________________
Yoo
શ્રી જયાનંદ કેવળી ચરિત્ર ઈચ્છા પ્રમાણે આપ્યું. ગાઢ અંધકારને હણતા સૂર્યના કિરણેને જઈ વરે જાણે તેમની
સ્પર્ધા કરતા હોય તેમ શત્રુના સમૂહને હણવા ઉત્સુક થયા. પ્રથમની જેમ બન્ને સેનામાં રહેલા દ્ધાઓ પોતપોતાના પરાક્રમને નિર્વાહ કરવા માટે સર્વ સામગ્રી સહિત યુદ્ધ કરવા તૈયાર થયા.
પછી યુદ્ધ શરૂ થતાં આંતર રહિત ફેંકેલા બાવડે સૂર્ય ઢંકાઈ ગયે, ત્યારે - વીરોના શના પરસ્પર ઘર્ષણથી ઉત્પન્ન થયેલા અગ્નિવડે ઉઘાત થશે. તે વખતે પવનવેગાદિક સુભટેએ ચરચક્રવર્તીનું સૈન્ય ભગ્ન કર્યું, એટલે ઇદ્રની જેવા પરાક્રમવાળો મહાબળ વીર સેનાપતિ યુદ્ધ કરવા ઉભો થા. તે શ્રેષ્ઠ વીરે યુદ્ધમાં કેટલાક શત્રુ
દ્વાએના અને તેમના બાણેના પૃષ્ટ ભાગ જ જોયા, પણ તેમનાં મુખ જોયાં નહિ. તેણે રાજાના સૈન્યના સુભટને બાવડે એવા હણ્યા કે જેથી તેઓ જળના નાના . તળાવમાં પાડાના પ્રવેશથી પ્લાન થયેલા કમળોના સમૂહ જેવા દેખાવા લાગ્યા. " તે મહાબળ બીજા સુભટથી જીતી ન શકાય તે છે એમ જાણી શત્રુરૂપી 'અધકારને નાશ કરવામાં સૂર્ય સમાન શ્રીજયાનંદ રાજા પિતે જ બાણોરૂપી કિરણોની શ્રેણિને ફેંકતા યુદ્ધભૂમિપર આવ્યા. તેને યુદ્ધની ધૂસરીને વહન કરવામાં અદ્વિતીય ધીર એવા મહાબળે રૂંધ્યા અને પ્રબળ ધનુષ્યનું આસ્ફાલન કરી બાણ વડે સૈન્ય સહિત તેમને ઢાંકી દીધા. ત્યારે રાજાએ બાણાવળીઓને અકસ્માત્ ઘાત કરે એવા તીણ બાણ મૂકી સેના સહિત તે સેનાપતિને અત્યંત વ્યાકુળ કરી દીધું. ભયને આપનારા તે રાજાના બાણે જ્યાં જ્યાં પડતા હતા, ત્યાં ત્યાં તે બાણેની જાણે સ્પર્ધા કરતા હોય તેમ સામાવાળાના દ્ધાઓ પણ પડતા હતા. '
તે રાજાના બાણના ઘાતથી ભય પામેલા અને તેથી કરીને જ નાશી જતા એવા વીરેના હાથમાંથી શીધ્રપણે શ પડી ગયાં અને કેડપરથી વ પડી ગયાં. શ્રીજયાનંદ રાજા આ પ્રમાણે શત્રુના સૈન્યને હણવા લાગ્યા, ત્યારે ચક્રીન પાંચ ઓછા એવા બાર હજાર કુમારે તથા બીજા યોદ્ધાઓ પિતાને વીર પુરૂષોમાં અગ્રેસર માનતા, વિવિધ વાહન અને શસ્ત્રવાળા તથા ગટના અભિમાનને ધારણ કરનારા હેઈને શ્રીજયાનંદ રાજાને ઉપદ્રવ કરવા ઉઘમવંત થઈ તત્કાળ એકી સાથે દોડયા. ધનુષ્યને ધારણ કરનાર તેઓ સર્વેએ સ્ત્રીરૂપ ધારણ કરનારા શ્રીજયાનંદ રાજાને જલદીથી એકી સાથે બાણની શ્રેણિ વરસાવી ઢાંકી દીધા. તે ઘણાઓને જોઈ રણસંગ્રામના કૌતુકી રાજા પણ અતિ આનંદ પામ્યા, અને તેણે વૈરીના પ્રાણને તાત્કાલિક હરણ કરનાર બાણે તેમના પર