________________
તેરમે સર્ગ,
૩૮૫ સાથે યુદ્ધ કરવા લાગ્યા. તેમની સાથે ચિરકાળ સુધી યુદ્ધ કરી છેવટ તેમના ધનુષ વિગેરે છેદી તેઓએ તે અક્ષોભ, કાસર અને રમણને બાંધી લીધા. તેમને લેવાની ઈચ્છાથી ચંદ્રભદ્ર, યશશ્ચંદ્ર અને ચંદ્રકીર્તિ નામના વિદ્યાધરો આવ્યા, તેમને ઉત્તમ સુભટોએ યુદ્ધવડે અટકાવ્યા. તેવામાં જેમ મિથ્યાત્વ જ્ઞાનાદિક રહિત જંતુઓને સંસારમાં લઈ જાય, તેમ ચંદ્રગતિ તે બાંધેલા અક્ષોભાદિકને પિતાના સૈન્યમાં લઈ ગયો. ' આ પ્રમાણે એક ભેગરતિ વિના બીજા સાતે મિત્રરાજાઓ શત્રુઓને બાંધી પૂર્વને પરાભવને તરી ગયા. ચંદ્રબાહુ વિગેરે સાત મિત્ર યુદ્ધમાં પ્રથમ બંધાયા હતા, તેઓએ જ મદનાદિકને બાંધ્યા, તેનું કારણ એ કે તે મદનાદિક ચિરકાળ યુદ્ધ કરવાથી થાકી ગયા હતા તથા તેમનું પૂર્વભવનું અશુભ કર્મ ઉદયમાં આવ્યું હતું.
પ્રાણી યુદ્ધમાં પણ પૂર્વના અશુભ કર્મથી જ પરાભવ પામે છે, અને અશુભ કર્મથી જ હણાય છે. વળી શત્રુનો જય અને લક્ષ્મીની પ્રાપ્તિ પણ કર્મથી જ થાય છે. આ પ્રમાણે શુભ અને અશુભ કર્મ જ શુભ અને અશુભ ફળને આપનારું છે એમ જાણી સારી બુદ્ધિવાળા પ્રાણીઓએ શુભ કર્મ ઉપાર્જન કરવા પ્રયત્ન કરવો.
ચંદ્ર વિગેરે સાતે વીરેએ એવી રીતે યુદ્ધ કર્યું કે જેથી ખેચરચકીની મોટી સેના પણ ભગ્ન થઈ ગઈ. તે વખતે વીરેનો યુદ્ધશ્રમ જોઈને તે શ્રમ જાણે પિતાને વિષે સંક્રમે હોય તેમ સૂર્યે પશ્ચિમ સમુદ્રમાં સ્નાન કરી તે શ્રમને દૂર કર્યો.
પછી શુભાશુભ કર્મથી જય અને પરાજય પામેલા વિરે બન્ને સેનાપતિઓની આજ્ઞાથી યુદ્ધકર્મનો ત્યાગ કરી પિતપતાના સ્થાને ગયા. સાત વીના બંધનથી કાંઈક મંદ થયેલા ઉત્સાહવાળી ખેચરચક્રીની સેના ધીમે ધીમે યુદ્ધભૂમિથી પાછી ફરી. જેમાં ગીતની ગજના અને વાજિંત્રના નાદ થતા હતા, તથા મંગળપાઠક જેની સ્તુતિ કરતા હતા એવું શ્રીજયાનંદ રાજાનું સૈન્ય પોયણીના વનની જેમ આનંદ પામ્યું. તેમણે ઔષધિના જળ વડે સર્વ સુભટો તથા પશુઓને પ્રથમની જેમ સજજ કર્યા. તેજ રીતે ચકીએ પણ પિતાના સુભટો અને પશુઓને વિદ્યાવડે અને ઔષધિના જળવડે સજજ કર્યા. ઔષધિના જળવડે સજજ કરેલા તે મદનાદિક સાતે રાજાઓને પવનવેગે લેહવિગેરેના પાંજરામાં નાખ્યા. યુદ્ધની શ્રમ-થાકે આલિંગન કરેલા વીરોને ઈષ્યના વશથી જલદી સર્વ અંગે સુખ કરનારી નિદ્રાએ આલિંગન કર્યું.
આ પ્રમાણે શ્રીજયાનંદ કેવળી ચરિત્રમાં યુદ્ધના અધિકારને વિષે બીજે દિવસે ભેગરતિ વિગેરે આઠે મિત્રોને જય થયે, એ હકીકત આવી છે.
૧ પાણીના પક્ષમાં રાજા એટલે ચંદ્ર.
જ,-૪૯