________________
તેરમો સગે.
ક * પછી શ્રીજયાનંદ રાજાએ ચક્રસુંદરીને બેલાવી બહુમાનપૂર્વક બેચરચકીને સોંપી, અને કહ્યું કે –“આ તમારી પુત્રીને તમે ગ્રહણ કરે. ઇચ્છા પ્રમાણે ગમે તે વરને આપે. મારે તેણીનું કોઈપણ પ્રયજન નથી. મેં તો માત્ર કૌતુકથી જ તેને ગ્રહણ કરી હતી.” ત્યારપછી ચકસુંદરી પિતાના પગમાં પડી રહેતી રેતી બોલી કે “હે પિતા! મેં સ્વેચ્છાએ આ વરને વરીને તમને મહા સંકટમાં નાખ્યા છે. આવા ભયંકર યુદ્ધાદિકનું કારણ પણ હું જ બની છું. એવી આ તમારી પાપિણી કુપુત્રીના સર્વ અપરાધની તમે ક્ષમા કરો.” તે સાંભળી ચકી પિતા બોલ્યા કે— - “હે પુત્રી ! તારો લેશ પણ અપરાધ નથી. જેમ ગાય પડવાના ચંદ્રને જોઈ શકે છે તેમ તે એને ઓળખ્યા છે; તે સર્વોત્તમ ગુણવાળા છે, તેને તેં આશ્રય કર્યો તે યોગ્ય જ કર્યું છે. કેમકે રાજાઓની નિપુણ પુત્રીઓ પોતાની મેળે જ ઇચછાવરને વરે છે. જેમ ગોવાલીઓ ચિંતામણિ રત્નને ન ઓળખે, તેમ જગતમાં પ્રસિદ્ધ ચરિત્ર વાળા આ રાજાને મેં ઓળખ્યા નહિ, તેથી મેં અનેક પ્રકારે તેમની અવજ્ઞા કરી છે; માટે મારા જ પર્વના દષવડે હું આવા પ્રકારની વિપત્તિને પામ્યો છું.
મોટા પુરૂષની અવજ્ઞા અને ગર્વ ભવિષ્યકાળમાં સુખ આપનાર થતા જ નથી. તારી જ પ્રાર્થનાથી આ રાજાએ મને યુદ્ધમાં હર્યો નથી, અને બંધનથી પણ મુક્ત કર્યો છે. તે હે પુત્રી ! તેં તારા પિતાનું રક્ષણ કર્યું છે, માટે તું હર્ષ પામ. વળી નિપુણતાવાળી તું આ વરને વરી તે સારું કર્યું છે, માટે હું પણ તે વાતને પ્રમાણ કરું છું.આ પ્રમાણે વાણીરૂપી અમૃતના સિંચનથી પુત્રીનો ખેદ અને તાપ દૂર કરી તેણીને હર્ષ પમાડી પિતાએ દાસીઓ સહિત તેણીને રાજમહેલમાં મોકલી. . હવે પરાભવ પામવાથી સંતાપવડે શ્યામ અને નમ્ર મુખવાળા ખેચરચકીને શ્રી
જયાનંદ રાજાએ કહ્યું કે-“હે ઉત્તમ રાજન ! “હું આનાથી જીતા” એમ ધારી તમે ખેદ ન પામે; કેમકે આ જય મેં કાકતાલીય ન્યાયથી મેળવ્યો છે એમ હું માનું છું. દેવ, અસુર અને મનુષ્યમાં પણ તમારી જે કોઈ સુભટ નથી. કે જે દિવ્ય બળ સહિત મારી સાથે આટલા લાંબા કાળ સુધી યુદ્ધ કરી શકે. સાધન વિગેરે વિશેષ છતાં પણ કોઈ વખત કાંઈ પણ વિદ્યાબળ કર્મથી અધિક થઈ શકતું નથી, તેથી જય કે અજય વાસ્તવિક નથી, પરંતુ સર્વ ઈચ્છિત અર્થને આપવામાં સાક્ષીરૂપ પૂર્વ જન્મમાં કરેલ અસામાન્ય-વિશેષ તપધર્મ જ જય આપવામાં સમર્થ છે. જય, અભ્યદય અને લાભ વિગેરે સર્વ પદાર્થો પ્રા કરીને ઉત્કૃષ્ટ પુણ્યશાળીને જે અન્વય અને વ્યતિરેકના આશ્રયથી શુભને કરનારા થાય છે. જય અથવા પરાજય શૂરને વિષે જ સંભવ છે,