________________
૪૨૯
ચૌદમે સગે. ધર્મમાં સમકિત, અરિહંતની પૂજા, ગુરૂપૂજા, સંઘપૂજા, તપ, અણુવ્રત, છ આવશ્યક અને બાર ભાવનાઓનો સમાવેશ થાય છે. હે ડાહ્યા પુરૂષે ! આ બેમાંથી કઈ પણ એક ધર્મને વિષે તમારી શક્તિ પ્રમાણે યત્ન કરે.
કેમકે તે ધર્મ જ શીધ્રપણે ભવરૂપી શત્રુના મર્મસ્થાનને વીંધનાર છે. અનંતા ભમાં ભમી ભમીને દુઃખે કરીને પામી શકાય એવી મનુષ્યભવાદિક સામગ્રીને કોઈપણ પ્રકારે પામીને કયો બુદ્ધિમાન પુરૂષ આ ધર્મ ગ્રહણ કરવામાં ને પાળવામાં આળસ કરે ? શું મરણને જીત્યું છે? શું મનની પીડાના સમૂહે નષ્ટ થયા છે? શું વ્યાધિઓ પણ ફરીથી નહિ આવે એવી રીતે નિવૃત્તિ પામી છે ? કે શું દુર્ગતિમાં ભેગવેલાં દુઃખ ફરીને પ્રાપ્ત નથી થવાનાં ? કે જેથી વિષયાદિકમાં આસક્ત થયેલ પ્રાણી ધર્મમાં આળસુ થાય છે?”
આ પ્રમાણે વિસ્તારથી શ્રી આચાર્ય ભગવંતના મુખથી ધર્મદેશના સાંભળીને પ્રતિબોધ પામેલા ઘણા ભવ્ય પ્રાણીઓએ વિવિધ પ્રકારનાં ધર્મ અંગીકાર કર્યા. પછી આચાર્ય ભગવંતને નમસ્કાર કરી શ્રી જયાનંદ રાજાએ કહ્યું કે–“હે પૂજ્ય ! હું હમણાં અતિ દુષ્કર યતિધર્મ અંગીકાર કરવા શક્તિમાન નથી. મેં પહેલેથી જ ચાર અણુવ્રત સહિત સમકિત ગ્રહણ કરેલું છે, અત્યારે રાજ્યગને લાયક આ પ્રમાણેના નિયમને હું અંગીકાર કરું છું.
હમેશાં શ્રી જિનેશ્વરદેવની અષ્ટપ્રકારી પૂજા કરીને જ ગુરૂનો વેગ હોય તો તેમને વાંદીને જ તથા સાધાર્મિક શ્રાવકોને સત્કાર કરીને જ મારે ભેજન કરવું. અષ્ટમી અને
ચતુર્દશી વિગેરે મોટા પર્વને દિવસે આરંભાદિકનો ત્યાગ કરી હું બ્રહ્મચર્યને ધારણ ' કરીશ, તથા ચિત્ર માસમાં અને સર્વ અઠ્ઠાઈ એના દિવસોમાં અમારી પળાવીશ. શ્રી જિનેશ્વરદેવના હજારો પ્રાસાદે તથા તેમનાં બિંબ કરાવીશ, અને જ્ઞાનનાં ઘણાં પુસ્તક લખાવીશ. જ્યારે જ્યારે શ્રી ચતુર્વિધ સંઘને યોગ થશે ત્યારે ત્યારે તેમની વિધિ પ્રમાણે પૂજા કરીશ, શ્રાવક પાસેથી હું કઈ જાતને કર ગ્રહણ કરીશ નહિ, અને દીન હીન જનોને દાન આપીશ, બીજા પણ ધર્મકાર્યો હું કરીશ, અને શ્રી અરિહંત પરમાત્માના શાસનની ઘણે પ્રકારે પ્રભાવના કરીશ.”
આ પ્રમાણે કુમારરાજે નિયમે ગ્રહણ કરવાનું જણાવ્યું, તે સાંભળી શ્રી આચાર્ય ભગવંતે તેને તે નિયમો ગ્રહણ કરાવીને કહ્યું કે–“હે નરેંદ્ર! આ નિયમે તે સારા ગ્રહણ કર્યા છે, તેને તું સારી રીતે પાળજે. પરંતુ મદવડે ગર્વિષ્ઠ થઈને તે વ્રત પાળવામાં