________________
૩૭૬
શ્રી જયાનંદ કેવળી ચરિત્ર રૂપી સૂત્રધારની મનુષ્ય ઘડવાની શાળા હોય એવી તે દેખાવા લાગી. કોઈ ઠેકાણે દૂર રહેલા શત્રુને દવજના ચિન્હથી ઓળખી તેને હણવા માટે જલકાંત મણિ જેમ સમુદ્રમાં પેસે તેમ સુભટો સેનાને એક તરફ કરી તેમાં પ્રવેશ કરતા હતા.
કે ઈ ઠેકાણે ભાગી ગયેલા રથના અવયવડે તે રણભૂમિ જાણે પુષ્પને સમૂહ ર હોય અને હાથીના કુંભસ્થળમાંથી ઉડેલા મોતીના સાથિયા પૂર્યા હોય તેવી શેભતી હતી. યુદ્ધનું કૌતુક જોવા માટે વ્યંતરાદિક દેવે આકાશમાં એકઠા થયા હતા, તેઓ રણસંગ્રામમાં પરાક્રમ કરનારા વીરની સ્તુતિ કરવાવડે વાચાળ થઈ ચારે તરફ ઘૂમતા હતા.
વૃદ્ધિ પામેલા યુદ્ધને જોઈ આનંદ પામેલા ક્ષેત્રપાલે મોટા ચિત્કાર શખવડે આકાશને ભરી દઈ તથા પ્રચંડ ભેજદંડને ઉંચા કરી નૃત્ય કરવા લાગ્યા. શાકિની, ડાકિની અને કાકિની વિગેરે દેવીઓ વિકસ્વર હાસ્ય કરી, કૌતુકથી ઉતાવળી થઈ તથા કીડાવડે કિલકિલ શબ્દ કરી નૃત્ય કરવા લાગી. વિચિત્ર રૂપવાળી ગિનીઓ હર્ષથી કૌતુક વડે વિકસ્વર નેત્ર કરી ઉચેથી હાથની તાલીઓ પાડતી રાસડા લેવા લાગી.
રાક્ષસી સહિત રાક્ષસો ભોજનની પ્રાપ્તિના હર્ષથી ભયંકર અટ્ટહાસ્યના સમૂહવડે પર્વત અને આકાશના તટને ફાડી નાખી ચારેતરફ ફરવા લાગ્યા. માંસ અને રૂધિરની ગૃદ્ધિવાળા ગીધ પક્ષીઓ દાનશાળાની જેમ વીરોને પ્રદક્ષિણા દેતા ચારેબાજુ ભમવા લાગ્યા અને સુભટના જયને વિષે આશ્ચર્યથી વિકસ્વર થયેલા દેવ હર્ષવડે પુષ્પવૃષ્ટિ કરવા લાગ્યા અને વિવિધ વાજિંત્રો વગાડવા લાગ્યા. ' હવે દયાના સમુદ્રરૂપ કુમારરાજે શસ્ત્રની પીડા દૂર કરવા માટે પ્રથમથી જ જે વિદ્યાધરને હુકમ કર્યો હતો, તેઓ તે વખતે રણભૂમિમાં ચારેબાજુ ઘૂમીને બને સૈન્યમાં શસ્ત્રવડે શલ્યવાળા થયેલા સુભટને અને અશ્વાદિક તિર્યંચને પણ કુમારે આપેલા ઔષધના જલવડે સજજ કરવા લાગ્યા. પડી ગયેલા તે વીરે અને તિર્યંચ તત્કાલ સજજ થઈ ગયા, એટલે તેઓ બમણા ઉત્સાહવાળા થઈને ફરીથી યુદ્ધ કરવા લાગ્યા.
ભવ ભવને વિષે ક્રોધ, અભિમાન વિગેરે જે દેનો અભ્યાસ આ જીવે કલે છે, તે દેશે પ્રાયે કરીને પ્રાણુતે પણ વિરામ પામતા નથી, તેથી આ સંસારને જ ધિકાર છે, તેઓ યુદ્ધને વિષે જે સાહસ કરે છે, તે તે સર્વ પ્રાણીઓમાં સુલભ છે; પરંતુ તે જ સાહસ જે શ્રીઅરિહંતના ધર્મને વિષે કરતા હોય તે કર્મ શું હિસાબમાં અને ભવ પણ શું હિસાબમાં છે?” પાપના પ્રભાવવડે કેટલાક અંગના ક્ષયને, કેટલાક મરણને અને કેટલાક પરાભવને પામ્યા;
'/