________________
e
શ્રી જયાન’દ કેવળી ચરિત્ર
દૂર કરી તે રાજાની આજ્ઞા સ્વીકારા કે જેથી તે પણ તમને મુક્ત કરે.” આ પ્રમાણે પવનવેગનું' વચન સાંભળી ખેચરચક્રી બધનના દુઃખથી ખેદ પામેલા હેાવાથી અને બીજી ગતિ નહિ હાવાથી તેણે રાજાની આજ્ઞા અંગીકાર કરી.
પછી પવનવેગે કુમારેદ્રની પાસે જઈ વિન`તિ કરી કે—“ હે સ્વામી! જેમ તમે તમારા શૌર્યાદિક ગુણે પ્રગટ કર્યાં, તેમ તમારૂં સ્વાભાવિક રૂપ પણ પ્રગટ કરો; કેમકે તે સ્વાભાવિક રૂપ જોવા માટે સર્વાંનાં નેત્રા ઉત્સુક થઈ રહ્યા છે. હે સ્વામી! હજી કાં સુધી અમને માયાવડે મેહ પમાડશે ? ’” આ પ્રમાણે તે ખેચરરાજા તથા ખીજાઓએ પણ વિનયથી તેમને વિન ંતિ કરી. આવી તેમની પ્રાથનાથી શ્રીજયાનંદ રાજાએ પેાતાનુ અને પાંચસા સુભટોનું સ્વાભાવિક રૂપ પ્રગટ કર્યું.
ઈંદ્ર અને કામદેવને પણ એળગે એવુ તેમનું સ્વાભાવિક રૂપ જોવાને માટે તત્કાળ ભેગા થયેલા કરોડા સુભટાએ હષ, આશ્ચય અને સ્તુતિવડે વ્યાપ્ત થઈ તેમને પ્રણામ ફર્યાં. તે વખતે હના વાજિંત્રા વાગ્યાં, મગળપાઠકે મગળ ખેલવા લાગ્યા, અને સ ંદેહના નિરાશ થવાથી ચક્રસુંદરી હર્ષ પામી.
પછી પવનવેગ વિગેરે વિદ્યાધર રાજાએની પ્રાથનાથી તથા પોતે પણ દયાળુ હેાવાથી શ્રીજયાનંદ રાજાએ વિદ્યાવડે તે પાંજરાને ભેદી તે ચક્રાયુધની એડીને છેદી નાંખી; તથા “ એણે અપરાધ કર્યો છે તેપણ તે મહાપુરૂષ છે, તેથી તે અત્યંત વિડ’બનાને લાયક નથી.” એમ વિચારી તે ખેચરચક્રીને મુક્ત કર્યાં. તે ચીં પણ તે રાજાનું અદ્ભુત રૂપ જોઈ એવુ' આશ્ચય પામ્યા, કે જેથી એકાંત હર્ષ પ્રાપ્ત થવાથી પરાભવનું દુઃખ પણ ભૂલી ગયા.
પછી રાજાએ તે ખેંચરચીને સિંહાસનપર બેસાડયો, એટલે પવનવેગ વિગેરે સર્વ વિદ્યાધરરાજાઓએ તે ચક્રીને પ્રણામ કર્યાં. તે ચક્રીનું સર્વ સૈન્ય પેાતાના સ્વામીને મુક્ત થયેલા અને સુવર્ણના સિ’હાસનપર બેઠેલા જોઈ વાજિંત્રા વગાડવાપૂર્ણાંક અત્યંત ષિત થયું.
પછી ચક્રવેગાદિક ચક્રીના પુત્રાને અને ખીજા પણ હજારો ખધેલા સુભટોને તત્કાળ રાજાએ પેાતાની પાસે મંગાવ્યા અને ગારૂડી વિદ્યાવડે તેમના નાગપાશે તેડાવી તેમને મુક્ત કર્યાં, તથા શસ્ત્રપ્રહારથી પીડા પામેલા તેમને ઔષધિના જળવડે સજ્જ કર્યાં. પછી તેઓએ હર્ષ પામી ચક્રી સહિત રાજાને નમસ્કાર કર્યા. તેમને તથાપ્રકારે સજ્જ થયેલા જોઈ ચકી પણ સૈન્ય સહિત હર્ષ પામ્યા.