________________
શ્રી જયાન કેવળી ચરિત્ર પ્રમાદ કરીશ નહિ અને મોહ પામીશ નહિ. કારણ કે તે નિયમોને શ્રીજીનેશ્વર પરમાત્માએ વિરતિરૂપ જ કહ્યા છે, તથા તે નિયમ ધર્મના રહસ્યભૂત છે અને ધર્મનું નિર્દોષ -બીજ કારણ છે. કેમકે તે નિયમોનું પાલન કરવાથી પુણ્યાનુબંધી પુણ્યના કાર્ય અને કારણ પણાને પામી પરિણામે કર્મક્ષયના કારણરૂપ પણ થાય છે. હે રાજરાજેદ્ર! એવા નિયમો જ મોક્ષ સુધીની કલ્યાણલક્ષ્મીને, સંપત્તિ અને સુખને આપનાર છે, તેથી તું પ્રસન્ન ચિત્તે નિશ્ચયપણે તેની આરાધના કરજે.” આ પ્રમાણે આચાર્ય ભગવંતના મુખથી સાંભળી ફરીથી તેઓશ્રીને પ્રણામ કરી તે રાજાએ નમ્રતાથી પૂછયું કે- “હે પ્રભુ! આ ભવમાં કર્મક્ષય કરવામાં સમર્થ એવી સર્વવિરતિને હું ગ્રહણ કરી શકીશ કે નહિ?ત્યારે સૂરિ મહારાજે પણ જ્ઞાનના અતિશય વડે તેના ભવનું સ્વરૂપ જાણીને કહ્યું કે–“હે રાજા ! ભેગના ફળવાળા કમને ભોગવીને પછી તું સાધુ. ધર્મ અંગીકાર કરીશ.” તે સાંભળી રાજાએ હર્ષ પામી તે નિયમો અને ગુરૂનો ઉપદેશ યથાયોગ્યપણે અંગીકાર કર્યો.
ત્યારપછી વિદ્યાધરીકીએ ગુરૂને નમસ્કાર કરી વિનંતિ કરી કે–“હે ભગવાન ! તમારી વાણીથી હું પ્રતિબંધ પામ્યો છું, અને પહેલાં પણ પરાભવ પામવાથી રાજ્યભોગને વિષે મારી બુદ્ધિ કાંઈક વિરક્ત થઈ છે, તેથી તમારી પાસે જ હું પ્રવજ્યા ગ્રહણ કરવા ઈચ્છું છું, માટે જ્યાં સુધી હું મારા રાજ્યની વ્યવસ્થા કરીને આપશ્રીની પાસે આવું
ત્યાં સુધી મારાપર અનુગ્રહ કરવાની ઈચ્છાથી આપ અહીંજ રહેજે.” આ પ્રમાણે તેણે વિનંતિ–કરી; તે આચાર્યભગવંતે-સ્વીકારી. પછી તે વિદ્યાધરચકી, શ્રી જયાનંદ રાજા અને બીજા સર્વે લેકે આચાર્ય ભગવંતને-નમસ્કાર કરી હર્ષ પામતા પિતાને સ્થાને ગયા.
હવે વિદ્યાધર ચક્રીએ મંત્રી વિગેરેની સાથે વિચાર કરી શ્રી જયાનંદ, રાજાની પાસે જઈ તેમને નમ્રતાપૂર્વક કહ્યું કે–“મારે પરાજય કરવાના પરાક્રમથી તમે આ વૈતાઢ્ય પર્વતનું રાજય પ્રાપ્ત કર્યું છે, માટે આજે તમે તેને રાજ્યાભિષેક અંગીકાર કરે.” ત્યારે શ્રીજયાનંદ રાજાએ કહ્યું કે
હું મારા રાજ્યની લમીથી જ સંતુષ્ટ છું, મારે વૈતાઢયના રાજ્યનું કાંઈ પણ પ્રોજન નથી. તેથી આ તમારું રાજ્ય તમારા પુત્રને આપો. પિતાના રાજ્યને માટે
૧. નિયમ હોય તે જ પુણ્યાનુબંધિ પુણ્યરૂપ કાર્ય નીપજે છે, અને પુણ્યાનુબંધિ પુણ્ય હોય તેજ નિયમનું પ્રણ અને પાલન થઈ શકે છે, માટે નિયમજ પુણ્યાનુબંધિ પુણ્યનું કારણ અને કાર્ય બને બને છે.