________________
es
શ્રી જયાન કેવળી ચરિત્ર
ત્રીજો દિવસ.
શ્રીજયાનંદ રાજા જયલક્ષ્મીને લાયક છે, તે જયલક્ષ્મી યુદ્ધ વિના મળી ન શકે; તેથી યુદ્ધને અવકાશ આપવા માટે ત્રીજે દિવસે પ્રાતઃકાળમાં સૂર્ય પૂર્વાચળપર આરૂઢ થયા. કેટલાક સુભટો પરાભવના વશથી, કેટલાક અધ જય પ્રાપ્ત થવાથી અને કેટલાક મંગળવાજિંત્રના શબ્દથી રણસ‘ગ્રામના ઉત્સાહવાળા થઈ જાગૃત થયા. પ્રથમની જેમ અન્ને સેનાઓમાં સર્વ યુદ્ધસામગ્રી તૈયાર કરી અને સેનાપતિની આજ્ઞાથી વીરા યુદ્ધ
કરવા ચાલ્યા.
જેમ મિદરા પીનારા મઘવડે, રાજાએ ધનવડે અને બ્રાહ્મણેા પરના અન્નવડે તૃપ્ત થતા નથી, તેમ ભુજાના બળથી ઉન્મત્ત થયેલા મહાવીરા યુદ્ધવડે તૃપ્ત થતા નથી. જેમ દાન દેવામાં ચતુર દાતારા જમવા માટે યાચકાને આમત્રણ કરે, તેમ સુભટો વાદિક ચિહ્નોવડે આળખીને સામા સુભટને આમ`ત્રણ કરવા લાગ્યા. પોતાના કુળના ઉત્કૃષ્ટને કહેતા, અન્યના કુળાની નિદા કરતા, પરસ્પરની નિંદા, મ-રહસ્ય, મશ્કરી અને પ્રશ‘સાવડે અન્યના તિરસ્કાર કરતા તથા ભુજાસ્ફોટને કરતા અને સૈન્યના વીરે કાંસીતાલની જેમ પરસ્પર મળ્યા, અને ક્રોધથી અધિકાધિક યુદ્ધ કરવા લાગ્યા.
વીરાએ એક બીજાની ઉપર મૂકેલા ખાણા આકાશમાં અન્ય અન્ય અફળાતા હતા, તેથી તે આકાશમાં યુદ્ધ કરતા જાણે પાંખાવાળા સવ હાય તેવા શાભતા હતા. રાજાની અને ચક્રીની અહુરૂપી વિદ્યાના પ્રભાવથી વીરાએ મૂકેલાં ચક્રો અકાશમાં ચારે તરફ
ભમવા લાગ્યાં.
વીરાએ પરસ્પર યુદ્ધ કરવા માટે પ્રેરણા કરેલા વાહનના હાથીએ પોતાના સ્વામીઓનું પરાક્રમ પેાતાને વિષે પ્રાપ્ત થવાથી અધિકાધિક પરાક્રમવર્ડ યુદ્ધ કરવા લાગ્યા. ગર્જના કરવા પૂર્ણાંક પરસ્પર અફળાતા તે હાથીના દાંતના પ્રહારથી અગ્નિની જવાળા નીકળતી હતી, તેથી તે હાથીએ વીજળી સહિત જાણે મેઘ હેાય તેવા શેાલતા હતા. યુદ્ધ કરતી વખતે ઉંચે ઉડતા અને નીચે પડતા અખ્તરવાળા હાથીએ જાણે પાંખેાવાળા પવ ત હોય તેમ કાના આશ્ચર્યને માટે તથા ભયને માટે ન થાય ? કારણ કે તેએ પગના આઘાતવડે પૃથ્વીતળને ખાદી નાંખતા હતા, મદના જળવડે ઝરણાં સહિત દેખાતા હતા, ઝરતા રૂધિરવડે ગેરૂ નામની ધાતુ સહિત દેખાતા હતા, દાંતવડે અને તેમાં બાંધેલા ખડ્ગોવડે તથા સૂ'વર્ડ અને સૂંઢમાં પકડેલા મુગરાદિકવડે પરસ્પર દ્રઢ પ્રહાર કરતા હતા, અને તેમના મુખરૂપી ગુફાએ ગર્જના કરતી હતી.
Windo