________________
૩૯૬
શ્રી જયાનંદ કેવળી ચરિત્ર ખેચરચક્રીના સેનાપતિ યુદ્ધ માટે દોડયો, તેની સાથે સ્થિરતાપૂર્વક યુદ્ધકુરવા માટે કુમારરાજના સૈન્યના વાવેગ સેનાપતિ પ્રાપ્ત થયેા. ત્યારપછી આ આઠે ચાદ્ધાએ જાણે દિગ્ગજ હાય તેમ મહા રણસ`ગ્રામમાં ગĆથી ઘેાર ગર્જના કરી આકાશને પણ ગજાવવા લાગ્યા. તે વખતે શરીર અને અખ્તર વિગેરેને ભેદનારા તેમના ખાણા ઉડવા લાગ્યા, અને કેટલાક જોનારા ચાદ્ધાઓના ભયથી રક્ષણ રહિત થયેલા પ્રાણા પણ ઉડવા લાગ્યા. તે વખતે બન્ને સૈન્યના ખીજા સૈનિકે પણ શત્રુના સૈનિકોને પરસ્પર નામ ગ્રહણ કરી કરીને મોટા આગ્રહથી યુદ્ધને માટે લલકારવા લાગ્યા. આ પ્રમાણે અન્ને સન્યમાં રહેલા કરાડા સુભટે હાથમાં ધનુષ્ય બાણુ ધારણ કરી યુદ્ધ કરવા માટે સામસામા આવી ગયા. હવે પવનવેગની સાથે અસમાન કાપથી અત્યંત દુર અને વિશ્રાંતિનું અસ્થાન એવું ચક્રવેગનુ મહાયુદ્ધ થયું. તેમાં જેમ મનું વચન હૃદયને ભેદે તેમ ચક્રવેશે પવનવેગના ધનુષ્યને ભેદ્યું, એટલે પવનવેગે નવું ધનુષ્ય લઈ તપ જેમ કર્મીને છેદે તેમ તે ચક્રવેગનુ ધનુષ્ય છેઘ' દુદ્ધિવાળા એ ભાઈ એ જેમ દુચનવડે સ્નેહને ભાંગે તેમ તે બન્નેએ એકી સાથે ભિક્રિપાળવડે પરસ્પરના રથ ભાંગી નાંખ્યા. પછી ચક્રવેગ ગદા ઉપાડી પવનવેગ તરફ દોડચો; ત્યારે તે પવનવેગે પણ પથ્થરવડે પથ્થરને ભાંગે તેમ ગદાવડે તેની ગદ્યાને ચૂર્ણ કરી. પછી હાથી જેવા તે બન્ને ચદ્ધાઓએ મુગરવડે યુદ્ધ કર્યું. તેમાં તે મુદ્ગરો જ પરસ્પર અફળાઈને ભાંગી ગયા, પરંતુ તે સુભટ ભાંગ્યા નહિ.
પછી મેાહ જેમ પ્રાણી ઉપર તૃષ્ણાને મૂકે, તેમ ચક્રવેગે આકાશમાં ઉછળી એક મેાટી શિલા પવનવેગ ઉપર મૂકી, ત્યારે જેમ બુદ્ધિમાન પુરૂષ સમક્તિના લાભવડે લાંખી ભવસ્થિતિને છેદે તેમ પવનવેગે પણ મુગરવડે હણીને તે શિલાને પીસી નાંખી. પછી તે બન્ને સુભટા વિદ્યાએ આપેલા રથો ઉપર આરૂઢ થઈ ચિરકાળ સુધી વીરાના મદરૂપી વરને હરણ કરનાર શરેા મૂકવા લાગ્યા. પછી ચક્રવેગે પવનવેગ ઉપર જયલક્ષ્મીના મૂળરૂપ શૂળ મૂકયું. તેને પવનવેગે માણેાવડે કેળના સ્તંભની જેમ ભાંગી નાંખ્યું. જેવા તેવા શસ્રવડે પવનવેગ જીતી શકાય તેમ નથી એમ જાણી ચક્રવેગે શત્રુઓને ખાઈ જનારી, ભયંકર અને જ્વાળાવાળી શક્તિનું સ્મરણ કર્યું; એટલે તડતડ શબ્દ કરતી અને પ્રાણને હરનારી તે શક્તિ તેના હાથમાં આવી, તેને તત્કાળ ચક્રવેગે ભમાડી પવનવેગ ઉપર મૂકી. તેને ભેદવા માટે પવનવેગે તથા ખીજા વીરેાએ પણ શસ્ત્રની શ્રેણિ મૂકી; પરંતુ દુર્જનની સત્ક્રિયાની જેમ તે શસ્ત્રશ્રેણિ નિષ્ફળ થઈ, એટલે તે શક્તિવડે