________________
તેરમે સગર
‘09 આવાં તે રાજાના વચનથી ક્રોધ પામેલા અને યુદ્ધથી તૃપ્ત નહિ થયેલા તે સર્વે સુભટએ પ્રાણોને તૃણ સમાન કરી નાખે એવાં હજારો બાણ રાજા પર મૂક્યાં. તે સર્વને નિવારી તત્કાળ તે રાજાએ કેટલાકના રથોને ભાગી નાખ્યા, કેટલાકને પૃથ્વી પર લેટાવ્યા અને કેટલાકને આકાશમાં ઉછાળ્યા. આ પ્રમાણે તે સ્ત્રીરૂપ રાજાને યુદ્ધ કરતા જાણું ખેચરચક્રવતી પોતાના પુત્રના વધની શંકા થવાથી યુદ્ધ કરવા તૈયાર થઈને દેડ. દેડતા એવા તેણે બાવડે શત્રુની સેના વીખેરી નાખી, અને જેમ દાવાનળ પશુઓને બાળે તેમ તે ચોતરફથી વીરેને બાળવા લાગ્યો. તે જોઈ પોતાની સેનાનું રક્ષણ કરવા ઇચ્છતા રાજાએ ચક્રીને યુદ્ધ કરવા બોલાવ્યા એટલે તે બનને ચોદ્ધાઓ પરસ્પર શરાશરી યુદ્ધ કરવા લાગ્યા.
તે વખતે સ્વામીના યુદ્ધથી જેમને કોઇ વૃદ્ધિ પામે છે, એવા બને સૈન્યમાં રહેલા સર્વ દ્ધાઓ પૂર્ણ પરાક્રમવડે પરસ્પર યુદ્ધ કરવા લાગ્યા. તે સુભટોએ ચિરકાળ સુધી ધનુષા ધનુષી, હસ્તાહસ્તી, મુષ્ટામુષ્ટી, ગદાગદી, શક્તાશક્તી અને ચકાચકી યુદ્ધ કર્યું. અહીં ચરિત્રકારે કૌતુક વચન આ પ્રમાણે લખેલ છે –
નસાણ ધમધમી ઢોલ ઢમઢમ, દમામા દમદમેં, ઝલ્લરી છમછમેં, ગિણું ડમરૂ ડમડમે, દિસિ ગમગમે, વયરિ કેપે ધમધમે, ઝઝબાટમટમટે, કાયરકમકમઈ જિમજિમ ભટભીડે, તિમતિમ રસ ચડે, એકે હણ્યા પડે, બીજા ગાઢ રાજડે, કહલા વડગ્રડે, દરી દડદડે, ખાંડાં ખડખડે, સન્નાહ કડકડે, ધડ પડતાં થડથડે, પડિઆ ફડફડે, એકે બડબડઈ ભૂમિધડહડે, ગિરિ શિખર ખડહડે, શિલા રડવડે, પાતાલે સુર ભડભડે, ભેગીઓ દડવડે, પ્રેત તો હડહડે, ગજ ગડગડે, વૃક્ષ કડકડે, ચંબક ગ્રહત્રહે, ધીર ગહગહે, તેહના જસ મહમહે, મહાધજ લહલહે, દિગિરિ ટલવલે, સાયર ઝલહલે, નગર ખલભલે, વીરહાથ ચળવલે, પડિયા દલવલે, ભલ ટલહલે, રૂધિર ખલખલે, લેક કલકલ, નારી બલબલે, જુઝાર ઘાવ ન ચૂકે. નાસતાં બાણ મૂકે, હાથી ચાલે લકે, પગે નેઉર ખલકે, એકના અંગ લટકે, એક તેજે ઝલકે, રથ ભજે, જયનાદ વાજે, નીચ નાસત ન લાજે, એક એક હુઈ તાજે, બલિયા હરખે ગાજે.”
કર્તાએ આ માત્ર કૌતુકથી જ લખ્યું છે, માટે સર્વત્ર આ વાંચવા લાયક નથી, કેમકે કવિઓ અને વ્યાખ્યાન કરનારા પંડિતની વાણી યોગ્ય સભાસદોની અપેક્ષાવાળી હોય છે.
U/ TV