________________
શ્રી જ્યાનંદ કેવળી ચરિત્ર તમારા બાણના સમૂહવડે ફાટી જાય તે ગ્ય નથી, સમુદ્ર પણ તમારા શસ્ત્રના ભયથી નિરંતર આજંદ કર્યા કરે છે, તેથી તે પણ વધારે શેષણ કરવાને ગ્ય નથી, કેન્દ્ર પ્રથમથી જ આ પર્વતની પાંખો કઠીન વજાના પ્રહારવડે કાપી નાખી છે, તેથી પર્વતે પણ હણવા યોગ્ય નથી. અગ્નિ દ્વારા ભજન કરનારા આ દેવ સ્વર્ગમાં જ સ્થિતિ કરવાથી પ્રીતિવાળા થયા છે, તેમને શા માટે જીતવા જોઈએ? યમરાજ જગતને અનિષ્ટ છે તે પણ તેના પગ સડી ગયેલા છે, તેથી તે પણ વધ કરવા ગ્ય નથી. વિશેષ શું કહું? ત્રણ લેકમાં કોઈપણ એ વીર નથી કે જે યુદ્ધમાં તમારી સામે ઊભે રહી શકે, તે હે પિતા ! કેને જીતવા માટે આ રણકાર શબ્દ કરતા શસ્ત્રને તમે ધારણ કરે છે? વળી પિતાના આત્માને સુભટ માનનારા આ મનુષ્ય તમારા મોટા અપરાધવાળા હોય તે પણ નિસાર હોવાથી તમારે વધ કરવા લાયક નથી. '
હાલમાં કેઈપણ ચક્રવર્તી કે વાસુદેવ યુદ્ધમાં તૈયાર થઈને સામે આવ્યું નથી, તેમ જ અસુરે પાતાળ રૂપી બિલમાં પેસી ગયા છે અને દેવો અનંતવનમાં પેસી ગયા છે, તે હમણાં સંપૂર્ણ વીર્યવાળ કેણ રણસંગ્રામના તમારા કૌતુકને પૂરનારો થાય તેમ છે? કદાચ તેઓએ હીન બળવાળા આપણા દ્ધાઓનો પરાજય કર્યો તે તેમાં શા માટે ખેદ કરવો જોઈએ? શું કાગડાઓ પણ કીડાઓને ત્રાસ નથી પમાડતા ? તેથી તેઓને વિષે આ તમારે શો યુદ્ધને આરંભ? હું જ તેમને જલદીથી જીતી લઇશ.
કુહાડો લતા છેદવા માટે ગ્ય છે, વજી પાસે લતા છેદવાનું કામ કરાવાય નહિ. ત્રણ જગતને જીતનાર તમે છે, તેથી અમને રણસંગ્રામ સુલભ છે, માટે આજે અવસરે પ્રાપ્ત થયેલું તમારા પુત્રનું શૌર્ય પણ તમે જુઓ. શું હું આજે આ પૃથ્વીને ભેદી શીધ્રપણે નાગકુમારની શ્રેણિને ત્રાસ પમાડું ? કે શું પાકી કેરીની જેમ નક્ષત્રના સમૂહને બાણ વડે પૃથ્વી પર પાડી દઉં? કે શું શક્તિવડે સમુદ્રનું શોષણ કરે? કે શું પર્વતેને ચૂર્ણ કરી નાખું? આવા પ્રકારની સર્વ શક્તિવાળા મને તમારા જે જ પુત્ર જાણે.
આવાં વચનેવડે આનંદ પામેલા પિતાને નિષેધ કરી તેની અનુમતિ લઈ તે ચકવેગ શત્રુઓના સમૂહને અનુક્રમે હણતો હણત આગળ ચાલ્યો. નદીના મોટા પૂરની જેમ રણસંગ્રામમાં પ્રસરતા તેને પત્તિ, રથી, ઘોડેસ્વાર કે હસ્તીસ્વાર કેઈપણ સ્કૂલના પાડી શકે નહિ. શરીરમાં ચારે તરફ અર્ધ પેઠેલા તેના બાવડે મહા સુભટે જાણે શીશાળીઆથી વ્યાપ્ત શરીરવાળી શાહુડીઓ હોય તેવા જણાવા લાગ્યા.