________________
---
શ્રી જયાનંદ કેવળી ચરિત્ર સુભટની સાથે મૂકી દીધે, એટલામાં નામ અને પ્રતાપવડે પિતાની સમાન એવા કિરણમાલીને બધા જાણી સૂર્ય જાણે ભય પામ્યો હોય તેમ પશ્ચિમ સમુદ્રમાં છુપાઈ ગયે. પુત્ર અને સુભટોના બંધનથી સૈન્ય સહિત ખેચરચક્રવર્તી સૂર્ય નષ્ટ કર્યા છે કિરણ જેના એવા ચંદ્રની જેમ કાંતિ રહિત થયે. કાવ્યને વિષે રચવા લાયક અર્થ રચાવાથી જેમ કવિ ખુશી થાય, તેમ ઘણા વૈરીઓ બંધાવાથી કુમારરાજનું સૈન્ય હર્ષ પામ્યું.
ઈતિ શ્રીયાનંદ કેવળ ચરિત્રને વિષે ખેચર ચક્રવર્તી અને શ્રીયાનંદ રાજાના યુદ્ધના અધિકારમાં ત્રીજા દિવસના યુદ્ધને વિસ્તાર પૂર્ણ થયો.
ચેથો દિવસ. હવે સુભટેએ નિદ્રારૂપી અભિસારિકાને બે ત્રણ પ્રહર સુધી ભોગવી સૂર્યોદયને સમય થતાં તેને વિદાય કરી, તેથી તે તત્કાળ ચાલી ગઈ. યુદ્ધમાં મરાતા સુભટેવડે પિતાના પુત્રને યમરાજને તૃપ્ત કરવા માટે યમરાજના પિતાએ-સૂયે યુદ્ધના આરંભને અટકાવનાર અંધકારને દૂર કર્યો. ઉદય પામતા કિરણ વડે સૂર્યની જેમ બને સેનામાં સુભટને સમૂહ યુદ્ધના ઉત્સાહવડે દેદીપ્યમાન થશે. સમગ્ર સામગ્રીવડે દેદીપ્યમાન, ઉત્કટ તેજવાળા અને દઢ બળવાળા બને સૈન્ય યુદ્ધ કરવા માટે રણભૂમિમાં પ્રાપ્ત થયા.
પત્ર-વાહનવાળા અને ફળ-ઢાલના સમૂહને ધારણ કરતા શુરવીરોના સમૂહથી પત્રિઓ-બણ અને વૃક્ષોથી પતત્રિઓ-પક્ષીઓ ઉડવા લાગ્યા. પરસ્પર મૂકેલા બાણો વડે ઘાયલ થયેલા અને તેથી રૂધિર નીકળવાવડે રાતા થયેલા વિરે ફૂલેલા કિશુક-કેસુડાનાં વૃક્ષોની તુલ્યતાને પામ્યા. ચોતરફ વીરેએ મૂકેલા બાણે આકાશમાં પરસ્પર અથડાવા, લાગ્યા; તેથી જાણે પાંખોવાળા સર્પો તુંડાતુંડી-સામ સામા મુખવડે યુદ્ધ કરતા હોય તેવા દેખાતા હતા. ખગોવડે એકી સાથે છેડાયેલા કેટલાક વીરોનાં મસ્તકે આકાશમાં ઉછળ્યાં. તે જાણે કે રાહુની જેમ દંતાદતી-દાંત દાંત વડે યુદ્ધ કરતા હોય તેવાં દેખાતા હતા. આ પ્રમાણે ઘોર સંગ્રામ પ્રવર્યો.
તેમાં સમુદ્રના તરંગવડે નદીઓના તરંગની જેમ ચક્રીન સુભટોએ કુમારરાજના સૈનિકને પાછા હઠાવ્યા. તેમને પાછા હઠતા જોઈ શત્રુરૂપી ઘાસના સમૂહને બાળવામાં . દાવાનળ જેવો વાવેગ સેનાપતિ સિંહે જોડેલા રથમાં આરૂઢ થઈ રણભૂમિમાં આવ્યા. - ૧ રખાયત પતિની પાસે પોતાની મેળે જનારી સ્ત્રી. ૨ વૃક્ષના પક્ષમાં પાંદડાં. ૩ પક્ષે ફળે. ૪ દાંત દાંતવડે.
:
ના
જાવ
.
આ