________________
પ્રથમ સત્ર
૧૭ ખરડાયેલી કડછી વિગેરે વડે શુદ્ધ આહાર વહોરાવે તે ૩, મિશ્રજાતિ દોષ–પિતાને માટે અને સાધુઓને માટે પ્રથમથી જ ઉદ્દેશીને આહારાદિક તૈયાર કરે તે ૪, સ્થાપના દોષ–સાધુને માટે ખીર વગેરે જુદાં કરી પિતાના વાસણમાં રાખી મૂકવાં તે ૫, પ્રાણુતિકા દેષ—વિવાહાદિક આવવાને વિલંબ હોય છતાં સાધુને ગામમાં રહેલા જાણે તે લાભ લેવા માટે વહેલા કરવા અથવા વિવાહને સમય નજીક આવતાં સાધુની રાહ જોવા માટે વિલબે કરવા તે ૬, પાદુષ્કરણ દોષ–અંધકારમાં રહેલી વસ્તુ દીવા વિગેરે વડે અથવા ભીંત દૂર કરવા વડે પ્રકાશિત કરીને આપવી તે ૭, કીતષ–સાધુને માટે વેચાતી લાવીને કઈ વસ્તુ તેમને આપવી તે ૮, પ્રામિત્ય દોષ–સાધુને માટે ઉધારે લાવીને કોઈ વસ્તુ આપવી તે ૯, પરાવર્તિત દેષ–સાધુને માટે પોતાની વસ્તુ બીજાની વસ્તુ સાથે બદલાવી તે વસ્તુ સાધુને આપવી તે ૧૦, અભ્યાહુત દેષ-મુનિ જ્યાં હોય ત્યાં-મકાને આહારાદિક સન્મુખ લાવી સાધુને આપે તે ૧૧, ઉભિન્ન દેષ-કુડલા વિગેરેમાંથી ઘી વિગેરે કાઢવા માટે તેના મુખ ઉપરથી માટી વિગેરે દૂર કરી અથવા કપાટ, તાળું વિગેરે ઉઘાડી તેમાંથી વસ્તુ કાઢીને આપવી તે ૧૨, માલાપહત દેષ–મેડી ભોંયરા કે શિકા ઉપરથી ઉતારી સાધુને વહેરાવવું તે ૧૩, આચ્છિદ્ય દેષ-પતે બળવાન હોઈ બીજાની વસ્તુ ઝુંટવીને સાધુને આપવી તે ૧૪, અનિષ્ટ દેષ-જેના એકથી વધારે સ્વામી હોય તેવા આહારને તે સર્વમાંથી કઈ એક જણ (પતે) બીજાઓની રજા વિના સાધુને વહરાવે તે ૧૫, તથા અધ્યપૂર્વક દેષ–સાધુનું આગમન સાંભળી પિતાને માટે રંધાતા અન્નમાં બીજું વધારે નાંખી તે રઈમાં વધારો કરે તે ૧૬, આ સોળ પિંડદૂગમના દે છે. તે દ દાતારથી ઉત્પન્ન થાય છે.”
હવે સાધુથી ઉત્પાદનના સેળ દોષે કહે છે.–
धाई १ दई २ निमित्ते ३, आजीव ४ वणीम ( व ) गे ५ तिगिच्छा ६ य। काहे ७ माणे ८ माया, ९ लेोभे १० अ हवंति दश एए॥ १८८ ॥ पुपिच्छासंथव ११, विज्जा १२ मंते १३ अ चूण्ण १५ जागे १५ अ । उप्पायणाई देसा, सोलसमे मूलकम्मे ૨૬ / ૨૮૬
“ બાળકને ધવરાવનાર, સ્નાન કરાવનાર, અલંકાર પહેરાવનાર, રમાડનાર અને ખોળામાં બેસાડનાર આ પાંચ ધાત્રી માતા કહેવાય છે, તે પાંચમાંથી કઈ પણ કાર્ય સાધુ ભિક્ષા માટે કરે તો તે ધાત્રીપિંડ નામનો દેષ કહેવાય છે ૧, દૂતીની જેમ સંદેશ લાવી અને લઈ જઈ ભિક્ષા ગ્રહણ કરે તે દૂતીપિંડ દેષ છે ૨, ભિક્ષાને માટે ભૂત,
જિ.-૩