________________
૪૦.
શ્રી જ્યાનંદ કેવળી ચરિત્ર એમ ધારી જાણે લજજા પામ્યો હોય તેમ સૂર્ય અસ્તગિરિપર કઈક ઠેકાણે છુપાઈ ગયે. અથવા–“પ્રતાપે કરીને મારા મિત્ર પર આ ચકીને આ રાજા મારા જ ઉદ્યોતથી ન હણ” એમ જાણે સૂર્યને વિચાર થયો હોય તેમ તે અસ્ત પામ્યું. ત્યારપછી સંગ્રામને વિરામ, શસ્ત્ર તથા પીડાયેલાનું સજજ થવાપણું તથા એક સિન્યને હર્ષ અને બીજાનો શેક એ વિગેરે સર્વ પ્રથમની જેમ થયું. તે વખતે “અહિંસાદિક પુણ્ય કાર્યો જ જય, આરોગ્ય અને સુખના સમૂહને આપે છે, તથા હિંસાદિક પાપકર્મો જ તેથી વિપરીતપણાને એટલે પરાજય, રોગ અને દુઃખના સમૂહને આપે છે” એમ તે રણસંગ્રામ જ પ્રગટ કરતો હતે.
બુદ્ધિરૂપી ધનવાળો પુરૂષ જેમ તર્કશાસ્ત્રની યુક્તિઓનું સ્મરણ કરે તેમ તે ચકીએ રાત્રીએ પિતાની અસ્મલિત મુક્તિને માટે સમગ્ર વિદ્યાની શ્રેણિને સંભારી. જેમાં સ્ત્રીને આધીન થયેલા અધમ પુરૂ કૃત્ય અને અકૃત્ય વિગેરે કાંઈ જાણતા નથી તેમ નિદ્રાવડે આલિંગન કરાયેલા વિરેએ સુખ દુઃખ વિગેરે કાંઈ પણ જાણ્યું નહિ,
ઈતિ શ્રીજયાનંદ રાજર્ષિ કેવળીના ચરિત્રમાં શ્રીયાનંદ રાજા અને વિદ્યાધર ચક્રવર્તીના યુદ્ધને વિષે છઠ્ઠા દિવસના યુદ્ધનો વિસ્તાર પૂર્ણ થયો.
સાતમો દિવસ. જેમ ધર્મનો ઉપદેશ કરનાર ગુરૂ મોહરૂપી નિદ્રાથી સુતેલા ભવ્ય પ્રાણીઓને ધર્મની વાણીવડે જાગૃત કરે છે—ધ પમાડે છે, તેમ ઉદય પામેલા સૂર્યના સારથિ અરૂણે સુતેલા વીરેને પિતાના કિરણો વડે જાગૃત કર્યા; અથવા જેમ જાંગુલિ વિદ્યાને જાણનાર પુરૂષ વિષની મૂછથી પડેલા જનોને ઉભા કરે તેમ રાત્રીએ સુતેલા વીરેને ઉદયે મેલા અરૂણે-ભા કર્યા. અથવા પરમાર્થ રીતે જોતાં એ વિશે પણ આ વિશ્વને દુઃખદાયક ફલેશ કેમ થાય ? તેથી તે ફલેશને શાંત કરવા માટે હોય તેમ જગતનો સાક્ષી સર્ય ઉદય પામે. અથવા શ્રી જયાનંદ રાજાજ જયલક્ષ્મીને એગ્ય છે, અને તે લક્ષ્મી યુદ્ધ વિના મળી શકે નહિ, તેથી યુદ્ધનો અવકાશ આપવા માટે સૂર્ય ઉદયાચળ પર આરૂઢ થયે. - ત્યારપછી તે બન્ને સૈન્યમાં મંથન કરાતા સમુદ્રના વિનિને તિરસ્કાર કરવામાં જેનો વનિ અગ્રેસર છે એવા રણુવાજિંત્રે વાગવા લાગ્યાં. જેમ ગુરૂના ઉપદેશથી ભવ્ય પ્રાણીઓ શુદ્ધ ધર્મને વિષે વિશેષ ઉદ્યમ કરે તેમ તે રણવાજિંત્રના શબ્દથી વીર યુદ્ધ કરવા માટે વિશેષ ઉત્સાહ પામ્યા. જેમાં બ્રાહ્મણે એક જ દિવસે ઘણીવાર શ્રાદ્ધનું