________________
શ્રી જયાનંદ કેવળી ચરિત્ર ચક્રી અત્યંત ક્રાયુક્ત થઈ તત્કાળ મુદ્ગર ઉપાડીને દોડયા; અને લાગ જોઈ રાજાના મસ્તકપર તે મુદ્ગરના પ્રહાર કર્યાં.
તેના પ્રહારથી વ્યથા પામેલા રાજાએ ક્ષણવાર નેત્ર ખધ કર્યાં, તેને કાંઈ પણ ખબર રહી નહિ. તે જોઈ સર્વ સૈન્ય હાહારવ કરવા લાગ્યું. તે રાજાને હણાયેલા માની જેટલામાં ચક્રી આનંદ પામ્યા, તેટલામાં રાજાએ સ'જ્ઞા પામી એક મુદ્ગર ગ્રહણ કર્યાં કે જે મુદ્ગર કામાક્ષા દેવીએ આપેલ હતા, તે મુદ્ગર વામય હતા અને સર્વ શસ્ત્રોને ભેદનાર હતા. પોતાના મુગરથી રાજાને નિહ હણાયેલા જોઈ ચકી ફરીથી જ્યારે રાજાને મારવા જતા હતા ત્યારે રાજાએ ચકીના મસ્તકપર પાતાના મુદ્ગરના એવા પ્રહાર કર્યાં કે જેથી વવડે પાંખો છેઠેલા પર્યંતની જેમ તે ચક્રી મૂર્છિત થઈ ભૂમિપર પડયા.
પછી તેને રાજાએ નાગપાશવડે એવે મજબુત બાંધી લીધેા કે જેથી કરૂણાના સ્થાનરૂપ તે ચક્રી શ્વાસેાચ્છવાસ લેવાને પણ સમર્થ રહ્યો નહિ. તે ચક્રીને તેના કરાડો સુભટા ગ્રહણ કરવા આવ્યા, પણ તે સર્વેને રાજાએ ખાણેાવડે નિવાર્યો. ‘જવાળાના સમૂહવડે દેદીપ્યમાન થયેલા અગ્નિને કાણુ નિવારી શકે ?
પોતાના સ્વામીને બાંધેલા જોઈ તેના દુઃખની પીડાથી મરવાને તૈયાર થયેલા તેના સ વીરા યુધ્ધથી નિવૃત્તિ પામ્યા નહિ; કેમકે તેઓ સ્વામીનું જ અનુકરણ કરનારા હતા. રાજાએ પોતાના સૈનિકોથી ચક્રીના સૈનિકોને હણાતા જોઈ. અન્નેના રક્ષા માટે માહિની વિદ્યાવડે તેમને મેાહ પમાડયા. તેથી તેઓ સ્વ-પરના વિભાગ જાણ્યા વિના તથા શસ્ત્ર અને અશસ્ત્રને જાણ્યા વિના પરસ્પર અફળાઈ ને તથા હાથી, અશ્વ, રથ વિગેરે સાથે અફળાઈ અફળાઈને પૃથ્વીપર પડવા લાગ્યા; તેમજ રાજાના મુભટ પણ તેમને હણવા લાગ્યા, તેથી તેઓ અત્યંત વ્યાકુળ થઈ ગયા. તે જોઈ રાજાએ પેાતાના સુભટાને નિવાર્યો. · અગ્નિની જવાળા એલાઈ ગયા પછી ધૂમાડાને કાણુ ફ્રંટે ?' શત્રુના ચાદ્ધાઓને મૃત્યુની સમીપે આવેલા જોઈ રાજાએ તેમને કૃપાવડે સ્વસ્થ કર્યા. પછી સ્વસ્થ થયેલા તેઓ ફરીથી તેવી મેાહની અવસ્થાના ભયથી નાશી ગયા. પછી આકષિણી વિદ્યાવડે તે ખેચર ચક્રીને ખેંચી રાજાએ આનંદ પામેલા પવનવેગને સોંપ્યુંા.
ઇતિ શ્રી જયાનંદ રાષે કેવળીના ચિરત્રમાં શ્રી જયાનંદ રાજા અને ખેચરચક્રીના યુદ્ધના અધિકારને વિષે સાતમા દિવસનું યુદ્ધ સમાપ્ત.
આ પ્રમાણે શ્રી જયાનંદ કુમારરાજના જય થતાં આકાશમાં રહેલા દેવાએ તેના પર પુષ્પવૃષ્ટિ કરી, આકાશમાં દુ‘દુભિએ વાગવા લાગી, દેવા હર્ષોંથી નૃત્ય કરવા
g