________________
૨૭૮
શ્રી જયાનંદ કેવળી ચરિત્ર
સેવા પાસે સમ્યક્ પ્રકારે બન્ને સૈન્યમાં શેાધાવી તેમને ચિન્હાવર્ડ જીવતા જાણી પેાતાના અને શત્રુના વિભાગના સર્વાંને પોતાની ઔષિધના જલસિંચનવડે સાવધ કરાવ્યા. મેટા પુરૂષાની દયા આવી જ હાય છે.' આ પ્રમાણે રણભૂમિની શુદ્ધિ કરી પરોપકાર કરવામાં તત્પર કુમાર ખેચરચકીને પુષ્કળ ઔષધિનુ' જલ મેાકલાવી પરિવાર સહિત પોતાને ઉતારે ગયા. તે વખતે હુ પામેલા ખદીજના તેના જયના ઉત્કૃષ્ટ ગુણની સ્તુતિ
ફરવા લાગ્યા.
કુમારરાજરૂપી સ્ત્રીના સૈન્યમાં સુભટાએ યુદ્ધમાં જય મેળવ્યા હતા, તેમને વૃદ્ધ સ્ત્રીઓએ હર્ષોંથી મ`ગળ કાર્યાં કર્યાં. ચક્રાયુધ રાજા પણ રણભૂમિની શુદ્ધિ કરી પરિવાર સહિત પેાતાને ઉતારે ગયા. પાતાની વિદ્યાના અલવડે અને કુમારરાજે આપેલા જલવડે પણ શલ્યવાળા છતાં જીવતા એવા પેાતાના સમગ્ર ચેાદ્ધાઓને સજ્જ કર્યો. પછી રાત્રીએ અને સૈન્યમાં રણસ‘ગ્રામથી થાકી ગયેલા સુભટા અને હાથી વિગેરે તિય ચેા ચથાયેાગ્યું આહાર કરી સુખનિદ્રાને પામ્યા.
આ પ્રમાણે શ્રી જયાનંદ ચરિત્રને વિષે ચક્રાયુધ નામના વિદ્યાધર ચક્રવર્તીના યુદ્ધના અધિકારમાં સામાન્યથી પ્રથમ દિવસનુ યુદ્ધ કહ્યું.
બીજા દિવસનું યુદ્
હવે સુભટાને આલિંગન કરીને નિદ્રારૂપી સ્ત્રી સુખે વિલાસ કરતી હતી, તેણીને રાત્રીના છેડે સપત્ની તુલ્ય રણચિંતાએ દૂર કરી. હજી સુધી જેમના ચિત્તમાં યુદ્ધનુ કૌતુક સપૂર્ણ થયું નથી એવા વીરેને હું શા માટે વિન્ન કરૂ? એમ વિચારીને રાત્રી ક્ષય પામી—જતી રહી. એટલે કેાણ ભગ્ન થયા ? કાણુ મરણ પામ્યા ? કાણુ નાસી ગયા અને કાણે જય મેળવ્યેા ? એ સવ જાણે જોવાને ઇચ્છતા હોય એમ સૂર્ય ઉદયાચલ પર આરૂઢ થયા.
તે વખતે પ્રથમ દિવસની જેમ ખન્ને સૈન્યમાં રણવાજિંત્રા વાગવા લાગ્યાં, અને અને સૈન્ય માટા ઉત્સાહથી તૈયાર થયાં. બન્ને સૈન્યના અગ્રભાગે પાતપાતાના સેનાપતિ અને મધ્ય ભાગે પાતપાતાના નાયક પ્રથમ દિવસની જેમ રહેલા હતા. પછી તે બન્ને સૈન્યા પરસ્પર એકઠા થઈ યુદ્ધ કરવા લાગ્યાં. તેમાં વીરાએ મૂકેલા ખાણા આકાશમાં ચારેબાજુ વ્યાપી ગયાં, તે જાણે કે પ્રલયકાળે ઉત્પન્ન થયેલા પાંખાવાળા સહાય તેમ શેાભવા લાગ્યાં. કેટલાક ધુરધર વીરાના ખાણા શ્રેણિમાં રહેલા સર્વ શત્રુઓને ભેદીને પણ આગળ ચાલ્યાં, તેને પર્વતના શિખરાએ જ અટકાવ્યાં. સુભટોના ખણુસમૂહ