________________
તેરમા સ
- હૃદયમાં હણાયેલા પવનવેગ તત્કાળ મૂર્છા પામીને રથમાં પડી ગયા, અને પછી જેમ સિંચાણી ચકલાને પીડા ઉત્પન્ન કરી મૂકનારના હાથમાં પાછી આવે તેમ તે શિત ચક્રવેગના હાથમાં પાછી આવી. પવનવેગને મૂર્છા પામેલા જાણી જેમ કામદેવ સ્રીમાં મૂઢ થયેલા પ્રાણીને પુત્રાદિક સંતતિવડે બાંધી લે તેમ તેને ચક્રવેગે નાગપાશવડે બાંધી લીધા.
હવે ચંદ્રગતિની સાથે માણેાવડે ચિરકાળ સુધી યુદ્ધ કર્યાં છતાં પણ મહાવેગ મિથ્યાત્વની ક્રિયા કરનાર પ્રાણી ભવને ન જીતે તેમ તેને જીતી શકયા નહિ; ત્યારે મહાવેગે તેનાપર અતિ ભયકર આગ્નેય શસ્ત્ર મૂકયુ, તેને ચંદ્રગતિએ શીવ્રપણે વારૂણ અસ્રવડે આલવી નાંખ્યું. પછી જોવાથી જ વૈરીના મસ્તકમાં શૂળ ઉત્પન્ન કરે તેવુ' ત્રિશૂળ મહાવેગે મૂકયુ, તેને ચંદ્રગતિએ તીરેાવડે છેઢી નાંખ્યું. છેવટે મહાવેગે યંત્રવડે લાહના ગાળા ‘મૂકયા, તે શસ્ત્રોવડે પણ સ્ખલના પામ્યા નહિ. તેના પ્રહારથી તે ચંદ્રગતિની છાતીમાં વાગ્યા. તેનાથી તે યાચના કરેલા કૃપણુની જેમ મૂર્છિત થઈ રથમાં પડી ગયે અને તરત જ મહાવેગે તેને નાગપાશવડે બાંધી લીધેા.
એજ પ્રમાણે લાહથી અને વિદ્યાથી ઉત્પન્ન થયેલા વિવિધ પ્રકારનાં બે આયુધાવડે ચિરકાળ સુધી મહાયુદ્ધ કરી મણિમાલીએ ભાગરિતને અત્યંત શ્રમિત કર્યાં. પછી તેણે તે ભોગતિને નાગપાશવડે એવી રીતે બાંધી લીધે કે જેથી તે શ્વાસેાચ્છવાસ લેવાને પણ શક્તિમાન રહ્યો નહિ. તેમજ ચક્રવેગ જેવા ચડવેગ નામના સેનાપતિએ વવેગ સેનાપતિને ચિરકાળ યુદ્ધવડે શ્રમિત કરીને ખાંધી લીધા.
આ પ્રમાણે જેમ ધર્મના ઉપશમાદિક સુભટાવડે મેહના કષાયસુભટા અંધાય તેમ ચક્રીના ચારે સુભટએ રાજાના ચારે સુભટાને આંધી લીધા, અને પછી તે ચક્રવેગાદિક ખાંધેલા એવા તે પવનવેગાદિકને પેાતાની કાખમાં નાંખી પાતપેાતાના રથમાં બેસીને લઈ જતા હતા, ત્યારે વીરાંગદે તત્કાળ તેમનું સ્વરૂપ શ્રીજયાનંદ રાજાને નિવેદન કર્યું, એટલે શીવ્રપણે રાજાએ આવી આણેાની વૃષ્ટિવડે તેમને રૂંધ્યા.
મમ સ્થાનને પીડનારા તેમનાં આણાવડે એકીસાથે તે સર્વે ચક્રવેગાદિક અત્યંત વ્યથા પામ્યા, એટલે તે ખાંધેલાને છેડી તેએ તેમની સાથે યુદ્ધ કરવા લાગ્યા. તેઓની સાથે યુદ્ધ કરતા શ્રીજયાનંદ રાજાએ આકષિણી વિદ્યાવડે તે આંધેલા પવનવેગાદિકનું આકર્ષણ કરી તેમને પોતાના રથમાં લઈ લીધા. પછી ગારૂડી વિદ્યાવડે તેમના નાગપાશેાને તાડાવી વીરાંગદની પાસે ઔષધિના જળવડે તેમને સજ્જ કરાવ્યા, એટલે તરત જ તેઓ પોતપાતાના રથમાં આરૂઢ થઈ ફરીથી યુદ્ધ કરવા દોડચા. કેમકે વીરાના પરાભવ તેજ રૂપી અગ્નિની વૃદ્ધિ કરવામાં વાયુ સમાન હોય છે.
222 ----