________________
તેરમે સગર
૪૦ * યુદ્ધ કરતા તે બનને ચક્રોના આરા ભાંગી ગયાં, અગ્નિજવાળા નાશ પામી અને તેમનું બળ હણાઈ ગયું. તેથી તે બને વિરામ પામી પોતપોતાના સ્વામી પાસે પાછા ગયા.
પછી ચક્રીએ રાજાના સૈન્યમાં તામસાસ્ત્ર મૂકયું. તેનાથી મેઘ સહિત ગાઢ અંધકારવાળી અમાવાસ્યાની રાત્રી જેવું થઈ ગયું. તેથી સ્વપરને વિભાગ જાણ્યા વિના મહાસુભટે યુદ્ધ કરવા લાગ્યા, તેઓ પરસ્પરના તથા શત્રુઓના સુભટોને પણ દુર્ધર આયુવડે હણવા લાગ્યા, તે જ પ્રમાણે મોટા હાથીઓ પરસ્પર ભટકાઈ ભટકાઈને પડવા લાગ્યા, અશ્વો બીજા અશ્વોનું મર્દન કરવા લાગ્યા, અને રથો વડે રથો ભાંગવા લાગ્યા. તેવામાં રાજાએ ભાનવીય શસ્ત્રવડે ઉદ્યોત કર્યો, તે ઉધોતની પાસે સહસ્ત્ર કિરણેવાળે સૂર્ય પણ લજજાનું સ્થાન થઈ ગયો.
પિતાના તંત્રનો તિરસ્કાર થવાથી રાજા અત્યંત ક્રોધ પામ્યા, અને તેથી તેણે મેટા બળવડે ચારેતરફ એવી બાણવૃષ્ટિ કરી છે જેથી તે ચક્રવર્તી ધનુષ્ય પકડવાને કે તેના પર બાણ સાંધવાને પણ શક્તિમાન થયા નહિ, અને તેજ રહિત થયેલા તેનું બખ્તર તથા માથાને ટેપ છેદાઈ ગયા. શ્રીજયાનંદ રાજાએ શત્રુના સૈન્યમાં કેટલાક વીરેનાં મસ્તક છેદી નાંખ્યાં, તે જાણે ભૂખ્યા થયેલા યમરાજને માટે કેળીઆ તૈયાર કર્યા હોય એમ પૃથ્વી પર પડ્યા. તે રાજાએ ઘણા હાથીઓને પૃથ્વી પર પાડી દીધા, તે હાથીઓએ પરાક્રમનું આલંબન કરી રાજા તરફ દોડતા કેટલાક રથીઓને વિન કર્યું તેમજ રક્ષણ પણ કર્યું.
રાજાના બાણોથી હણાયેલા કેટલાક સુભટો મૂચ્છિત થઈ પૃથ્વી પર પડયા હતા, તેઓ માંસ ખાવા માટે લુબ્ધ થયેલા ગીધ પક્ષીઓની પાંખોના વાયરાથી સચેતન થતા હતા. તે રાજાએ આંતરા રહિત ચારેબાજુ પ્રસરતા બાણના સમૂહવડે બનાવેલા મોટા કારાગૃહમાં શત્રુનું સૈન્ય નાંખી દીધું હોય તેમ દેખાતું હતું.
' વિદ્યાધરચકવર્તીના સિન્યમાં એ કોઈ રાજા, સૈનિક, દ્ધો, ઘડો કે હાથી નહતો કે જે રાજાના બાણવડે અંકા ન હોય. આવા બળવાન રાજાની સાથે તે ચક્રીએ વૈર કર્યું, તે બાબત પોતાના સ્વામીની નિંદા કરતા તે ચક્રીના સિનિકે ચકીને મૂકીને નાશી ગયા; કેમકે સર્વને જીવિત પ્રિય હોય છે. બેચરચકીને રાજાએ સેંકડોવાર પાડી દીધા, તોપણ તે અત્યંત શૂરવીર હોવાથી વારંવાર ઉઠી ઉઠીને વિવિધ શસ્ત્રોવડે યુદ્ધ કરતા હતા.
ત્યારપછી આ શ્રીજયાનંદ રાજાએ શસ્ત્રવડે પણ મને જીતે તે ઉઘાત કર્યો”
જ,-૫૨