________________
می مون
ي م م في في في في دور في في في ا ع الفي بي في عي في في في في في فرقي مي مي مي و فنی و مه بر فی کی بی بی بی بی بی بی بی میں کی گھر کی ہے کہ فی فی فی فی سعی می می می می می می می
مي ع ای هم في م م
શ્રી જ્યાનંદ કેવળી ચારત્ર જે ધર્મ ત્રણ જગતના આધારભૂત છે, જે સૂર્ય ચંદ્ર સમુદ્ર અને મેઘ વિગેરેને નિયમમાં રાખે છે અને જે પિતાના આરાધકને મનુષ્ય દેવ અને મુક્તિની સંપત્તિ આપે છે, તે શ્રી જૈનધર્મને જ હે ભવ્યજને ! તમે ભજે. ભવ્યજનેની સમગ્ર પ્રવૃત્તિઓ ઉત્કૃષ્ટ અને અનુત્કૃષ્ટ એવા બે પ્રકારની સુખલક્ષ્મી મેળવવાની ઈચ્છાથી જ હોઈ શકે છે. તેમાં જે પહેલું ઉત્કૃષ્ટ સુખ છે, તે મુક્તિ સંબંધી છે. તે સુખ અનંત, અમિશ્રિત, સ્થિર, ઉપાધિ રહિત અને કહી ન શકાય એવું છે-અથવા ઉપચાર રહિત છે. બીજું અનુત્કૃષ્ટ સુખ, તે વિપરીત આચરણને લીધે પાંચ ઇન્દ્રિયને વિષયાદિકના સંબંધવાળું અને ભવને આશ્રીને રહેલું છે.
જિતેંદ્ર ભગવંતના શાસનને જાણનારા ડાહ્યા પુરૂષો મેક્ષસુખની જ સ્પૃહાવાળા હોય છે. અને સંસારસુખને ત્યાગ કરનારા હોય છે. કારણ કે તે સાંસારિક સુખ વાસ્તવિક રીતે દુઃખરૂપ જ છે.
તેનું કારણ એ છે કે વૈષયિક સુખ ભેગવવાથી મૂઢ પ્રાણી ચાર ગતિરૂપ સંસારમાં ભ્રમણ કરતા અનેક પ્રકારના દુઃખને જ સહન કરે છે–ભેગવે છે. તેથી વિષય સુખ તત્વથી તે દુઃખરૂપ જ છે.
તે દુઃખો આ પ્રમાણે-નરકમાં એટલે બધો દુર્ગધ છે કે જેના એક લેશમાત્રથી પણ અહિં પ્રાણી મરણ પામી જાય, તે નરકમાં જવાનું આયુષ્ય ઘણુ સાગરેપમ પ્રમાણ હોય છે અને તે કઈ પણ રીતે ઉપક્રમ-આઘાત ન થઈ શકે તેવું હોય છે. તે નરકમાં કરવતથી પણ અત્યંત તીણ-દારૂણ સ્પર્શ હોય છે, ત્યાં શીત અને ઉષ્ણથી ઉત્પન્ન થયેલું અનંતગણું દુઃખ છે, તથા ત્યાં પરમધામિક દેએ કરેલી વિવિધ પ્રકારની તીવ્ર પીડાઓ એટલી બધી છે કે ત્યાં રહેલા છે નિરંતર રૂદનના શબ્દ કરતા ચારેતરફ નાસે છે. આવા પ્રકારનાં નરકનાં દુઃખો કષાયવાળા કુબુદ્ધિ જીવોને પ્રાપ્ત થાય છે, તે પણ તેવા છે અહીં સંસારથી જરાપણ ભય પામતા નથી, અને ક્ષણિક વિષયસુખ પ્રાપ્ત થવાથી આનંદ પામે છે.
, તિર્યંચ ગતિમાં નિરંતર બંધન. વહન–ગાડા વિગેરે માં જોડાવ ભાર ઉપાડે. તાડન, ક્ષુધા, તૃષા, અત્યંત આતપ, શીત અને વાયુ સંબંધી દુઃખ હોય છે, તથા પિતાની અને પરની જાતિથી ઉત્પન્ન થતાં ભય અને અકાળ મરણ વિગેરે ઘણાં દુઃસહ દુઃખો પ્રાપ્ત થાય છે. દેવગતિમાં પણ ફોગટ બીજાનું દાસપણું, અન્ય દેવથી પરાભવ, ઈર્ષા, ભય, ચવ્યા પછી ગર્ભમાં નિવાસ અને તિર્યંચાદિક દુર્ગતિમાં જવું, ઈત્યાદિક
@ed
S9