________________
તેરસે સગે.
૪on મૂક્યાં. ચારેબાજુ ઘણા બારૂપી કિરણોને મૂકતા એવા તે એકલા રાજા પોતાના સૈન્યરૂપ કમળના વનમાં સૂર્યની અને શત્રુના સૈન્યરૂપી કમળના વનમાં ચંદ્રની સશતાને ધારણ કરતા હતા.
સામી બાજુ યુદ્ધ કરનારા અનેક વીરોને તેઓ એકલા જ હણવા લાગ્યા. “સિંહ એકલે જ ઘણા મૃગોને હણે, તે પણ તેને પ્રયાસ લાગતો નથી. ” ક્ષણમાં રથ પર આરૂઢ થઈ, ક્ષણમાં આકાશને વિષે રહી, ક્ષણમાં ભૂમિપર, રહી, ક્ષણમાં સેનાના અગ્ર ભાગે, ક્ષણમાં મધ્યે અને ક્ષણમાં છેડે રહી ચારેબાજુ ભમતા તે રાજાએ કેટલાકને પગના દઢ પ્રહારવડે પાડી નાંખ્યા, કેટલાકને કરતલના ઘાતવડે, કેટલાકને વા જેવી મુષ્ટિવડે, કેટલાકને કઠણ કણીવડે અને કેટલાક શત્રુવીરને ગદા, મુગર, દંડ અને ખગ વિગેરે વિવિધ શાસ્ત્રીને પરસ્પર અફળાવવાવડે પાડી દીધા. પછી તેમના પર કૃપા આવવાથી તે રાજાએ રથમાં જ બેસી માત્ર પિતાની સાથે યુદ્ધ કરનારા વીરેને શસ્ત્રો વડે જર્જરિત ર્યા.
આ પ્રમાણે વિવિધ શસ્ત્રોવડે યુદ્ધ કરીને તેમણે કેટલાક શત્રુ રાજાઓને શરણ રહિત, કેટલાકને બખ્તર રહિત અને કેટલાકને શસ્ત્ર રહિત કરી દીધા. પછી તે સર્વમાં અગ્રેસર તરીકે મહાબળ વિગેરે સો કુમાર હતા, તેમને તત્કાળ યુદ્ધમાં શ્રમિત કરી શ્રી જયાનંદ રાજાએ નાગપાશવડે બાંધી લીધા. તે મુખ્ય વિરેને તેમની ઈચ્છાને નાશ કરી બાંધેલા જોઈ બીજા સર્વ કુમારે ચકલાની જેમ નાશી ગયા. ભયથી નાશી જતા તે કુમારની કુમારરાજે ઉપેક્ષા કરી–નાસવા દીધા. “સર્વ દાણા લઈ લીધા પછી શું ફતરાં ઉડાડી ન દેવાય ?” પછી રાજાએ ભૂકુટિની સંજ્ઞાવડે પવનવેગને પ્રેરણા કરી, એટલે તે જેમ ચેરેને કારાગૃહમાં લઈ જાય તેમ તે સર્વે બાંધેલા કુમારોને તત્કાળ પિતાની છાવણીમાં લઈ ગયો. - હવે પોતાના પુત્રને ભગ્ન થયા ઈ તથા કેટલાકને બંધાયેલા જાણી તેમને મૂકાવવા માટે ચક્રી કોધથી ધમધમતે દોડડ્યો અને અરે ! મસ્તક છેદવા લાયક તે રડા ક્યાં છે? અને મારા બાંધેલા કુમારે ક્યાં છે?” એમ પ્રલાપ કરતો તે ચક્રી શત્રુની સેનામાં અખલિતપણે પેઠે. ધનુષ્ય તથા ભાથાને ધારણ કરતા તે અતિરથી રથમાં બેઠેલું હતું, તે વખતે તેના ભયંકર ક્રોધના દેખાવને લીધે જાણે યમરાજની બીજી મૂર્તિ હોય તેમ તેને સુભટોએ ધાર્યો. તે ચક્રીએ ધનુષ્યપર માત્ર એક જ બાણ ચડાવ્યું, તે જોઈ સર્વ સુભટો ચારેતરફ નાઠા, એટલે તેમના પર કરૂણા ઉત્પન્ન થવાથી ઈંદ્રને પણ જીતનાર પરાક્રમવાળો તે ચકી બે કે –
ce -
1
2
NR
E
___ 7 -, sa