________________
ચૌદમા સ
૪૨૭
દુઃખા રહેલાં છે. જેના પરિણામે અવશ્ય દુઃખ છે તેવાં દેવનાં સુખ પણ શા કામનાં ? તેમજ મનુષ્ય ભવમાં પણ સાત પ્રકારના ભય, અન્યથી પરાભવ, ઇષ્ટ વસ્તુના વિયેાગ, અનિષ્ટ વસ્તુની પ્રાપ્તિ, ધન ઉપાર્જનની ચિંતા અને દુષ્ટ પુત્રાદિકની પ્રાપ્તિ એ વિગેરે દુઃખા હેાવાથી ખરેખર મનુષ્યજન્મ પણ નીરસ છે, માત્ર બુદ્ધિમાન પુરૂષાને પુણ્યકાય કરવા વડે જ મનુષ્યજન્મ રસવાળા છે.
આ પ્રમાણે હે કુશળ પ્રાણી ! ભયને કરનારી ચાર ગતિના દુઃખની શ્રેણિને શ્રી જિનાગમથી જાણી ચિરકાળ સુધી હૃદયમાં વિચારીને તેવું કાય કરા કે જેથી ફરીને તેવા દુ:ખની શ્રેણિ તમને પ્રાપ્ત ન થાય. જે રાજ્યને વિષે શત્રુઓ થકી પરાભવ પ્રાપ્ત થવા સુલભ છે; નિર'તર વિવિધ પ્રકારે મરણના ભય પ્રાપ્ત થવાને સભવ છે.
અને સ્ત્રી તથા પુત્રાને વિષે પણ અવિશ્વાસ રહે છે, એ રાજ્યાદિક સર્વ આ ભવમાં પણ દુ:ખદાયક છે. તેમજ દંડાદડી આદિક યુદ્ધ વિગેરેના મેટા. આરભમાં અત્યંત દુર્ધ્યાન થવાથી મોટા પાપકમ બંધાય છે, અને તેથી કરીને પરલેાકમાં નરકાદિકની જેનુ વર્ણન પણ ન થઈ શકે તેવી વેદના પ્રાપ્ત થાય છે. તે આવા રાજ્યને પામીને કાણુ બુદ્ધિમાન પુરૂષ આનંદ પામે ?
વળી રાજ્યમાં અનેક પ્રકારનાં કારણેા ઉત્પન્ન થવાથી ક્રોધાદિક કષાયેા ઉદીરણા પામે છે, અને તે કષાયેા રાક્ષસેાની જેમ નિર'તર પૂર્વના પુણ્યને કેળીએ કરી જાય છે તથા વેતાલ જેવા પાંચ ઇન્દ્રિયાના વિષયેા મદથી ઉન્મત્ત થયેલા રાજાના વિવેકને નાશ કરે છે, તેથી આવું રાજ્ય જ ખરેખર નરકરૂપ છે. મૂઢ ચિત્તવાળા રાજા રાજ્યલક્ષ્મીવડે ગર્વિષ્ઠ અને છે, પરંતુ તેને પરિણામે નરકનું દુઃખ પ્રાપ્ત થવાનુ છે, તેને તે જાણતા નથી, અને આ લેાક તથા પરલેાકની મહા કષ્ટકારી વિપત્તિઓ પ્રાપ્ત થશે ત્યારે પેાતાના એકલા આત્મા જ રક્ષણ વિનાના થઈને તે ભાગવશે તે પણ મૂઢ જાણતા નથી.
વળી કાઈ પણ રાજાએ કાઈપણ જીવને મૃત્યુથી બચાવ્યેા નથી—તેનું મરણ આવતું અટકાવ્યું નથી, જગતના દારિદ્રયને ત્રાસ પમાડયો નથી. રોગ, ચાર અને રાજા વિગેરેથી ઉત્પન્ન થતા સેાળ પ્રકારનાં ભચેાના સર્વથા નાશ કર્યો નથી, તેમ જ ત્રણ જગતના પ્રાણીઓને ધમ પમાડી સુખી કર્યા નથી; તે તેવી રાજ્યલક્ષ્મીને ભાગવનાર રાજાના કયા ગુણ, કર્યેા ગવ અને કયું સ્વામીપણું માનવું ?
જે રાજ્યથી મેાટા આર‘ભાવડે ભારવાળા થઈને પ્રાણી ભવસાગરમાં ડૂબે છે, જે