________________
તેરમા સ
૩૭૩
દેીપ્યમાન ટપ અને અખ્તર શરીરપર ધારણ કર્યાં, તેથી તે તારાઓથી વીંટાયેલા અને રાહુની છાયામાં રહેલા ચંદ્રની જેવે જણાવા લાગ્યા.
પછી અન્ને બાજુએ ભાથાવડે શાભતા અને હાથમાં ધનુષ્યને ધારણ કરતા તે યુદ્ધને માટે સજ્જ કરેલા શ્વેત હાથીપર ઇંદ્રની જેમ આરૂઢ થયેા. મધ્યે રહેલા મહા જબૂવૃક્ષની ફરતા વલયાકારે રહેલા ખીજા જ વૃક્ષાની જેમ તે ચક્રીને અખ્તરવાળા અને ઘણા વાહનેાપર આરૂઢ થયેલા તેના સર્વે કુમારેએ વીંટી લીધે.
હજારો કુમારાવડે, લાખો વીરેાવડે અને યુદ્ધ માટે સજ્જ થયેલા ચતુર’ગ સૈન્યવડે વીંટાયેલા તે ચક્રી હાથી અને અન્ધાદિક રૂપ જલતતુ તથા તર`ગેથી વ્યાપ્ત થઈ ને લવ સમુદ્રવડે વીંટાયેલા જ બુદ્ધીપની મધ્યમાં રહેલા મેરૂપ તની જેવેા શેાલવા લાગ્યા. આ પ્રમાણે યુદ્ધમાં સજ્જ થયેલા કુમારરાજ અને ખેચરરાજ પાતપેાતાના સૈન્યની મધ્યે રહેલા હતા, તેથી તેએ વનથી વીંટાયેલા ધાતકીખંડના અન્ને મેરૂપર્વતની જેવા શાભતા હતા. તે બન્ને કલ્પવૃક્ષની જેમ યાચકાને ઈચ્છિત દાન આપતા હતા, સૂની જેમ સ તેજસ્વીએનાં તેજને નાશ કરતા હતા, કલ્પાંત કાળના સૂની જેમ તેમની મહા ઉગ્ર મૂર્તિઓને કોઈ જોઈ શકતું નહાતું.
તેએ દૂરથી પણ પેાતાનાં સુભટાને સ્નેહયુક્ત દૃષ્ટિવડે જોતા હતા; સિંહની જેમ મહા બલવાન તે અને, શત્રુના સુભટાને તૃણુ સમાન ગણતા હતા, અને ઉલ્કાપાત જેવી મહા ભયકર કાંતિવાળી ષ્ટિને શત્રુઓ ઉપર નાખતા હતા.
ત્યારપછી છત્ર ચામર સહિત પાતપેાતાના સૈન્ય મધ્યે રહેલા કુમારરાજ અને ખેચરરાજ એ બન્ને એક બીજાની સન્મુખ ચાલ્યા. કોઈ સુભટ યુદ્ધ કરતા ન હાય, અથવા તેણે શસ્ત્ર મૂકી દીધું હોય, અથવા દીન થયા હાય, અથવા નાસી જતા હાય, અથવા પડી જતા હાય તેા તેનાપર સામા રહેલા સુભટે પ્રહાર નજ કરવા, એવા તે બન્ને રાજાઓના સિદ્ધાંત હતા.
પછી સમાન શ્રેણિમાં રહેલા તે અન્ને સૈન્યને પોતપોતાના સ્વામીની આજ્ઞાથી ખીંગલ નામના વાજિંત્રના શબ્દે ચાલવાની પ્રેરણા કરી, ત્યારે અનુક્રમે ચાલતા તે બન્ને સૈન્યા મુદ્ગર જેવા હાથીના પગવડે હણીને પૃથ્વીને ફેાડતા હતા, રથના ચાલતા ચક્રની ધારાવડે પૃથ્વીને ફાડતા હતા, અશ્વના પગરૂપી ગદાના આઘાતવડે પૃથ્વીને અત્યંત નિર્દોષવાળી કરતા હતા, પેાતાના મેાટા ભારવડે નાગરાજની ` હજાર ફણાઓને પીડા ઉપજાવતા હતા, કઠણ પૃષ્ઠવાળા કાચબાને પ્રાણને સંશય પમાડતા હતા, અને ભુંડની અત્યંત દૃઢ દાઢાને પણ ભાગી નાખતા હતા.