________________
ચૌદમા મગ
૪૧
પુત્રાજ ચાગ્ય છે. વળી હું દૂર રહ્યા છતાં પણ તમારી જેમ તેમનું રક્ષણ કરીશ. ’” આ પ્રમાણેનાં તેમનાં વચન સાંભળી ખેચરેશ્વર મેાલ્યા કે—
“ આ પુત્રાને પણ મેં તમારા ખોળામાં જ મૂકત્રા છે, અને આ રાજ્ય પણ તમને જ આધીન કરૂ છું. તે પણ તેમને તમારી ઈચ્છા પ્રમાણે આપે!. મેં કાઈકની પાસેથી સાંભળ્યું હતું કે ‘તમે આ વૈતાઢય પર્યંત સહિત અ ભરતક્ષેત્રના નાયક થશે. એમ જ્ઞાનીઓએ કહ્યુ છે. ’ તેથી તમને આ રાજ્ય ઉપર અભિષેક કરી મારૂં મનવાંછિત કરવાને હું ઈચ્છું છું. તમે મારી પ્રાનાના ભંગ કરશે! નહિ અને મને ધર્માંમાં વિઘ્ન કરશે નહિ.
,,
આવાં તેમનાં વચન સાંભળી શ્રીજયાનદ રાજાએ મૌન ધારણ કર્યું, અને ખેચરચક્રીએ અધિકારીએ પાસે અભિષેકની સવ સામગ્રી તૈયાર કરાવી ત્યારપછી પવનવેગ વિગેરે કરાડા વિદ્યાધરા સહિત ખેચરચક્રીએ શ્રીજયાનંદ રાજાને મણિમય સિંહાસનપર બેસાડયા, અને ચક્રીપદને વિષે જેમ ચક્રવર્તીના અભિષેક કરે તેમ મહિમાવર્ડ ઇંદ્રની લક્ષ્મીના વિસ્તારને જીતનારા એવા અત્યંત મોટા ઉત્સવો પૂર્ણાંક શ્રીજયાનંદ રાજાને પોતાના રાજ્યપર સ્થાપવારૂપ અભિષેક કર્યાં.
પછી તે ખેચરચર્ડીએ શ્રીજયાનંદ રાજાને પેાતાના ચક્રવેગ નામનેા રાજ્યને લાયક પહેલા પુત્ર, બીજા સવ પુત્રા, સ` ખજાના અને સૈન્ય વગેરે અણુ કર્યુ.. પછી ખેચરચક્રી અને બીજા સર્વ વિદ્યાધરાએ શ્રીજયાનંદ રાજાને પ્રણામ કર્યા, તે વખતે તે રાજા જાણે ઇંદ્રની ખીજી મૂર્તિ હાય તેવા શાભવા લાગ્યા.
ત્યારપછી ખેચરચક્રી ચક્રાયુષે શ્રીજિનેશ્વરાના ચૈત્યાને વિષે અઘ્યાહિકા મહોત્સવ કર્યાં, ચતુર્વિધ સંઘની યથાયાગ્ય પૂજા કરી, દીન જનાને વાંછિત દાન આપી દીનતા રહિત કર્યો, એક માસ સુધી અમારીની ઘેાષણા કરાવી, પેાતાની સાથે દીક્ષા લેવાની ઈચ્છાવાળા વિદ્યાધરાનાં વિશ્નોને દૂર કરી તેમને ઘાષણા વિગેરે વડે દીક્ષામાં સજ્જ.કર્યા. તે વખતે તેમની સાથે મેટી સમૃદ્ધિવાળા આઠ હજાર ખેચર રાજાએ, તથા સાળ હજાર ખેચરીએ દીક્ષા ગ્રહણ કરવા તૈયાર થઈ. ત્યારપછી જેમ ઈંદ્ર તીર્થંકરના દીક્ષામહાત્સવ કરે તેમ ચક્રવેગાદિક સહિત શ્રીજયાનંદ રાજાએ તેમના દીક્ષામહાત્સવ કર્યાં.
દીક્ષા લેવાના દિવસે ખેચરચક્રી પ્રાતઃકાળે માંગલિક સ્નાન કરી, દેવશ્ય વસ્ત્રા પહેરી, સ` અલંકારાવડે ભૂષિત થઈ સાથે દીક્ષા લેનારા વિદ્યાધરાક્રિક સહિત મેટા વિમાનપર આરૂઢ થયા. ચંદ્રબિંબની કાંતિ જેવું ઉજવળ છત્ર તેમના મસ્તકપર ધારણ