________________
શ્રી જ્યાનંદ કેવળી ચરિત્ર કેઇપણ વખત પ્રાપ્ત નહિ થયેલા પરસ્પરના સમાગમસુખને પ્રાપ્ત કરવા માટે તે બન્ને પૂર્વ અને પશ્ચિમ સમુદ્ર જેવા સિને એક બીજાની સન્મુખ ઉતાવળે ચાલવા લાગ્યાં. “હું પહેલે, હું પહેલે ” એમ બોલી યુદ્ધની ઉત્સુકતાને લીધે શ્રેણિને ભંગ કરી શ્રેણિની બહાર નીકળી આગળ ચાલતા પિતાપિતાના સુભટને પિતા પોતાના પ્રતિહાર રોકતા હતા. સૈન્યએ ઉડાડેલી અને શત્રુઓને અત્યંત અંધતા આપનારી સુભટના જેવી ધૂળ જાણે પ્રથમ યુદ્ધ કરવામાં ઉત્સુક થઈ હોય તેમ આગળ ચાલી. ભુંડ, સિંહ, શાર્દુલ, હાથી, વાઘ અને પાડા વિગેરે તથા અશ્વ, સર્પ, વાનર, મૃગ, મેર, ઘેટે અને વૃક્ષ વિગેરે વિવિધ પ્રકારનાં ચિહેવડે દૂરથી પણ સામા સુભટને ઓળખી ઓળખીને તેમનું નામ ગ્રહણ કરવાપૂર્વક પ્રગટપણે યુદ્ધને માટે પસંદ કરીને સુભટ ચિરકાળે પ્રાપ્ત થયેલા બાંધવોની જેમ તેમને ઉંચે સ્વરે બોલાવવા લાગ્યા. .
એ રીતે ઉત્કંઠા સહિત ચાલતા બન્નેનાં અગ્રેસ નો પરસ્પર મેલાપ થઈ ગયે. તેમાં જાણે પાંખોવાળા પર્વત હોય તેવા હાથીઓ પરસ્પર મળ્યા, એજ રીતે જાણે ગરૂડ હોય તેવા અશ્વો, સાક્ષાત્ પૃથ્વીના વિમાન હોય તેવા રથે, તથા હાથી, વાઘ, અશ્વ વિગેરેનાં સરખાં યુગલે તેજ પ્રમાણે સિંહ, શાલ, હાથી, વાઘ વિગેરે સરખા વાહને અને આકાશમાં ચાલનારા મોટા મહેલે હોય તેવા વિમાને બને સિમાં પરસ્પર યુદ્ધને માટે એકઠા મળ્યાં.
તે વખતે આકાશને ફેડનારા, પૃથ્વીને કંપાવનારા, દિશાઓને ગજાવનારા, પર્વતાદિકને ચલાવનારા અને પર્વતની ગુફાઓને નાદવાળી કરનારા ભયંકર અને દુર્ધર ગરવની સાથે ભંભા, ભેરી, મહાઢક્કા, હુડક અને કાહળ વિગેરે રણવાજિંત્રોને સમૂહ ગર્જના કરવા લાગ્યો.
પહેલા દિવસનું યુદ્ધ પછી બંને બાજુની આજ્ઞા થવાથી માંસભક્ષણ માટે ભૂખ્યા થયેલા પ્રેત હોય તેવા વીરો વિવિધ શસ્ત્રોવડે યુદ્ધ કરવા લાગ્યા. “યુદ્ધમાં અમારા સ્વામીને આ ધૂળ ઉડીને વિધ્ર ન કરે” એમ ધારીને મોટા હાથીઓએ મદરૂપી જલવડે ધૂલને શાંત કરી દીધી. દ્ધાઓનાં વાહનેની ઉપર રહેલા વજે વાયુના સમૂહવડે ફરકતા હતા, તેથી જાણે કે પિતાના સ્વામીઓનું યુદ્ધમાં પરાક્રમ જોઈ હર્ષથી તે નૃત્ય કરતા હોય તેવા શોભતા હતા.
કરોડ સુભટના પરસ્પર બોલાવવાથી, મોટા ગજ્જરવથી, ભુજાઓના અત્યંત આટનથી, હાસ્યથી, બૂસ્કારથી, પરસ્પર હાકેદા કરવાથી અને પરસ્પર યુદ્ધ કરતા અને ક્રોધ, ઈર્ષ્યા અને દુધર્ષવડે ભયંકર એવા સિંહ વ્યાઘાદિકાએ મૂકેલા કુટ સિંહના