________________
૩૦.
શ્રી યાન કેવળ ચરિત્ર માર્ગ મૂકી બાજુ પર ખસી ગયા. તે વખતે તે મણિમાલી બોલ્યો કે-રે કપટ લક્ષ્મીના કરંડીઆ સમાન રંડાઓ ! આવે. હમણાં હું તમને નાક કાન રહિત કરું છું, અને અસ્તરવડે તમારાં મસ્તકો મુંડી નાખું છું.”
આ પ્રમાણે તેનું તિરસ્કારવાળું વચન સાંભળી તે સ્ત્રીસુભટ તત્કાળ દેડી આવી.
વીર પુરૂષ અને સિંહો વીરના ધિક્કારને સહન કરી શકતા નથી.” તે સ્ત્રી સુભટોમાંથી વીરાંગદ વીરે મણિમાલીને ડું, અને જેમ મેઘ પર્વત પર જળધારાની શ્રેણિને વરસાવે તેમ તેણે તેના પર બાણોની શ્રેણિ વરસાવી. આ પ્રમાણે સ્ત્રીરૂપે યુદ્ધ કરતા વીરાંગદ વીરને ઉત્કટ બળવાન મણિમાલીએ બાણેની શ્રેણિવડે ઢાંકી દીધો.
તેવામાં મણિમાલીના બીજા (૪૯) ભાઈઓ કિરણમાલી વિગેરે મહા દ્ધાઓ યુદ્ધમાં દેડી આવ્યા. તેમને પણ તત્કાળ વીરાંગદ સિવાયના બીજા (૪૯) મહા બળવાન સ્ત્રીસુભટોએ બાણની વૃષ્ટિ કરવાપૂર્વક યુદ્ધને માટે બોલાવ્યા. તેઓના યુદ્ધમાં દિશા, વિદિશા, આકાશ કે પૃથ્વી કાંઈ પણ દેખાતું નહોતું, માત્ર બાણે જ દેખાતાં હતાં.
હવે મણિમાલીએ વિરાંગદ ઉપર જવાળાવડે વ્યાપ્ત એવી શક્તિ મૂકી, તેને તત્કાળ વિરાંગદ વિરે સામી શક્તિ મૂકીને ભેદી નાખી. પછી ધીર એવા વીરાંગદે વૈરીના પ્રાણને હરનાર અને ઘેર એવા ઘુરઘુર શખવડે દુર્ધર એવા વિદ્યાથી ઉત્પન્ન કરેલા ભંડો મૂક્યા, તેમને આવતા જોઈ મહાસુભટ મણિમાલીએ વિદ્યાવડે ઉત્પન્ન કરેલા સિંહને મૂક્યો, તે સિંહે સર્વ ભંડોને તત્કાળ નાશ કર્યો, અને પછી તે સિંહ વીરાંગદ તરફ દેડડ્યો. તેને આવતા જોઈ વીરાંગદે પ્રથમની જેમ વિદ્યાવડે શરભ મૂક્યો, તે શરભ સિંહને ખાઈ ગયે. પછી તે મણિમાલી તરફ દેડડ્યો. તેને આવતે જોઈ શીગ્રપણે મણિમાલીએ વિદ્યાવડે ઉતારેલા ગર્જના કરતા મેઘવડે મૃત્યુ પમાડ્યો.
પછી મણિમાલીએ બાણ વડે વીરાંગદના હાથીને પાડી નાખ્યો. તે વખતે પવનવેગે સિંહે જોડેલે રથ આપે. તેમાં બેસી હર્ષ પામેલા વીરાંગદે પણ બણેના સમૂહવડે મણિમાલીના મન્મત્ત હાથીને પાડી નાખ્યો. ત્યારે મણિમાલીએ વિદ્યાથી કરેલા નવા રથમાં બેસી કોધ પામી વીરાંગદના શરીર ઉપર અનેક બાણો નાખી તેને વ્યાકુળ કેર્યો. પછી તેના અનુક્રમે સાત ધનુબે છેદી નાખ્યા, તેથી તે વીરાંગદ શરને ગ્રહણ કરવા કે મૂકવા શક્તિમાન થયો નહિ. ત્યારપછી તે મણિમાલીએ તત્કાળ પ્રસ્થાપન શસ્ત્રવડે વીરાંગદને તથા બીજા સર્વ સ્ત્રીસુભટોને પણ સુવાડી દીધા; અને જેમ આરંભ મૂહ પ્રાણીને કર્મથી બાંધે તેમ મણિમાલીએ નિદ્રા પામેલા તે વિરાંગદ ભટને નાગપાશથી