________________
તેરમે સગ.
૩૭૮ આકાશમાં, પૃથ્વીપર, સર્વ દિશાઓમાં, વૃક્ષે ઉપર અને પર્વતના શિખર ઉપર સર્વ ઠેકાણે વ્યાપી ગયાં, તેથી આખું જગત બાણમય થઈ ગયું.
અહો ! એક જાતના જ શસ્ત્રને ધારણ કરવાના વ્રતવાળા કેટલાક સુભટ શત્રુઓની ગદા, મુગર અને ચકાદિક શસ્ત્રોને પણ કેવળ બાવડે જ છેદતા હતા. શત્રુનાં ઘણાં શસ્ત્રોને વારંવાર પેદવાથી ઉદ્વેગ પામેલા કેટલાક સુભટોએ ક્રોધથી શનિ ગ્રહણ કરવામાં અને મૂકવામાં સમર્થ એવા શત્રુઓના હાથે જ બાણવડે છેદી નાખ્યા. કેટલાક વિરે સુભટના બાણોથી વ્યાકૂલ થયા અને કેટલાક વરે શસ્ત્રને ગ્રહણ કરવામાં અને મૂકવામાં અશક્ત થયા, ત્યારે તેઓએ માત્ર મુખવડે તૃણ જ ગ્રહણ કર્યું. - જેમ શ્રીકૃષ્ણ એક જ બાણવડે એકીસાથે સાત તાલવૃક્ષોને વીંધ્યા હતા, તેમ કેટલાક વીરેએ એક જ બાણવડે સમાન શ્રેણિમાં રહેલા ઘણા હાથી, ઘોડા વિગેરેને વીંધી નાખ્યા. જેમ અયોગ્ય વચન બોલતા ખળ પુરૂષને તેમના મુખ પર લાત મારી નિષેધ કરાય છે, તેમ બાણોને મૂકતા એવા શત્રુઓના ધનુષ્યને કેટલાક વીરોએ પિતાના બારેવડે છેદીને જ તેનો નિષેધ કર્યો. - જેમ વાદીઓ તર્કવડે પ્રતિવાદીઓના તર્કને છેદી નાખે છે, તેમ કેટલાક વીરે શત્રુઓના આવતા બાણને પિતાના બાણ વડે જ છેદતા હતા. કેટલાક ધુરંધરોએ કલાવડે જે બાણ મૂક્યાં, તે બાણે શત્રુને હણે આકાશમાં ગયાં, તે જોઈ ભય પામેલા દેવે મુશ્કેલીથી નાશી ગયા.
વીરના બાણથી છેદાયેલા સુભટના મસ્તક આકાશમાં ગયાં, તે જાણે કે યુદ્ધ જોનારી દેવીઓના મુખરૂપી ચંદ્રોને ગ્રાસ કરવા રાહુ આવતો હોય તેમ શોભતાં હતાં. શરીરમાં ચોંટી ગયેલા વીરના બાવડે રણભૂમિમાં ઉડતા સુભટે જાણે શરીર સહિત સ્વર્ગમાં જવાની ઈચ્છાથી પાંખવાળા થયા હોય તેમ શોભતા હતા. બખ્તર ધારણ કરેલા કેટલાક વિરેના શરીરમાં બાણે ચૂંટી ગયાં, તે બાણ જાણે કે વૈરને લીધે ગરૂડને પ્રસવા માટે સર્પો એકઠા થયા હોય તેવા શોભવા લાગ્યાં. , વીરાએ મૂકેલા બાણે મોટા હાથીઓના શરીરમાં ચોંટી ગયાં, તેથી જાણે ચારેબાજુ ધરોના અંકુરા જેમાં ઉગેલા હોય એવા ચળાચળ પર્વતની જેવા તેઓ ભવા લાગ્યાં. વીરના બાવડે હણાયેલા હોવાથી રૂધિરને ઝરતા કેટલાક હાથીઓ પૃથ્વી પર પડયા હતા, તે જાણે કે ગેમિશ્રિત નિઝરણાંવાળા પર્વતે હોય તેવા લાગતા હતા. ભુજાબળવાળા વીરેએ ઉછાળેલા અશ્વો આકાશમાં ગયા, તે જાણે કે ગરૂડધ્વજ વિષ્ણુને મળવાની
-
-