________________
४०८
શ્રી જ્યાનંદ કેવળી ચરિત્ર સૈન્યના અધિકારી પુરૂષે બન્ને સૈન્યને વિષે ફરી ફરીને જે વાહન રહિત હતા, તેમને વાહને આપતા હતા, શસ્ત્ર રહિતને શસ્ત્રો આપતા હતા, ભૂખ્યાને સુખડી વિગેરે ખાવાનું આપતા હતા, અને તરસ્યાને જળ આપતા હતા, તેમજ યુદ્ધમાં થાકી ગયેલાને તેમના મિત્રાદિક ત્યાંથી બીજે ઠેકાણે લઈ જતા હતા. અહીં ચક્રી અને રાજા બને મહાવીરેએ ચિરકાળ સુધી પરસ્પર લોખંડનાં શસ્ત્રોવડે યુદ્ધ કર્યું અને દેવેને પણ આશ્ચર્ય યુક્ત કર્યા. પછી તે બનેના રથો ગદાના પ્રહારવડે ભાંગી ગયા, એટલે તે બન્ને સુભટોએ ક્રોધથી બાહુબાહુનું અને મુષ્ટામુષ્ટીનું યુદ્ધ કર્યું.
પછી ચાકીએ રાજાપર મોટું વૃક્ષ મૂકહ્યું, તેને તેણે ક્રોધવડે દાંત પીસીને મહાવૃક્ષવડેજ પીસી નાંખ્યું. પછી તે બન્નેએ દઢ આઘાતપૂર્વક મહા શિલાવડે યુદ્ધ કર્યું. તે શિલાને પરસ્પર પીસી નાંખવાથી તેની જે ધૂળની વૃષ્ટિ થઈ તેને માણસો ઉત્પાત માનવા લાગ્યા. પછી ચક્રીએ વૃક્ષો સહિત એક પર્વત ઉપાડી રાજા ઉપર ફેંક, તેને રાજાએ તત્કાળ કામાક્ષા દેવીએ આપેલા મુદ્દગરવડે ચૂર્ણ કરી નાખ્યું. રાજાએ ચૂર્ણ કરેલા તે પર્વતના પત્થરના ટુકડાઓ ભૂમિપર પડયા, તેને લેકેએ અકાળે થતી કરાની વૃષ્ટિ ધારી; અને પીસી નાખેલા વૃક્ષ ઉપરથી પુષ્પોના સમૂહે નીચે પડ્યા, તેથી દેવોએ હર્ષથી કરેલી પુષ્પવૃષ્ટિમાં વધારે થયે.
આવી રીતે ભયંકર યુદ્ધથી પણ શત્રુ જીતી શકાય તેમ નથી એમ ધારી શકીએ વિદ્યાવડે કરેલા રથમાં બેસી રાજા ઉપર અગ્નિની જવાળાવડે ભયંકર એવી મહાશક્તિ મૂકી, તે વખતે જેમ મુનિ અનિત્ય ભાવનાવડે સંસારની તૃષ્ણાને છેદે તેમ વિદ્યાએ આપેલા રથમાં બેઠેલા રાજાએ સામી શક્તિવડે તે શક્તિને ભેદી નાંખી.
ત્યારપછી વિદ્યાધરચકવર્તીએ અગ્નિજવાળાવડે વ્યાપ્ત એવું દેદીપ્યમાન ચક રાજાપર મૂકયું. તેને જોઈને જ ભય પામેલા સર્વ સિનિકે એ પોતાના ને બંધ કર્યા. તે ચકને આવતું જોઈ રાજાએ પણ દેવતા સંબંધી પ્રતિચક્રને તેની સામે મૂકડ્યું, એટલે પ્રલયકાળના મેઘની જેવા ગરવ કરતા તે બન્ને ચક્રો પરસ્પર અફળાયા. જેમ જેમ તે અને ચકો પરસ્પર અફળાઈને યુદ્ધ કરતા હતા, તેમ તેમ તે ચક્રોની અગ્નિજવાળા વડે આકાશ જાણે બળતું હોય તેમ દેખાતું હતું. તે ચક્રોમાંથી અગ્નિના કણિયા ઉડતા હતા, તેથી બળવાનો ભય પામેલા દેવતાઓ સંગ્રામ જેવાનું કૌતુક મૂકીને બૂમ પાડી નાશી ગયા. ગધ પક્ષીઓની જેમ વારંવાર ઉંચે ઉડતા અને નીચે પડતા તથા પરસ્પર અફળતા તે બન્ને ચકોએ કોને આશ્ચર્ય ન પમાડ્યું? આ પ્રમાણે ચિરકાળ સુધી
ના નાના નાના નાના