________________
તેરસ સગર દીધા, તે પણ અતિ પરાક્રમને લીધે તેઓ ફરીથી વિઘાવડે બનાવેલા બીજા રાપર આરૂઢ થઈ યુદ્ધ કરવા લાગ્યા, ત્યારે રાજાએ પણ ફરીથી લીલામાત્રમાં જ તેમને તે જ પ્રમાણે પૃથ્વી પર આળોટતા કર્યા. આ પ્રમાણે અનેકવાર થયું, તે પણ કૃપાળુ રાજાએ તેમને હક્યા નહિ-પ્રાણ રહિત કર્યા નહિ. છે તે જોઈ દેવતાઓ તેમની દયા અને તેમના સાહસની પ્રશંસા કરવા લાગ્યા. છેવટે રાજાએ તે ત્રણે ભાઈઓને એકીસાથે નાગપાશવડે બાંધી લીધા. “ગરૂડની સાથે સર્પો કેટલા વખતસુધી યુદ્ધ કરી શકે ?” પછી રાજાની આજ્ઞાથી ચંદ્રગતિ તેમને શિબિરમાં લઈ ગયા. ત્યાં કિરણમાલી તેમને જોઈ બંધુઓને સમાગમ થવાથી હર્ષ પામે.
હવે અણિવાળાં શસ્ત્રોના ઘાતથી વીરેના અંગમાંથી ઉછળેલા રૂધિરવડે વ્યાપ્ત અને રકત થયેલે સૂર્ય સ્નાન કરવા માટે પશ્ચિમ સમુદ્રમાં ગયે; એટલે પિતા પોતાના સ્વામીની આજ્ઞાથી અને સૈન્યોનું યુદ્ધભૂમિમાંથી પાછા ફરી છાવણી તરફ ગમન થયું, ત્યારે યુદ્ધરહિત તથા સંખ્યારહિત એમ બે પ્રકારવાળા સુભટો પોતપોતાના સ્થાને ગયા. તે વખતે તે બન્ને સિન્થ જય અને પરાજયથી ઉત્પન્ન થયેલા આનંદ અને શેકવડે, દિવસ અને રાત્રીવડે ઉજ્વળ અને શ્યામ થયેલા મેરૂપર્વતના બે પડખાની ઉપમાને ધારણ કરવા લાગ્યા. રાત્રીએ વિદ્યાધરચક્રવર્તી પિતાના બંધાયેલા પુત્રો માટે શેક કરવા લાગે, અને યુદ્ધમાં તેમની રક્ષાને માટે પોતાને જ પ્રમાદ માનવા લાગ્યો.
પછી પ્રથમના સેનાપતિને બધે જાણી શકીએ તે સેનાપતિના સ્થાનને શોભાવવાના આશય વડે નામથી અને ગુણથી એમ બે પ્રકારે મહાબળ નામના પોતાના પુત્રને જ તે સ્થાને સ્થાપન કર્યો. પછી કંઠગત પ્રાણવાળા સર્વ સુભટો અને ગજાદિક પશુઓને પ્રથમની જેમ સજજ કરવામાં આવ્યા, એટલે તેઓએ યુદ્ધના શ્રમને દવા માટે નદીમાં સ્નાન કર્યું. નિદ્રાના આલિંગનનું સુખ અનુભવતા સુભટ તેવા સુખ રહિત દેવતાઓને પણ નિંદવા લાગ્યા, અને પોતાની પ્રિયાને પણ ભૂલી ગયા.
ઈતિ શ્રીજયાનંદ કેવળી ચરિત્રને વિષે શ્રીજયાનંદ રાજા અને ખેચરચક્રીના મહા યુદ્ધના અધિકારમાં ચોથા દિવસના યુદ્ધનો વિસ્તાર સંપૂર્ણ થશે.
પાંચમો દિવસ અંધકાર દાનાદિક શુભ વસ્તુઓને પણ રાત્રી યુદ્ધ કરાવે તેવું છે એમ જાણું તે અંધકારને ત્રાસ પમાડવા માટે જાણે ક્રોધથી રક્ત થયો હોય તેમ સૂર્ય ઉદય પામે. શ્રીજયાનંદ રાજાએ ચિંતારત્નના પ્રભાવથી સર્વ યોધ્ધાઓને વાહન અને શઆદિક સર્વ