________________
તેરમે સંગ - તે જ્યાં જ્યાં યોદ્ધાઓને જોવા લાગ્યા, ત્યાં ત્યાં તેમને હણવા લાગ્યું. “જ્યાં જ્યાં ઘાસ હોય ત્યાં ત્યાં દાવાગ્નિ તેને બાળે જ છે.” પછી પવનવેગ પણ રથમાં આરૂઢ થઈ રણસંગ્રામના પારને પામવાની ઈચ્છાથી શત્રુની સેનાને પરાજય કરવા પ્રાપ્ત થયે,
જેમ મનના દુષ્ટ અધ્યવસાયવડે પીડા પામતા ધર્મિષ્ટ જન કલેશના મૂળ કારણની નિંદા કરે, તેમ તે પવનવેગના બાણ વડે વ્યથા પામેલા સુભટે પ્રથમથી જ થયેલા વૈરની નિંદા કરવા લાગ્યા.”
પછી યશલક્ષમીની સ્પૃહાવાળો વર ચંદ્રગતિ પણ યુદ્ધમાં પ્રવર્યો. સુભટ પર પ્રહાર કરતા એવા તેની ગતિને કઈ પણ વીર ખલના પમાડી શક્યો નહિ. એજ રીતે યશને વિષે પ્રીતિને ધારણ કરતા ભોગરતિ વિગેરે સુભટો પણ શત્રુને સર્વથા નાશ કરે તેવા ક્રોધથી રણભૂમિમાં યુદ્ધ કરવા લાગ્યા, અને તે સર્વેએ પોતાની સેનાને રક્ષણ કરનારા તથા વૈરીના પ્રાણને હરવામાં રાક્ષસ જેવા બાણ વડે શત્રુસુભટને દીનતા પમાડી ચકીના સિન્યને ઢાંકી દીધું. - જેમ કષ સંયમને ઉપદ્રવ કરે તેમ વિચિત્ર શસ્ત્રોવડે યુદ્ધ કરતા તેઓએ શત્રુના બળવાન સૈન્યને ભારે ઉપદ્રવ કર્યો, તેઓએ બાવડે કેટલાક શત્રુઓનાં ધનુષ્ય છેદી નાંખ્યા, કેટલાકનાં ધનુષ્યની દેરી તોડી નાંખી, કેટલાકનાં બાણેને ભાંગી નાંખ્યા, અને કેટલાકને મૃત્યુ પમાડ્યા. આ રીતે ચકીના સુભટો અત્યંત વ્યાકુળ થઈ ગયા, ત્યારે ભવના ભીરૂ ભવ્ય પ્રાણીઓ જેમ મિથ્યાત્વથી પાછા હઠીને સમ્યકત્વને શરણે જાય તેમ તેઓ યુદ્ધથી પાછા હઠીને ચક્રીને શરણે ગયા; એટલે પિતાની સેનાને પવનવેગાદિકે ભાંગેલી જોઈ ચકીને અત્યંત ક્રોધ જાગૃત થયે, તેથી તેણે વિદ્યાધરોને કહ્યું કે– . “ અહો ! બાલ્યાવસ્થાથી જ જે મારા સેવક થઈ મારી આજ્ઞાવડે જ માત્ર
જીવનારા છે, તેઓ આજે મારા સૈન્યને ભાંગે છે, અને મારા પુત્રાદિકને બાંધે છે; તોપણ ખેદની વાત છે કે હું જીવતે છતો જ આવા પરાભવને સહન કરું છું અને વિદ્યાધરચકવર્તીના અભિમાનને ધારણ કરું છું. માટે મને ધિક્કાર છે. મારે તે હવે એ પવનવેગાદિક દુષ્ટોને જલદી હણવા જ જોઈએ.” આ પ્રમાણે વિચારી તે યુદ્ધની ઈચ્છાથી રથ પર આરૂઢ થતા હતા, તેવામાં તેના સર્વ પુત્રોમાં મોટા ચકવેગ નામના પુત્રે શત્રના સૈન્યને તૃણ સમાન ગણ ખેચરચકીને ભક્તિ સહિત વિનંતિ કરી કે–
“પિતાજી! શેષનાગ તમારા બાણથી ભય પામીને પાતાળના મૂળમાં જઈ રહ્યો છે, તેથી તે યુદ્ધ કરવા લાયક નથી, આ પૃથ્વી સર્વ પ્રાણીઓનો આધાર હેવાથી