________________
તેરમા સ
ૐ
સહિત મસ્તકે પણ પડી ગયાં, કેટલાકના પરાક્રમ સહિત દેઢ એવા ધનુષ્યા પણ ભાગી ગયાં, કેટલાક શત્રુઓના પ્રાણા સહિત સારથી નાશી ગયા, કેટલાકના પરાક્રમ સહિત શસ્ત્રાના કકડા થઈ ગયા, કેટલાકના ભયને લીધે હૃદયા સહિત પડખાં શૂન્ય થઈ ગયાં, કેટલાકની જીતવાની ઈચ્છા સાથે જ હાથમાંથી શસ્રાને સમૂહ પડી ગયેા, અને કેટલાક લજ્જા, યશ અને વીરવ્રત વિગેરે સહિત નાશી ગયા.
આ પ્રમાણે યુદ્ધ કરતા તે ભેાગરતિ વિગેરે આઠે વિદ્યાધરાએ ઉપદ્રવ કરેલુ' ચક્રવર્તીનું સન્ય ધર્મોથી અભવ્યની જેમ યુદ્ધભૂમિથી પાછું હઠયું. તે સૈન્યને પાછું હતુ. જોઈ ને સિંહ જોડેલા રથમાં બેઠેલા ચ’ડવેગ સેનાપતિ પાતાના કરોડ સુભટાના સૈન્ય સહિત પાતાના સૈન્યને ધીરજ આપતા રણભૂમિમાં આવ્યા, અને ભેાગતિ આદિની સાથે યુદ્ધ કરવા લાગ્યા.
તેમ જ મદન ૧, તપન ૨, ભીમ ૩, પ્રતાપ ૪, અક્ષેાભ ૫, કાસર ૬ અને રમણ ૭ વિગેરે ચેાદ્ધાએ પણ સિંહ જોડેલા રથમાં બેસી યુદ્ધ કરવા લાગ્યા. તે સેનાપતિ ચેાતરફ પ્રસરતા ખાણેાવડે યુદ્ધ કરતા હતા ત્યારે પ્રચ'ડ વાયુ વાવાથી વનની જેમ કુમારરાજનું `સભ્ય કંપવા લાગ્યું. સેનાપતિએ કેટલાક શત્રુઓને હૃદયમાં, કેટલાકને મુખમાં, કેટલાકને નાભિમાં, કેટલાકને હાથમાં અને કેટલાકને પગમાં તીક્ષ્ણ ખાણેાવડે વીંધી નાખ્યા.
ત્યારપછી ભાગરિત વીરે યુદ્ધમાં સેનાપતિને રૂધ્યેા. એ જ રીતે ચંદ્રબાહુએ મનને, મહાબાહુએ તપનને, ચદ્રવેગ ખેંચરે ભીમને, ચદ્રચૂડ રાજાએ પ્રતાપને, રત્નચૂડ રાજાએ અક્ષાલને, સિદ્ધ્ગે કાસરને તથા ચંદ્રાભે યુદ્ધની ઉત્કંઠાથી રમણ રાજાને એલાવ્યો. એ જ પ્રમાણે બીજા પણ શ્રેષ્ઠ વીરે પરસ્પર યુદ્ધ કરવા લાગ્યા. વીરેાના પ્રાણવાયુનું પાન કરી બલવાન થયેલા સુભટના ખાણરૂપી સર્પો શત્રુઓને ડસી ડસીને ચેતના રહિત કરવા લાગ્યા.
જેમ સદ્ગુરૂ સદુપદેશવડે ભવ્ય પ્રાણીના મિથ્યાત્વને છેદે, તેમ ભાગતિએ ખાણેાવડે ચંડવેગ સેનાપતિનું ધનુષ્ય છેદી નાખ્યું. ત્યારે સેનાપતિએ નવું ધનુષ્ય લઈ ખાણેાવડે ભાગરિતનું ધનુષ્ય છેદી નાખ્યું. પછી ભગતિએ પણ નવું ધનુષ્ય લઈ તામસ નામનું આણુ મૂકયું. તેનાથી સેનાપતિના સૈન્યમાં અધકાર વ્યાપી ગયા, ત્યારે સેનાપતિએ દેદીપ્યમાન સૂર્યાસ્ત્રવડે તે અંધકારનો નાશ કર્યાં, અને ખાણેાવડે વૈરીને ઢાંકી દીધા. ખાણાથી વ્યાકુલ થયેલા ભાગતિએ જલધર મેઘ નામનું આયુધ મૂકયુ, તેને સેનાપતિએ પવનાસ્રવડે નિષ્ફળ કર્યું, અને પછી તેના ધનુષ્યને છેદી અખ્તરને ભેદી ખાણેાવડે જરિત કરી તેને નાગપાશવડે બાંધી લીધા.