________________
આ જયાનંદ કેવળી ચરિત્ર
k
‘સુભટના વર્ગો મ’ગળને ધારણ કરા, અને શત્રુએ પણ સારી સ્થિતિવાળા થાઓ, કેમકે હું યુદ્ધમાં હીનજનોને હણુતા જ નથી; પરંતુ જે કાઈ આ જગતમાં મારી સમાન કે અધિક હશે, તેને જ હુ· હણવાવાળા છું. ભયંકર અને અકાળે જાગૃત થયેલા યમરાજના બળવાન અને ઉંચા ભુજાના આસ્ફાલનવર્ડ મોટા સર્પો જેવા ભયંકર, શ્યામ અને અત્યંત ચપળ–ફરકતા કેશને ધારણ કરનાર, પર્વતને ભેદે તેવા મેટા ગરવને કરનાર અને મોટા ભુજબળવાળા સર્વે સુભટો ચેષ્ટાવડે કરીને યુદ્ધમાં મારા મનને કરૂણાયુક્ત કરે છે; તેથી તમે સર્વે ભયરહિત થાઓ; પરંતુ મને જલદીથી તે રંડા ખતાવા, કે જેથી તેણીના ગર્ભમાંથી મારા પુત્રાને હું કાઢું. ’
૪૦૨
આવું તેનું વચન સાંભળી શ્રીરૂપ ધારણ કરનાર શ્રીજયાનંદ રાજાએ શીઘ્રપણે સામે આવીને કહ્યુ` કે—“ અરે ! અરે ! તેજ હુ રંડા છું, કે જે તારી પ્રિયાને 'ડાપા આપશે. અરે ! જો તારા પુત્ર સાથે મેળાપ કરવાની તારી ઇચ્છા હોય, તેા જલદીથી યુદ્ધ કર, કે જેથી તારી પણ તેમના જેવી દશા કરીને તને તેમને સંગમ કરાવું, ’'
આ પ્રમાણેનાં તેનાં મ વેધક વચનરૂપી શસ્રવડે વીધાયેલા તે ખેચરચક્રવર્તીએ “હું આને યુદ્ધમાં હણીને જ ઉત્તર આપીશ, વચનથી ઉત્તર આપવાની જરૂર નથી. ’’ એમ વિચારી નવા મેઘની જેવા શબ્દ કરતા ધનુષ્યના ટંકાર કરી ખાણાને વરસાવી વાદળાંમય આકાશ કરી દીધું. રાજાએ પણ પોતાના ખાણારૂપ વાયુવડે તેના ખાણારૂપી વાદળાંને વીખેરી દિશાઓનાં મુખ અને પેાતાના વીરાનાં મુખને હ વડે ઉજવળ કર્યાં.
આ પ્રમાણે તે બન્નેનું યુદ્ધ શરૂ થયું, ત્યારે જાણે અગ્નિ લાગ્યા હાય અને સવે દોડે, તેમ એકી સાથે ચક્રીના બીજા સવ સૈનિકે દોડવા. તે વખતે પવનવેગ અને ચદ્રગતિ વિગેરે વિદ્યાધરાએ ખેચરકુમારા વિગેરે મુખ્ય સુલટાને યુદ્ધ કરવા ખેાલાવ્યા. વીરાના શસ્ત્રોથી હણાયેલા સૈનિક, અશ્વ અને હાથીઓના સમૂહના નીકળતા અને ચારેતરફ ઉછળતા રૂધિરવડે આકાશમાં અકાળે સધ્યારાગ દેખાયા. આ પ્રમાણે સ ખળવડે તે અન્ને સૈન્યનુ યુદ્ધ થવા લાગ્યુ, તે વખતે પ્રલયકાળની શંકા કરતી પૃથ્વી ચારેતરફથી કંપવા લાગી, સમુદ્રો મર્યાદા રહિત થયા. પાપીને પડવા લાગ્યા, ત્રણ જગત ચળાયમાન થયાં, અને દિશાએ શસ્રવડે અધકારમય થઈ,
આ પ્રમાણે ઘાર સંગ્રામના માંનાથી એકને જય તથા ખીજાને પરાજય આપવાવડે વિધાતાએ સુભટને પુણ્ય પાપની સ્પષ્ટતા દેખાડી આપી. વિશ્વના વીરસમૂહને વિષે
L&