કરી તથા તે તાપસ મુનિઓની પ્રશ’સાકરી શ્રીજયાનંદ રાજા તાપસસુંદરીને લઈને જલ્દીથી લમીપુર
૩૪
નગર તરફ ચાલ્યા.
મેાટા આડ'બરથી અસંખ્ય સૈન્યવડે આકાશને બ્યાસ કરીને આવતા તેમને જોઈને શ્રીવિજય રાજા શત્રુના સૈન્યની શંકા થવાથી યુદ્ધની સામગ્રી સહિત ઉદ્યાનમાં આવ્યા. તેટલામાં મેકલેલા બે વિદ્યાધરાએ તે રાજાની પાસે આવી તેમને પુત્રનુ` આગમન નિવેદન કરી વધામણી આપી. પુત્રનુ` આગમન અને તેની આવી મેાટી સમૃદ્ધિ જોઈ હર્ષ અને આશ્ચર્યથી વ્યાપ્ત થયેલા રાજાએ તેમને ઉચિત દાન આપ્યું. પછી તે રાજા હાથી ઉપરથી નીચે ઉતરી જેટલામાં પુત્રની સામે ચાલ્યા, તેટલામાં પ્રિયાએ અને ખેચા સહિત કુમારરાજે વિમાનમાંથી નીચે ઉતરી ઉત્ક...ઠાપૂર્ણાંક પિતાને નમસ્કાર કર્યાં. શ્રીવિજય રાજાએ તેને આલિંગન આપ્યું. અને પરસ્પર કુશળ પ્રશ્નની વાત કરી હું પામ્યા.
પછી સ્વર્ગોમાં ઇંદ્ર અને જયત પ્રવેશ કરે તેમ તે પિતા પુત્રે નગરમાં પ્રવેશ કર્યાં. મહેલમાં જઈ પ્રિયાએ સહિત કુમારે મ!તાને નમસ્કાર કરી જે હુ આપ્યા તે હુ ને તે પાતે જ જાણતી હતી. ‘ સ્ત્રીઓને આવા પુત્ર જેવા બીજો કોઈ મહાત્સવ જ હાતા નથી. ’ પછી તે કુમારરાજે પોતાની પ્રથમની અને પછીની સસ્રીઓને જેમ ચંદ્ર કુમુદિનીને કરણેાવડે વિકસ્વર કરે તેમ સ્નેહવાળા વચવડે આનંદ આપ્યા. પછી અવસરે વિદ્યાધર રાજા પવનવેગે શ્રીવિજય રાજા વિગેરે સર્જે સભા સમક્ષ કુમારરાજનું સ` વૃત્તાંત યથાર્થ પણે કહી સંભળાવ્યું, તે સાંભળી વિશ્વને ચમત્કાર કરનાર અને વડે મનેાહર એવા તે વૃત્તાંતથી સવ સભાસદો હુ અને આશ્ચય પામી તે કુમારરાજની સ્તુતિ કરવા લાગ્યા.
ત્યારપછી દક્ષિણ ભરતાના મધ્ય ખંડમાં જે રાજાઓને પ્રથમ સાધ્યા નહાતા તેમને તથા બે બાજુના અને ખડોના સમગ્ર રાજાઓને જીતવાના તે રાજાધિપે પ્રયત્ન શરૂ કર્યાં. ગર્જના કરતી વેળા વડે સમુદ્રની જેમ ગના કરતી મોટી સેનાવડે તે