________________
B૦૬
શ્રી જયાનંદ કેવળી ચરિત્ર . તે વખતે આકાશ કઈ ઠેકાણે ચક્રવડે કરીને જાણે સૂર્યમય હાય, કોઈ ઠેકાણે શક્તિવડે કરીને જાણે ઉલ્કામય હોય, કોઈ ઠેકાણે પરસ્પર અથડાયેલા શસ્ત્રોથી ઉત્પન્ન થયેલા અગ્નિથી અગ્નિમય હોય, કોઈ ઠેકાણે આંતરા રહિત મળેલા બાણોના સમૂહવડે જાણે વાદળામય હોય અને કોઈ ઠેકાણે મુદ્દેગરાદિકવડે જાણે ગીધ પક્ષીઓ ભમતા હોય તેવું દેખાતું હતું. - અરિહંતના ધર્મની જેમ અનેક શસ્ત્રસમુહોને વિસ્તારતા તે ચકીના વીરોએ યુદ્ધભૂમિને વિષે શત્રુઓને પરાજય કર્યો. ત્યારે પોતાના સુભટના સંહારની શંકા થવાથી શ્રી જયાનંદ રાજાએ સ્ત્રીરૂપે-સિંહે જોડેલા રથ પર આરૂઢ થઈ રણભૂમિમાં પ્રવેશ કર્યો. તે વખતે સૂર્યના પ્રસરવાથી વૃક્ષની છાયા જેમ વિપરીત થાય, તેમ સંગ્રામભૂમિમાં તે રાજાના પ્રસરવાથી શત્રુ સુભટોની શ્રેણિ વિપરીત ગતિવાળી થઈ ગઈ ચકીના પુત્રોએ તેમને યુદ્ધ માટે બોલાવ્યા, ત્યારે તેમણે હસીને કહ્યું કે –
રે રે! સુભટો ! તમારા ભાઈઓને બાંધ્યા છે, તે શું તમે ભૂલી ગયા છો? રે રે! મુગ્ધો તમે શીધ્ર નાશી જાઓ, નાશી જાઓ. આટલા દિવસ સુધી વીર પુરૂષનો વિજય કરી જે કાંઈ યશ મેળવ્યું હોય તેનું સારી રીતે રક્ષણ કરે; કારણ કે મારા એક પણ ચપેટાને સહન કરે એ મનુષ્ય, સુર કે અસુરને વિષે એક પણ વીરને હું જેત નથી. મારી પાસે સર્વ હાથીઓ માટીના પિંડ સમાન છે, સમગ્ર અશ્વો કાષ્ટના રમકડા સમાન છે, દ્ધાઓ લેપનાં પુતળાં સમાન છે, લોખંડના રથે વૃક્ષના પાંદડા સમાન છે, શસ્ત્રના સમૂહ તૃણ સમાન છે તથા સુર, અસુર, અને મનુષ્યના સ્વામીઓ તે મારા અનુગ્રહપણાને પામવા લાયક છે; તે અહે ! મને યુદ્ધમાં કેણ, શાવડે, ક્યારે,
ક્યાં અને શી રીતે જીતી શકશે ? જેઓ યુદ્ધમાં કરેડો સુભટોને કુટવાથી અત્યંત મદોન્મત્ત થઈદેવને પણ ભય પમાડનારા છે, તેવા યોદ્ધાએ આજે યુદ્ધરસના અથી એવા મારા દષ્ટિમાર્ગમાં મને હર્ષ આપવા માટે આવીને ઉભા છે, તે બહુ સારું થયું છે. જે સર્પો મેટા ફેંફાડાવડે અત્યંત ઉંચા અને ઉદ્ધતપણાના સમૂહને ધારણ કરી દેડકા અને ઉંદરને ભય આપે છે, તેજ સર્પો ભજનની ઈચ્છાવાળા ગરૂડને હર્ષ આપે છે. રે રે સુભટ! મારી જેવાને યુદ્ધમાં જીતવાની ઈચ્છા થવાથી અત્યંત વિકટ અને અસંભવિત એવા શસ્ત્રસમૂહને પરિશ્રમ કરવાના મોટા ભારવડે નિરંતર શા માટે વૃથા ખેદને સહન કરો છો? કારણ મારી એક ચપેટાને સહન કરવાને ઇંદ્ર પણ સમર્થ થાય તેમ નથી, તો હે મૂર્ખા! મરવાની ઈચ્છાથી મારી સાથે યુદ્ધ કરવા તમે શા માટે આવ્યા છે ?”