________________
તેરમે સગર
૩૭૫ દાદિકવડે, કરડે હાથીઓની ગર્જનાવડે, દુર્ધર અશ્વોના હેવારનવડે, રથના ચક્રના ચીત્કાર શબ્દવડે, ખડુગાદિક શસ્ત્રોના ખડખડ શખવડે, ધનુષ્યની પ્રત્યંચાના ટંકાર શબ્દવડે, જય જય શબ્દના સમૂહરડે, જેનારાઓના અટ્ટટ્ટહાસ્યના સમૂહવડે, તેમની હર્ષ સહિત વગાડેલી હાથની તાળીઓ વડે દિશાઓ અને પર્વતની ગુફાઓમાં પ્રસરતા મોટા પડઘાઓવડે અને ત્રાસ પામતા વનના પશુઓના ભયંકર આકંદ શદવડે અતિ વૃદ્ધિ પામેલે, લાખો વાજિંત્રોથી ઉત્પન્ન થયેલે, ચારે બાજુથી બ્રહ્માંડને ફેડી નાખતે, આકાશ તથા પૃથ્વીના ઉદરને ભરી દેતે અને જાણે કે રણસંગ્રામ જોવામાં કૌતુકવાળા દેને પણ બોલાવતું હોય એ માટે નિર્દોષ જગતને ક્ષોભ પમાડવા લાગ્યા. તથા
અરે વીર! આવ, આવ, ઉ રહે, ઉભો રહે, યુદ્ધ કર, યુદ્ધ કર, હે મુઢ! જદી નાશી જા; નાશી જા, હજુ ઉભો છે ? હણા, હણ, આ યુધને ત્યાગ કર, ત્યાગ કર. મુખમાં તૃણ ગ્રહણ કરીને જીવતે રહે, જીવતે રહે. રે મૂઢ! વાણીવડે ગર્વ કેમ કરે છે? હાથવડે તારું બળ બતાવ. અરે ! શત્રુને વિષે પ્રવેશ કરતાં તું લાજ, લાજ. ખરેખર આજે તારાપર યમરાજ કપ પામે લાગે છે.”
આવા ભયંકર શબ્દો દરેક સુભટેમાં પરસ્પર પ્રવર્યા. પ્રલય કાલને મેઘ જેમ ચારે બાજુ કરાની વૃષ્ટિ કરે તેમ સુભટો પરસ્પર વિચિત્ર શસ્ત્રોની વૃષ્ટિ કરવા લાગ્યા. ચારે બાજુ ધારાને ફેલાવતા જાણે નવીન મેઘ હોય તેમ મહાવીરે ચારેતરફ બાણની વૃષ્ટિ કરવા લાગ્યા. વાયુએ ઉડાડેલા વનથી ચારેતરફ આકાશમાં જેમ પક્ષીનાં ટોળાં ઉડે તેમ બને સૈન્યમાંથી વિચિત્ર શસ્ત્રો આકાશમાં ઉડવા લાગ્યાં અને પછી. ફળવાળા વૃક્ષો ઉપર જેમ ચારે બાજુથી આવીને પક્ષીઓ પડે તેમ તે શસ્ત્રો આકાશમાં ભમીને વિરેના શરીર પર પડવા લાગ્યાં.
તે રણસંગ્રામ કોઈ ઠેકાણે બાણમય, કેઈ ઠેકાણે પડ્ઝ, કુંત અને ગંદામય, કઈ ઠેકાણે ચકની શ્રેણિમય, કેઈ ઠેકાણે ફૂલ અને શક્તિમય, કોઈ ઠેકાણે મુષ્ટિ અને યષ્ટિમય અને કઈ ઠેકાણે મુદ્દેગરના સમૂહમય, એમ વિવિધ પ્રકારના આયુધવડે ભયંકર દેખાયો. ક્ષણવારમાં શત્રુઓના આયુધથી હણાયેલા અનેક સૈનિકે ભૂમિ ઉપર પડી ગયા, તે જાણે પૃથ્વી પર લેટતા વીરના કીડા કરવાના દડા હોય તેવા દેખાતા હતા.
તે રણભૂમિ કેઈઠેકાણે સ્થલવડે કરીને મારવાડની ભૂમિની જેમ પડેલા હાથીઓ વડે અને ઢગલારૂપ થયેલા અધોવડે દુઃખે કરીને ચાલી શકાય તેવી થઈ પડી. કેઈ ઠેકાણે મસ્તકે વડે, કેઈ ઠેકાણે હસ્તવડે અને કઈ ઠેકાણે પાદાદિક એવવડે જાણે કે વિધાતા
3SMS
TURE