________________
શ્રી જ્યાનંદ કેવળી ચરિત્ર અને દયાના સ્થાનરૂપ તે રાજાએ સ્નાન અને જિનપૂજા વિગેરે કરી સૈન્ય સહિત પિતે ભેજન કર્યું.
મહોત્સવ સહિત વિવિધ પ્રકારના માંગલિક આચારવડે તે દિવસને નિર્ગમન કરી સુખનિદ્રાવડે રાત્રી વ્યતીત કરી. પછી પ્રાતઃકાળે મંગળ વાજિંત્રના નાદવડે શ્રી જયાનંદ રાજા જાગૃત થઈ પ્રાતઃકૃત્ય કરી સિંહાસન પર બેઠા, તે વખતે પવનવેગાદિકે આવી તેમને નમસ્કાર કર્યા
તે સમયે ચક્રસુંદરીએ આવી પિતાના પિતાના દુઃખથી દુઃખી થઈ વિનંતિ કરી કે-હે સ્વામી! હૃદયમાં દયા લાવીને મારા પિતાને મુક્ત કરે.” તે સાંભળી શ્રીજયાનંદ રાજાએ કહ્યું કે–“મુક્ત કરું છું.” એમ કહી તે કુમારે વાપંજરમાં રહેલા તે ખેચરચકીને બેચ પાસે ત્યાં મંગાવ્યું. પછી તેને કુમારરાજે કહ્યું કે–
હે મહા ભાગ્યવાન ! તારી જે નામનું ચિન્હ કરવાની ઇચ્છા હતી તે નામના ચિન્હવાળા તે મુગટને અને તે કંકણને મંગાવ, કે જેથી આ સર્વ રાજાઓની સમક્ષ પવનવેગના જમાઈને તથા તેની પુત્રીને તે પહેરામણી તરીકે આપીએ. તેમ કરવાથી તે બનેને વિષે તારો અતિ મહિમા જીવનપર્યત રહેશે. જે કદાચ તે ચીજો ઘડાવી ન હોય તે ઘડાવી મંગાવ. પાંજરામાં રહ્યા છતાં પણ તું સમર્થ જ છે, અને મારે કાંઈ ઉતાવળ નથી. હે નરેશ ! તારે બંધ કરે તે કરતાં વધ કરવો સહેલે હતો, તે પણ તને મેં માર્યો નથી, તેનું કારણ એ કે તારી પુત્રીની તને જીવતો રાખવાની પ્રાર્થના હતી, અને હું શક્તિમાન હતું તે પણ મારા હૃદયમાં દયા હતી, તેથી જ તને માર્યો નથી.” આ પ્રમાણેની રાજાની વાણીવડે તે ખેચરચકી મર્મસ્થાનમાં વધા, અને યુદ્ધમાં થયેલા વજદિકના પ્રહારથી પણ અત્યંત વધારે દુ:ખ પામી રોવા લાગ્યો. તેને રેત જોઈ મનમાં દયા ઉત્પન્ન થવાથી પવનવેગ બોલ્યો કે – .
હે બેચરંદ્રા! રૂદન ન કરે, તમે અમારા ચિરકાળના સ્વામી છે; તેથી પ્રણામ કરીને પણ આ કૃપાળુ રાજા પાસેથી હું શીધ્રપણે તમને મૂકાવીશ.” તે સાંભળી ખેચરરાજાએ તેને કહ્યું કે –“હે પવનવેગ! મારે મુક્ત થવાનું કાંઈ પ્રજન નથી, આ આખા જગતને જીતી ચિરકાળ સુધી વિદ્યાધરનું ચકવર્તીપણું ભેગવી આજે મનુષ્ય અને દેવની સમક્ષ હું બંધ તથા પરાભવને પામ્યા. વીર પુરૂષનું યુદ્ધમાં મરણ થાય તે વખાણવા લાયક છે; કેમકે તેવું મૃત્યુ યશ અને વર્ગને આપનાર છે. પરંતુ દુર્જનો જેને ધિક્કારે છે એવી બંધનની વિડંબના થાય તે વખાણવા લાયક નથી. હજી પણ જે તું મારા પર સ્વામીભક્તિ રાખતો હોય તે હમણાં જ મને ખડ્ઝ આપ, કે જેથી
W)