________________
તેરમે સ.
૪૧૧
માનું છું' કે વિધાતાએ જે આ સૃષ્ટિ રચી, તે સવમાં સગુણ યુક્ત તે! તમારી એકજ મૂર્તિ રચી છે. તમારૂં શૂરપણું, સુજનતા, નીતિ, ધ, વિવેક, દયા અને પરોપકાર એ સર્વાં ગુણાની સ્તુતિ કરવા ઈંદ્ર પણ શક્તિમાન નથી.
મે' ક્રોધ, અજ્ઞાન અને અભિમાન વગેરેના વશથી પડિત મંત્રીએ અને પવનવેગાર્દિકના વચનરૂપી અ’કુશેાની અવગણના કરી, તેથી મદોન્મત્ત હાથીની જેમ વિવેકરહિતપણાવડે અંધ થયેલા મેં સ શુદ્ધ ગુણવાળા હાવાથી માનવા લાયક છતાં પણ તમારી અવજ્ઞા કરી છે. તે સ મારા અપરાધને તમે ક્ષમા કરો. તમારે લેશ પણ અપરાધ નથી. પતંગ પાતે જ દીવામાં ઝ'પાલાઈ ને મળી જાય તેમાં દીવાના દોષ નથી. તમે મને શક્તિ છતાં પણુ યુદ્ધમાં હુણ્ય નહીં, અને તત્કાળ છેડી મૂકયા, તેથી હે રાજન! અપરાધીને વિષે પણ તમારા દયાધમ અદ્ભૂત છે.
તમારૂં ચિત્ત જેમ મારે વિષે સ્નેહવાળુ થયુ છે, તેમ મારૂં ચિત્ત પણ તમારે વિષે અત્યંત સ્નેહવાળુ થયુ છે, તેથી ચિત્તની એકત્રતાને લીધે અવશ્ય આપણી પૂર્વ ભવની મિન્નાઈ હૈાવીજ જોઇ એ. હું અંધુ ! હવે તેા જલદી પ્રસન્ન થઈ ને મારા નગરમાં આવી મારા નગરને તથા મારા મહેલને પવિત્ર કરા. હું પ્રાર્થિત વસ્તુને આપનાર રાજન્ ! તમારી પાસે હું આર્ટલીજ પ્રાર્થના કરૂં છું. ''
તે સાંભળી કુમારરાજે તેને અનુમતિ આપી, એટલે તે ખેચરચક્રવર્તીએ સૈન્ય સહિત પોતાના નગરમાં જઈ નગરની અદ્ભૂત શાભા કરાવી. આકાશસુધી પહેાંચેલા મણિના સ્ત ંભે અને તેનાપર સૂર્ય જેવા સુંદર દેખાતા મણુિના કળશેાની શ્રેણિની કાંતિવડે દીપતા હજારો તારણા વિદ્યાધરાએ રચ્યાં, અને તે તારણા ઉપર ચામર વીંઝતી પુતળીએ તથા વિચિત્ર ઘ્વજાઓ મૂકવામાં આવી.
રાજમામાં ઠેકાણે ઠેકાણે મોટા માંચડાઓના સમૂહેા ગાઠવ્યા અને તેનાપર વાર્જિત્રના ધ્વનિસહિત ગીતગાનાદિક કરતી સ્ત્રીએ બેસાડવામાં આવી. તે માંચડાએ ઉપર ચંદરવા બાંધી તેમાં મેાતીનાં ઝુમખાં લટકાવ્યાં, તે જાણે રાજાનું સૌભાગ્ય જોવા માટે ગ્રહા આવીને રહ્યાં હાય તેવાં શાભતાં હતાં. દરેક વૃક્ષ, ઘર અને દુકાનાને માથે શબ્દ કરતી ઘુઘરીઓ સહિત ધ્વજાઓ બાંધી, તે જાણે કે આકાશરૂપ વૃક્ષોપર રહેતા ભ્રમરના નાદ સહિત પલ્લવા હાય તેવી શાલતી હતી. “ અમારી નગરીમાં શ્રીજયાનંદ રાજાના આવવાથી પૃથ્વી પણ અમારી જેમ શીતળ થાએ ” એવા હેતુથી વિદ્યાધરાએ સ માર્ગમાં ચંદનમિશ્રિત જળ છાંટયું; ઘર તથા દુકાનેા વિગેરેના તારણેામાં રત્નના આરિ