________________
શ્રી જયાનંદ કેવળ ચરિત્ર - હવે શ્રીજયાનંદ રાજા સાથે યુદ્ધ કરતા ચંડવેગને જોઈ કોલવડે દાંતને પીસતા પવનવેગે પુત્રના પૂર્વે કરેલા પરાભવના વૈરથી તેને યુદ્ધ કરવા બોલાવ્યું. ત્યારે સિંહ જેવો તે પણ પવનવેગ સામે આવીને ક્રોધથી બે કે– “પ્રાણના સંદેહને પામ્યા છતાં પણ બીજાના જોરથી બડાઈ શું મારે છે? બીજાથી બળ પામેલ મનુષ્યોનો ગર્વ પ્રાયે ચિરકાળ સુધી રહેતી નથી. સૂર્યનાં કિરણોથી તપેલી રેતી કયાં સુધી ઉષ્ણુ રહે ? હવે ચકવેગની જેમ હું તને શિથિલ બંધનથી બાંધીશ નહિ, અને બાંધ્યા પછી મૂકીશ પણ નહિ. જો તું મારી શક્તિને જાણતું ન હોય, તે તારા પુત્રને જ પૂછી જે; અને જે તને મૂકાવનાર છે, તેને પણ હમણાં જ ચકવેગે પ્રાણના સંશયમાં મૂકે છે એમ જાણજે. તે ચક્રવેગના વીર્યને તે અનુભવ કર્યો જ છે. ચિરકાળ સુધી સ્વામી સાથેની તારી એકાંત મિત્રતા હોવાથી હું તને મૂકી દઉં છું, તું ચાલ્યા જા; અથવા તે સ્વામીને દ્રોહ કરનાર થયેલ હોવાથી તું તારી મેળે જ શલભના માર્ગને પામ અને મર.” તે સાંભળી પવનવેગ બે કે –
અરે! એક વાર બીજા કેઈએ જય મેળવ્ય અથવા પિતે એક બાળકને જી, તે બાબત ગાઈ બતાવીને ગર્વથી કેમ ગાજે છે? એકવાર મારો પરાભવ કરી ગર્વથી અંધ બની તે ચક્રવેગ પિતે જ શલભના માર્ગને પામ્યા હતા, તેને વૈરને લીધે હણવાની ઇચ્છા છતાં મેં તેની ઉપેક્ષા કરી છે, અને બાળને પીડા ઉપજાવવાથી પાપી થયેલા તને હણવા માટે હું આવ્યો છું. શું સિંહ પોતાના બાળકને પીડા કરનાર ભુંડને સહન કરે ? અથવા આવી યુક્તિપ્રયુક્તિથી શું ફળ છે? શાસ્ત્રને વાદ કરતી વખતે જ યુક્તિપ્રયુકિત સારી ગણાય છે. યુદ્ધમાં તે શસ્ત્ર જ શ્રેષ્ઠ છે, તેથી જો તું સુભટ હેય તે શસ્ત્રને જ ગ્રહણ કર.”
આવી તેની વાણીવડે કપ પામેલા પ્રચંડ પરાક્રમવાળા ચંડવેગે તેને બાવડે ઢાંકી દીધે, ત્યારે પવનવેગે પણ તેને બારેવડે ઢાંકી દીધો. એ રીતે ચિરકાળ સુધી શરાશરી યુદ્ધ કરીને પવનવેગે ચંડવેગને અત્યંત શ્રમથી વ્યાકુળ કર્યો, અને ત્રિશૂળવડે તેની છાતીમાં દઢ પ્રહાર કર્યો. એટલે તે ચંડવેગ મૂરથી પડી ગયો, તેને તત્કાળ પવનવેગ નાગપાશવડે બાંધી વેરને બદલે વળવાથી હર્ષ પામી પિતાના શિબિરમાં લઈ ગયે. - અહીં શ્રીજયાનંદ રાજાએ ચકવેગાદિક સાથે યુદ્ધ કરતાં તેમના રથોને એકસાથે ભાંગી નાંખ્યા, અને ઉછળી ઉછળીને તે સર્વેને ધનુષ્યથી મૂકેલા બાણવડે પીડિત કર્યા, તથા બાણવડે ઝરતા તેમના રૂષિરથી કાદવવાળી થયેલી પૃથ્વી પર તેમને આળોટતા કરી