________________
તેરમા સંગ .
૪૫
“ હેત ! તું જા, અને તારા સ્વામીને કહે કે—તારા પુત્રોને ખાંધનાર કહે છે કે—તારી કન્યાએવડે કે અધ વૈતાઢ્યના રાજ્યવડે મારે કાંઈ પણ પ્રયેાજન નથી; પરંતુ તું જ મારા નામના ચિન્હવાળા મુગટને સાત દિવસ ધારણ કર, અને હું તને ભરતાનું રાજ્ય આપું. એ રીતે આપણી સદા સંધિ હા. ” આ પ્રમાણે તેને ઉત્તર સાંભળી તે જઈ ચક્રીને તે વૃત્તાંત કહ્યો, એટલે ક્રોધ પામીને ચક્રીએ વિચાયુ` કે– “ આ હમણાં જીતેલે. હાવાથી વિષ્ટ થયા છે, તેથી સંધિ કરશે નહિ; અથવા તા આ કાંઈ ચક્રવર્તી, ઇંદ્ર કે.વાસુદેવ નથી, કેવળ મનુષ્યજ છે. તે મારૂં ચક્ર જોઈ લજ્જા પામી શીઘ્ર નાશી જશે; તેથી બીજા શસ્ત્રોથી ન જીતી શકાય તેવા તેને પ્રાતઃકાળે વિદ્યાના આયુધવડે હણી મારા પુત્રાને મૂકાવીશ. એમ થવાથી મારો યશ પશુ વિસ્તાર પામશે.” ત્યારપછી સ સુભટાએ રાત્રીમાં નિદ્રાનું સુખ લીધું; પરંતુ વિષયના સુખ જેવું તે અનિત્ય નિદ્રાસુખ પણ પ્રાતઃકાળ થતાં જતું રહ્યું.
ઇતિ શ્રીજયાનંદ રાજષ કેવળીના ચિરત્રને વિષે શ્રીજયાનંદ રાજા અને વિદ્યાધર ચક્રવર્તીના યુદ્ધના અધિકારમાં પાંચમા દિવસના યુદ્ધના વિસ્તાર સમાપ્ત થયા.
છઠ્ઠો દિવસ
66
ત્યારપછી પ્રાતઃકાળ થતાં “ ઘૂવડોને ત્રાસ પમાડતા મને જોઈ વીરા પોતાના શત્રુઓને સ્પર્ધા સહિત ત્રાસ પમાડો. ” એમ વિચારી સૂર્ય ઉદય પામ્યા. તે વખતે બન્ને સેનામાં પ્રલય કાળના મેઘની ગર્જનાના તિરસ્કાર કરવામાં અગ્રેસર એવા રણવાજિત્રાના નાદ વિકાસ પામ્યા. તે નાદને સાંભળી અન્ને સેનાએના ચાદ્ધાઓના ઉત્સાહ વૃદ્ધિ પામ્યા, અને નાંદીને સાંભળી નટાની જેમ તેએ રણાંગણમાં આવ્યા.
સ સામગ્રી સહિત યુદ્ધ કરતા સમગ્ર સુભટો થાડા શસ્રોવડે ઘણા શત્રુઓને હણવાથી બે પ્રકારે કીનાશપણુ' પામ્યા. અનુક્રમે યુદ્ધ કરતાં યુદ્ધમાં ઉન્મત્ત થયેલા રાજાના સુભટાએ ચક્રીનું સૈન્ય ભાંગ્યું, ત્યારે ક્રોધથી સ` ચક્રીકુમારો એકીસાથે યુદ્ધ કરવા દોડવા. ધર્મને હરનારા વિકલ્પોને જેમ શુભ ધ્યાન ધે, તેમ સુભટોને હણુતા તે કુમારેશને પવનવેગાદિક વીરાએ રૂંધ્યા. જેમ વક્રી થયેલા મંગલાદિક ક્રૂર ગ્રહેા પૃથ્વીપર સર્વ પ્રાણીઓને ભય આપનારા થાય છે, તેમ તે વખતે રાજાના સુભટા શત્રુના સૈન્યમાં ભય આપનારા થયા. તે જોઈ મેટા પરાક્રમવાળા અને ક્રોધ પામેલા તે ચક્રીના કુમારા ક્રમ વિના જ તેમની સાથે યુદ્ધ કરવા લાગ્યા.
૧. ક જીસ અને યમરાજ, ઘેાડા શસ્ત્ર વાપરવાથી કંજુસ અને હણવાથી યમરાજપણુ પામ્યા.