________________
તેરમા સ
કાય
લાગ્યા, ચાતરફ જયના મેટા વાજિંત્રા વાગવા લાગ્યા. દિશાએ નાદ કરવા લાગી, અને હ પામેલા સુભટ ચારેતરફ જયજયારવ કરવા લાગ્યા. તે વખતે સ્વામી રહિત થયેલું ચક્રાયુધ રાજાનુ' સૈન્ય રક્ષણ રહિત થયું અને વિષાદ તથા ભયથી વિહ્વળ થઇ ગયું. તે સૈન્યમાં મહારથી અને અતિરથી વિગેરે કરાડા ચેાદ્ધાઓ હતા; પરંતુ તે સર્વે સ્વામી રહિત થવાથી ખેદ અને ભયવડે વ્યાપ્ત થઈ ગયા.
ગ્રહોના અધિપતિ ચંદ્ર જ્યારે સિહિકાપુત્ર રાહુવડે ગ્રસ્ત થાય છે અથવા અસ્ત પામે છે, ત્યારે રાહુના ગ્રાસ કરવા અથવા પ્રકાશ કરવા શુ ગ્રહાર્દિક સમથ થઈ શકે છે?' ત્યારપછી શ્રી જયાનંદ રાજેંદ્રની આજ્ઞાથી પવનવેગ રાજા નાશી જતી ખેચર રાજાની સેનાને આ પ્રમાણે આશ્વાસન આપવા લાગ્યા કે—
tr
હું સૈનિકે! અમે સ્વામી રહિત થયા એમ ધારી તમે ભય ન પામે અને નાશી ન જાએ. અમારે અને તમારા સના સ્વામી એક શ્રીજયાનંદ રાજાજ છે; માટે તેને સ્વામીપણે અંગીકાર કરા અને તેના રાજ્યમાં રહી ઇચ્છિત સુખ ભાગવા, નમસ્કાર કરનાર ઉપર વાત્સલ્ય દેખાડનાર આ શ્રીજયાનંદ કુમારરાજ તમારા નાથને પણ મુત કરશે.',
આ પ્રમાણે શ્રીજયાનંદ રાજાને સ્વામીપણે અંગીકાર કરી નિર્ભયપણે તે સન્ય સુખેથી રહ્યું. પછી પવનવેગના કહેવાથી શ્રીજયાનંદ રાજાએ ખેચરચક્રીને ઔષધિના જળવડે સજ્જ કરી તથા નાગપાશેાને દૂર કરી વજાના પાંજરામાં નાંખ્યા. એ જ પ્રમાણે બીજા સર્વ સુભટને પણ તે રાજાએ ગારૂડી વિદ્યાવડે સપના બંધન રહિત કરી ઔષધિના જળવડે સજ્જ કર્યો.
આ રીતે તે રાજાએ સ્વ-પરના વિભાગ વિના સર્વ સૈનિકોને સુખી કર્યાં, તે સર્વે રાજાને પ્રણામ કરી તેના સેવક થઈ તેને ચારેખાજી વીટાઈ વળ્યા. પ્રણામ કરતા એવા યાકેના સમૂહો 'ચે સ્વરે તે રાજાના ગુણ ગાવા લાગ્યા. વૃદ્ધ ને! જય જય શબ્દવડે વાચાળ થઇ તેના પરાક્રમની સ્તુતિ કરવા લાગ્યા, સમીપ રહીને સેવનારા પાંચસે શ્રી સુભટોથી યુક્ત અને મહા વાજિંત્રાના શબ્દવડે દિશાઓને ગજાવતા તે કુમારેદ્ર હાથીપર આરૂઢ થયા, ખેંચરચીને રથમાં સ્થાપન કરી સાથે રાખ્યા, ગાયકે તે રાજાના ગુણ ગાવા લાગ્યા. આ રીતે તે રાજા પેાતાને સ્થાનકે ગયા. પછી બીજા વિદ્યાધર રાજાઓને તે સ્ત્રીરૂપ ધારી રાજાએ રજા આપી, એટલે તેએ તેના ગુણની સ્તુતિવડે મુખને પવિત્ર કરતા પોતપાતાને ઉતારે ગયા. પછી ખેચરચક્રીને ભેાજન કરાવી સદાચાર