________________
શ્રી જયાનંદ કેવળી ચરિત્ર તને હણ્યો નથી, છતાં હું આવું વચન બોલે છે, તે તારામાં માત્ર વાણીની જ શૂરતા જણાય છે. જે તે સ્ત્રીઓને વધ કરવામાં શક્તિમાન હોય તો કેમ તું તારા બળને દૂષણ લગાડે છે? માટે હવે તું મારી આજ્ઞાને અંગીકાર કરીને અહીંથી ચાલ્યો જા. તને વૃદ્ધને હું દયાથી મૂકી દઉં છું; અથવા તે પ્રથમ છએ દિવસોના યુદ્ધમાં તે સુભટોનું, કુમારનું, શસ્ત્રોનું અને તારી ભુજાનું પણ બળ સાક્ષાત્ જોઈ લીધું છે. હવે હે ચક્રી ! જે કાંઈ વિદ્યાશાસ્ત્રનું બળ બાકી રહ્યું હોય તે તે પણ શીધ્રપણે જોઈ લે, કે જેનાથી તે આ પ્રમાણે ગર્વ કરે છે. આ પૃથ્વી પર ભુજાબળથી પ્રસરતા ગર્વવડે ઉદ્ધત થયેલા હજારો શૂરવીરે છે, તથા શત્રુવીરના જીવિતને અને લક્ષ્મીને લુંટી લેનારાં શસ્ત્રો પણ ઘણાં છે, પરંતુ જ્યારે હું ધનુષ્ય પર બાણ ચઢાવું છું ત્યારે તે શૂરાઓ અને શસ્ત્રો સર્વે નિષ્ફળ જાય છે. માત્ર શત્રુઓ પિતાના મુખમાં તુર્ણ ગ્રહણ . કરે છે તે જ એક તેમને હિતકારક થાય છે.
આ પ્રમાણેની વાણી સાંભળીને કોધ પામેલા ચીરાજે તે રાજા સાથે કેટલાક કાળ શરાશરી યુદ્ધ કરી તેના ઉપર ધારાધર નામનું આયુધ મૂકયું. એટલે તે આયુધ ધારાની વૃષ્ટિવટે હાથી, અશ્વ અને પત્તિ વિગેરેની સેનાને અત્યંત ઉપદ્રવિત કરવા લાગ્યું, તે જોઈ રાજાએ તત્કાળ વાયવ્ય નામના શસ્ત્રવડે તે આયુધને હરી લીધું. ત્યાર પછી ચકીએ ગિરિના શિખરને પાડી નાખે તેવું વાયવ્ય નાસનું શસ્ત્ર મૂકયું, તેના વડે તત્કાળ શત્રુનું સૈન્ય પડી જવા લાગ્યું. તે જોઈ રાજાએ લાખો સપિ વિકુવ્ય. તેઓ તત્કાળ વાયુને પી ગયા. ત્યારે ચકીએ નાગાસ્ત્ર મૂક્યું. તેમાંથી કરોડો સર્ષો થયા. તે જોઈ પિતાની સેનાને ઉપદ્રવ કરતા તે સર્પોને રાજાએ ગરૂડ નામના શસ્ત્રવડે નસાડી દીધા. પછી ચક્રીએ વૃશ્ચિક નામનું શસ્ત્ર મૂકયું. તેથી ઉત્પન્ન થયેલા વૃશ્ચિકોએ પિતાની સેનાને લાખો દંશ કર્યા, તે જોઈ રાજાએ મયુર શસ્ત્રથી ઉત્પન્ન થયેલા મયૂરવડે તેમને તત્કાળ નાશ પમાડયા.
ત્યારે રાજાની વિદ્યાશક્તિથી આશ્ચર્ય પામેલા વિદ્યાધરચકી બે મેટા ક્રોધવડે પ્રસ્થાપન નામનું આયુધ મૂક્યું. પરંતુ અંગદ વિગેરે યંત્રના પ્રભાવથી રાજાની ઉપર અસર કરવાને તે સમર્થ થયું નહિ, પરંતુ તેણે રાજાના સિન્યને નિદ્રાયુક્ત કરી દીધું, એટલે શત્રુઓ તેને હણવા લાગ્યા. તે જોઈ રાજાએ પ્રબોધન નામના શસ્ત્રવડે પોતાના સૈન્યને જાગૃત કર્યું, અને પછી વિશેષ કોધથી ચકીની સેના સાથે યુદ્ધ કરવા લાગ્યા.
પછી ચકીએ ત્રડવડ કરતું આગ્નેય શસ્ત્ર મૂકયું. તે અઅ સિન્યને બાળવા લાગ્યું; તેથી રાજાએ વારિદ અસ્ત્રવડે તેને ઓલવી નાંખ્યું. પછી ચકી ફૂંફાડા મારતા નાગપાશ
F
,