________________
પૌતમ સગામધ્ય રાત્રિને વિષે શ્રીજયાનંદ રાજા નિદ્રામાં હતા, તે વખતે તેમને કઈ દેવે આવીને
- “હે રાજા ! ઊંઘો છો કે જાગે છે?ત્યારે રાજાએ કહ્યું કે –“જાગુ છું.” એટલે તે દેવે કહ્યું કે–“તમે જેને પ્રતિબંધ પમાડ્યું હતું, તે ગિરિચૂડ નામને હું દેવ છું; તે હે રાજા ! જે કારણે હું અહીં આવ્યો છું, તે તમે સાંભળો
તમે જે તાપસને પ્રતિબંધ કરી શ્રાવકધર્મ અંગીકાર કરાવ્યો હતો, તે તાપસો ત્યાં આવેલા શ્રી હેમપ્રભ નામના ગુરૂની પાસેથી ધર્મદેશના સાંભળીને અત્યંત સંવેગ પામ્યા છે. તેથી તેઓ ચારિત્ર લેવા તૈયાર થયા છે. પરંતુ તે તાપસોને પતિ તાપસસુંદરીના પ્રતિબંધથી ચારિત્ર લઈ શકે તેમ નથી અને તેના પ્રતિબંધથી બીજા સર્વ તાપસ પણ ચારિત્ર લેવા શક્તિમાન થાય તેમ નથી. તે હે રાજા! તમે ત્યાં જલદીથી આવીને તમારી પ્રિયા તાપસુંદરીને લઈ જાઓ. તેને તમે લઈ જશે એટલે તેઓ ધર્મના અંતરાય રહિત થવાથી સુખપૂર્વક ચારિત્રને ગ્રહણ કરશે. તેમજ તેવી નિરપરાધી પ્રિયાને વિયોગનું, દુઃખ પણ દૂર થશે. તેને હવે વિયેગમાં રાખવી તે તમને યોગ્ય નથી. તે તાપસે એ ત્રણ ઉપવાસ કરીને મારું આરાધન કરી મને તમને બોલાવવા માટે અહીં એક છે. અને મેં જ્ઞાની ગુરૂની વાણીથી તમને અહીં રહેલા જાણ્યા છે, તેથી અહીં આવી મેં તમને આ વાત જણાવી છે. ” ( આ પ્રમાણે કહી તે દેવ અદશ્ય થયો, એટલે રાજા તે પ્રિયાના શ્રેષ્ટ ગુણોનું સ્મરણ કરી તથા માતા-પિતાને પણ સંભારી તેમને મળવા માટે જવાને ઉત્કંઠિત થયા. પછી પ્રભાત થયું એટલે મુખ્ય મુખ્ય વિદ્યાધરને બોલાવી તેમની સાથે વિચાર કરી શ્રી જયાનંદ રાજાએ ચકાયુધના મોટા પુત્ર ચકવેગને ગગનવલભના રાજ્યપર સ્થાપન કર્યો. અને તેને ઉત્તર શ્રેણિને અધિપતિ બનાવ્યું. તથા તેના બીજા ભાઈઓને યેગ્યતા પ્રમાણે બીજા નગરો આપ્યાં.
પછી પવનવેગને દક્ષિણ એણિન નાયક બનાવ્યું. “અત્યંતર સેવક ઉપર સ્વામીએ અધિક પ્રસન્ન થાય જ છે. ” શ્રીજયાનંદ રાજાએ કેટલાએકને તેમના પ્રથમના ગરાસો પાછા આપ્યા અને કેટલાકને નવા ગરાસો આપ્યા, એ રીતે કરવાથી તેમણે સર્વને હર્ષિત કર્યા. “ઉચિતતા એજ હર્ષનું નિધાન છે.” પછી વિરોધી વિદ્યાધરને ખમાવી તથા મિત્ર વિદ્યાધરની રજા લઈ શ્રી જયાનંદ રાજા સર્વ પ્રિયાઓને સાથે લઈને અસંખ્ય સૈિન્ય સહિત મોટા વિમાનમાં આરૂઢ થયા. જુદા જુદા વિમાનમાં બેઠેલા ચક્રવેગ અને પવનવેગ કરેડો વિદ્યાધર રાજાઓ સહિત તે તાપસેના આશ્રમ તરફ ચાલ્યા.
જ-૫૫