________________
*૩*
શ્રી જયાનંદ કેવળી ચરિત્ર અભિષેક કરે તેમ તેમને અર્ધ ચક્રવતી પણાના અભિષેક કર્યાં. આ પ્રમાણે અભિષેકના ઉત્સવો સંપૂર્ણ થયા, ત્યારે તે કુમારરાજેન્દ્રે પ્રસન્ન થઈ ચેાગ્યતા પ્રમાણે સને રાજ્ય અને ગરાસ વિગેરે આપ્યું. સર્વ રાજાઓએ શ્રેષ્ઠ ગુણવાળી હજારા કન્યાએ તેમને આપી, તે સ`ને તે પરણ્યા. · સ નદીઓનુ' સ્થાન સમુદ્ર જ હાય છે. ' તે સ કન્યાએમાં જે મનહર રૂપવાળી કન્યાઓનુ` તેમણે પાણિગ્રહણ કર્યુ હતુ તે સ મુખ્ય પટ્ટરાણીઓ થઈ. તેમને તથા બીજી સ પ્રિયાએને રાજાએ ચોગ્યતા પ્રમાણે પરિવાર અને ગરાસ વિગેરે આપ્યું. પછી રાજાએ ચક્રવેગ વિગેરે વિદ્યાધર રાજાઓના સત્કાર કરી વિદાય કર્યા; એટલે તે સર્વ શ્રીજયાનંદરાજાનું સેવકપણું સ્વીકારી પાતપેાતાના રાજ્યમાં ગયા.
હવે શ્રીજયાનંદ રાજાને હારા પ્રિયાએ સેવતી હતી, તે પણ હૃદયમાં રતિસુંદરી પ્રિયાનું સ્મરણ થવાથી તેને કાંઈ પણ પ્રીતિ ઉત્પન્ન થતી નહાતી; છતાં તેણીની માતા ગણિકા હોવાથી તેણીના સતીવ્રત વિષે તેને કાંઈક શંકા હતી. વળી ઘણા કાળથી તેને ત્યાગ કર્યાં હતા, તેથી પરીક્ષા કર્યા વિના તેણીને લાવવાની તેમને ઈચ્છા થતી નહાતી. શ્રીજયાનંદરાજાને સૂદત્ત નામના એક મિત્ર હતા, તે રૂપ, લાવણ્ય, કળા અને યુવાવસ્થાથી શાભતા હતા અને અભ્યંતર વિશ્વાસનું સ્થાન હતા. તેને તેમણે કહ્યું કે—
તિસુંદરીના સતીપણાની સારી રીતે પરીક્ષા કરીને તું અહીં લઈ આવ.” એમ કહી તેને ઘણું દ્રવ્ય આપી આકાશગામી પલ્પકમાં બેસાડી વિદાય કર્યો. તે સૂરદત્ત પણ અનુક્રમે રત્નપુર નગરમાં ગયા. ત્યાં ધનવડે સર્વ પિરવાર મેળવી રતિમાલાના ઘર પાસે એક ઘર ભાડે લઈ ને રહ્યો. પછી તેણે વિચાર કર્યો કે
66
“ અહા ! સ્વામીના રાગ અસ્થાને જણાય છે; કેમકે ગણિકાની જાતિમાં શિયળ કચાંથી જ હાય ? તેથી તે રતિસુદરીને તે હું એક ક્ષણવારમાં જ' સતીપણાથી ભ્રષ્ટ કરીશ.” એમ વિચારી તેણે રતિમાલાની એક દાસીને ધનના દાનવડે વશ કરી પૂછ્યું કે તારી સ્વામિનીના ઘરમાં કોઈ પુરૂષવનું ગમનાગમન કેમ દેખાતું નથી ? ત્યારે દાસી ખેાલી કે—
શ્રીવિલાસ નામના કોઈ કુમાર અમારી સ્વામિનીની રતિસુ ંદરી નામની પુત્રીને પરણી ગયા છે, તે લગ્નમહાત્સવમાં અહીંના રાજાએ તેને આઠ નગર આપ્યાં છે. તે આઠે નગર તે કુમારે રતિસુંદરીને આપ્યાં છે. પછી તેણીની સાથે કેટલેક વખત ભેગ
૧ આ અર્ધચક્રીપણ વાસુદેવ રૂપ ન સમજવા,
66